________________
૧૦૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ થયે છ7=પૂર્વ પૂર્વની ગુટિકા જીર્ણ થયે છતે, અપર ગુટિકાને તે ભવિતવ્યતા મને આપતી હતી, કેવલ સૂક્ષ્મ જ મારું રૂપ એકાકારવાળું સર્વદા=અવ્યવહારરાશિના સર્વકાળમાં, તેના પ્રયોગથીકતે ગુટિકાના પ્રયોગથી, કરતી હતી. ત્યાં વળી=વ્યવહારરાશિમાં વળી, એકાક્ષનિવાસનગરમાં, આવેલી ભવિતવ્યતા તીવ્ર મહોદય અને અત્યંતઅબોધને જાણે કુતૂહલ બતાવતી તે ગુટિકાના પ્રયોગથી મારા અનેક આકારવાળા સ્વરૂપને પ્રકટ કરતી હતી, જેથી તે પાડાઓમાં વર્તતો=એકેન્દ્રિય પાડામાં વર્તતો, હું કોઈક અવસરમાં સૂક્ષ્મરૂપ કરાયો ત્યાં પણ=સૂક્ષ્મ રૂપમાં પણ, ક્યારેક પર્યાપ્તરૂપ કરાયો. અને કોઈક અવસરમાં હું બાદર આકારવાળો કરાયો ત્યાં પણ=બાદર આકારમાં પણ, ક્યારેક પર્યાપ્તરૂપવાળો ક્યારેક અપર્યાપ્તરૂપવાળો કરાયો. અને બાદર છતો ક્યારેક ઓરડામાં પુરાયોકસાધારણ વનસ્પતિમાં કરાયો, ક્યારેક પ્રત્યેક વનસ્પતિમાં કરાયો, અહીં પણ=ભવિતવ્યતા દ્વારા પ્રત્યેક વનસ્પતિકાય અને સાધારણ વનસ્પતિકાય કરાયો એમાં પણ, ક્યારે અંકુર આકાર ધારક કરાયો, ક્યારેક કદરૂપ કરાયો, ક્યારેક મૂલભાજી કરાયો, ક્યારેક ત્વચાચારી કરાયો, ક્યારેક સ્કંધવર્તી કરાયો, ક્યારેક શાખાચર કરાયો, ક્યારેક પ્રશાખાગત કરાયો, ક્યારેક પ્રવાલરૂપે સંચરણ સ્વભાવવાળો કરાયો, ક્યારેક પત્રાકાર કરાયો, ક્યારેક પુષ્પમાં રહેલો કરાયો, ક્યારેક ફલાત્મક કરાયો, ક્યારેક બીજસ્વભાવવાળો કરાયો, અને ક્યારેક મૂલબીજ કરાયો, ક્યારેક અગ્રગીજ કરાયો, ક્યારેક પર્વબીજ કરાયો, ક્યારેક સ્કંધનો બીજ કરાયો, ક્યારેક બીજા રોહણ રૂપ કરાયો, ક્યારેક સંમૂચ્છિમ કરાયો, ક્યારેક વૃક્ષાકાર કરાયો, ક્યારેક ગુલ્મરૂપ કરાયો, ક્યારેક લતા સ્વરૂપ કરાયો, ક્યારેક વલ્લીના સ્વભાવવાળો કરાયો, ક્યારેક હરિત સ્વરૂપ કરાયો, અને તે સ્વરૂપે વર્તતા મને પ્રાપ્ત કરીને અન્ય ગામ-નગરના સંબંધી લોકો ભવિતવ્યતાની સમક્ષ જ કાંપતા એવા મને છેદે છે, ભેદે છે, દલે છે, પીસે છે, તોડે છે, લંચન કરે છે. કાપકૂપ કરે છે, બાળે છે, અનેક પ્રકારની કદર્થનાઓથી મારી કદર્થના કરે છે, તોપણ ભવિતવ્યતા=મારી પત્ની એવી ભવિતવ્યતા, તેમાં=લોકો દ્વારા કરાતી મારી કદર્થનામાં, ઉપેક્ષા કરે છે.
पृथ्वीत्वाऽवाप्तिः ततोऽतिवाहिते तथाविधदुःखैरनन्तकाले जीर्णायां पर्यवसानकालदत्तायां गुटिकायां दत्ता भवितव्यतया ममान्या गुटिका, तत्प्रभावाद् गतोऽहं द्वितीयपाटके। तत्र पार्थिवसंज्ञया लोकाः प्रतिवसन्ति। ततोऽहमपि तेषां मध्ये संपन्नः पार्थिवः, विडम्बितस्तत्र भवितव्यतयाऽपरापरगुटिकादानद्वारेण सूक्ष्मबादरपर्याप्तकाऽपर्याप्तकरूपतया कृष्णनीलश्वेतपीतलोहितवर्णादिरूपतया सिकतोपललवणहरितालमनःशिलाऽञ्जनशुद्धपृथिव्याद्याकारतया चासंख्येयं कालम्। तितिक्षितानि च तत्र पाटके वसता मया भेदनदलनचूर्णनखण्डनदहनादीनि दुःखानि।
સંસારીજીવને પૃથ્વીકાયપણાની પ્રાપ્તિ ત્યારપછી તે પ્રકારનાં દુઃખો વડે અનંતકાલ અતિવાહિત કરાવે છd=મારા વડે પસાર કરાયે છતે,