________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ જીવોના કુટુંબના સંબંધવાળો હું હતો, અને ત્યાં વસતા=અસંવ્યવહાર નામના નગરમાં વસતા મારો અનંતકાળ પસાર થયો.
तन्नियोगागमनम् अन्यदा दत्ताऽऽस्थाने तीव्रमोहोदयमहत्तमे तन्निकटवर्तिनि चात्यन्ताऽबोधबलाधिकृते प्रविष्टा समुद्रवीचिरिव मौक्तिकनिकरवाहिनी, प्रावृट्काललक्ष्मीरिव समुन्नतपयोधरा, मलयमेखलेव चन्दनगन्धधारिणी, वसन्तश्रीरिव रुचिरपतिलकाभरणा तत्परिणतिर्नाम प्रतीहारी। तया चावनितलन्यस्तजानुहस्तमस्तकया विधाय प्रणामं विरचितकरपुटमुकुलया विज्ञापितं देव! एष सुगृहीतनामधेयस्य देवस्य कर्मपरिणामस्य संबन्धी तन्नियोगो नाम दूतो देवदर्शनमभिलषन् प्रतीहारभूमौ तिष्ठति, तदेवमवस्थिते देवः प्रमाणमिति। ततो निरीक्षितं तीव्रमोहोदयेन ससंभ्रममत्यन्ताऽबोधवदनं, स प्राह शीघ्रं प्रवेशयतु तं भवती, ततो 'यदाज्ञापयति देव' इत्यभिधाय प्रवेशितः प्रतिहार्या तन्नियोगः । तेनापि सविनयमुपसृत्य प्रणतो महत्तमो बलाधिकृतश्च, अभिनन्दितस्ताभ्यां, दापितमासनं, उपविष्टोऽसौ कृतोचिता प्रतिपत्तिः, ततो विमुच्यासनं, बद्ध्वा करमुकुलं, कृत्वा ललाटतटे तीव्रमोहोदयेनोक्तम् अपि कुशलं देवपादानां महादेव्याः शेषपरिजनस्य च? तन्नियोगेनोक्तम् सुष्टु कुशलं, तीव्रमोहोदयेनोक्तम् अनुग्रहोऽयमस्माकं यदत्र भवतः प्रेषणेनानुस्मृता वयं देवपादैरित्यतः कथय तावदागमनप्रयोजनमिति। तनियोगेनोक्तम् कोऽन्यो भवन्तं विहाय देवपादानामनुग्रहार्हः?
તન્નિયોગનું આગમન અયદા ભરાયેલી સભામાં, તીવ્રમોહોદય મહત્તમ અને તેના નિકટવર્તી–તીવ્રમોહોદયના અત્યંત નિકટવર્તી, અબોધ નામનો બલાધિકૃત હોતે છતે તત્પરિણતિ નામની પ્રતિહારીએ પ્રવેશ કર્યોતે જીવની પરિણતિ રૂપ પ્રતિહારીએ પ્રવેશ કર્યો તે કેવી સુંદર છે તે બતાવે છે સમુદ્રના મોજાની જેવી મોતીના સમૂહને વહન કરનારી, વર્ષાઋતુની લક્ષ્મીની જેમ ઉન્નત પયોધર જેવીકવાદળા જેવી, મલયમેખલાની જેવી ચંદનગંધને ધારણ કરનારી, વસંત ઋતુની લક્ષ્મીની જેવી સુંદર પત્રતિલક આભરણવાળી, તપરિણતિ નામની પ્રતિહારીએ પ્રવેશ કર્યો.
સંસારી જીવોમાં જે તીવ્ર મોહના ઉદયનો પરિણામ છે તે અસંવ્યવહાર નગરનો પાલક છે. અને અત્યંતઅબોધનો જે પરિણામ છે તે નગરના જીવોનું રક્ષણ કરનાર છે તેથી જે જીવોમાં તીવ્રમોહનો ઉદય અને અત્યંત અબોધ વર્તે છે તે સર્વ અસંવ્યવહાર નામના નગરમાં રહેનારા જીવો છે, અને તે સર્વમાં પ્રસ્તુત સંસારી જીવ પણ અનંતકાળથી વસતો હતો. જ્યારે તે જીવમાં અસંવ્યવહારરાશિમાંથી નીકળીને સંવ્યવહાર રાશિની પ્રાપ્તિ થાય તેવી પરિણતિ પ્રગટ થઈ તે કંઈક શુભ છે જેનાથી તે જીવ અસંવ્યવહાર રાશિમાંથી સંવ્યવહાર રાશિમાં આવે છે. તે તત્પરિણતિ નામની પ્રતિહારી પ્રસ્તુત જીવને લેવા માટે તીવ્રમોહોદય