SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ કરાયેલી છે; કેમ તે તે વખતે જીવને જે જે પ્રકારનાં કર્મોના પરિણામો વર્તતાં હતાં તેનાથી જ તે જીવને તેવા પ્રકારના એકભવવેદ્ય કર્મપરમાણુઓ રૂપ આયુષ્યનો બંધ કર્યો. તેથી કર્મપરિણામરાજાથી તે ગુટિકા પોતાના જ પરમાણુઓથી બનાવાયેલી છે અને જીવનાં સર્વ પ્રયોજનો કરનારી છે. તેથી તે ભવ દરમ્યાન તે જીવ જે કંઈ પ્રવૃત્તિ કરે છે, તે જીવનાં કર્મોના અનુસાર થાય છે. આ ગુટિકા ભવિતવ્યતાએ જીવને આપી તેથી, પ્રતિક્ષણનાં કાર્યો કરનારી ભવિતવ્યતાને આકુળતા ઓછી થાય છે અને તેના માટે જ કર્મપરિણામરાજાએ તે ગુટિકા ભવિતવ્યતાને આપી છે એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે જીવ દરેક ભવમાં અન્ય અન્ય ભવનું આયુષ્ય બાંધે છે તેમાં ભવિતવ્યતા પ્રધાન છે; કેમ કે જે જીવ ધર્મના ક્ષેત્રમાં યત્નવાળા છે તેઓ પણ ક્યારેક પ્રમાદવશ હોય તો દુર્ગતિનું આયુષ્ય બાંધે છે અને ધર્મની પરિણતિથી રહિત જીવો કોઈક નિમિત્તથી આયુષ્યબંધકાળમાં શુભભાવને પ્રાપ્ત કરે છે તો સદ્ગતિને પણ પ્રાપ્ત કરે છે, તેથી આયુષ્યબંધકાળમાં જ શુભ અધ્યવસાયનો યોગ કે અશુભ અધ્યવસાયનો યોગ થવામાં ભવિતવ્યતા પ્રબળ કારણ છે. તેથી તે ભવિતવ્યતા એકભવવેદ્ય સર્વ કાર્યો તે તે કાળે તે ગુટિકાના પ્રભાવથી કરે છે. તેમ બતાવીને આયુષ્યબંધકાળમાં ભવિતવ્યતા પ્રધાન છે તેમ બતાવેલ છે. गुटिकाप्रयोगेण वनस्पत्यां विविधरूपे कदर्थना ततोऽहं यदा तत्राऽसंव्यवहारनगरेऽभूवं तदा मम जीर्णायां जीर्णायामपरापरां सा गुटिकां दत्तवती। केवलं सूक्ष्ममेव मे रूपमेकाकारं सर्वदा तत्प्रयोगेण विहितवती। तत्र पुनरेकाक्षनिवासनगरे समागता तीव्रमोहोदयात्यन्ताऽबोधयोः कुतूहलमिव दर्शयन्ती तेन गुटिकाप्रयोगेण ममानेकाकारं स्वरूपं प्रकटयति स्म। यतः कृतोऽहं तत्र पाटके वर्तमानः क्वचिदवसरे सूक्ष्मरूपः तत्रापि क्वचित्पर्याप्तकरूपः तथा क्वचिदवसरे विहितोऽहं बादराकारः, तत्रापि क्वचित्पर्याप्तकरूपः क्वचिदपर्याप्तकरूपः, तथा बादरः सन् क्वचिदपवरकवी, क्वचित्प्रत्येकचारी, अत्रापि क्वचिदङ्कुराकारधारकः, क्वचित्कन्दरूपः क्वचिन्मूलभाजी, क्वचित् त्वक्चारी, क्वचित् स्कन्धवर्ती, क्वचिच्छाखाचरः, क्वचित्प्रशाखागतः, क्वचित्प्रवालसंचरिष्णुः, क्वचित्पत्राकारः, क्वचित्पुष्पसंस्थः, क्वचित्फलात्मकः, क्वचिद् बीजस्वभावः। तथा क्वचिन्मूलबीजः, क्वचिदग्रबीजः, क्वचित् पर्वबीजः, क्वचित् स्कन्धबीजः, क्वचिद् बीजरुहः, क्वचित्सम्म नजः, तथा क्वचिद् वृक्षाकारः, क्वचिद् गुल्मरूपः, क्वचिल्लतात्मकः, क्वचिद्वल्लीस्वभावः, क्वचिद्धरितात्मक इति। तथारूपेण च वर्तमानं मामुपलभ्यान्यग्रामनगरसम्बन्धिनो लोकाः कम्पमानं भवितव्यतायाः समक्षमेव छिन्दन्ति, भिन्दन्ति, दलन्ति, पिंषन्ति, मोटयन्ति, लुञ्चयन्ति, तक्ष्णुवन्ति, दहन्ति, नानाकदर्थनाभिः कदर्थयन्ति। तथापि भवितव्यता तत्रोपेक्षां कुरुते। સંસારીજીવને ગુટિકાના પ્રયોગથી વનસ્પતિમાં વિવિધ રૂપે કદર્થનાઓ ત્યારપછી હું અનુસુંદર ચક્રવર્તીનો જીવ, જ્યારે તે અસંવ્યવહાર નગરમાં હતો ત્યારે જીર્ણ જીર્ણ
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy