________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ શ્લોક :
वदनेन प्रविष्टो मे, जठरे निर्गतस्ततः ।
નીતઃ ના મિત્રેન, નર: સાસુન્દર: સારા. શ્લોકાર્ચ -
મારા વદનથી પ્રવેશ કરેલો પુરુષ જઠરમાંથી નીકળ્યો ત્યારપછી સર્વાંગસુંદર એવો નર કોઈક મિત્ર વડે લઈ જવાયો. ll૧૧II. શ્લોક :___ ततो हर्षविषादाढ्यं, वहन्ती रसमुत्थिता ।
तं स्वप्नं नरनाथाय, साऽऽचचक्षे विचक्षणा ।।१२।। શ્લોકાર્ચ -
તેથી હર્ષ અને વિષાદથી યુક્ત એવા રસને વહન કરતી ઉસ્થિત થયેલી વિચક્ષણ એવી તેણીએ પોતાના સ્વામીને તે સ્વપ્ન કહ્યું.
કોઈક જીવવિશેષ છે જેની કાલપરિણતિ સુંદર છે તે જીવની માતાને ગર્ભમાં પુત્ર આવવાથી જે પ્રકારનું સ્વપ્ન આવે છે, કાલપરિણતિનું તે સ્વપ્ન છે એ પ્રકારે તે જીવની માતાની સાથે અભેદ કરીને કહેવાય છે. તેથી કહ્યું કે કાલપરિણતિને પુત્રજન્મની ઇચ્છા થઈ અને તે પુત્રની માતાનાં અને પિતાનાં જે પ્રકારનાં કર્મો હતા તે માતાનાં અને પિતાનાં કર્મો અને તેની માતાની અને પિતાની કાલપરિણતિ તે બેના યોગથી જે પુત્ર થાય છે. તે પુત્રના પિતા અને માતા વિષયક જે આલાપ થાય છે તે કર્મપરિણામરાજા અને કાલપરિણતિનો આલાપ છે. એ પ્રકારનો ઉપચાર કરેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જ્યારે સર્વજીવોને આશ્રયીને કર્મપરિણામ ગ્રહણ કરવામાં આવે ત્યારે સંસારવર્તી જીવો જે કંઈ ભવોની પ્રાપ્તિ કરે છે, જે પ્રકારના ભાવોની પ્રાપ્તિ કરે છે અને જે પ્રકારે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે તે સર્વ જીવ સાધારણ એવું કર્મ કારણ છે અને જગતવર્તી સર્વજીવો અને સર્વપુદ્ગલોમાં જે જે પ્રકારનું પરિવર્તન થાય છે, તે સર્વ પ્રત્યે સર્વજીવોની અને સર્વપુગલોની સાધારણ કાલપરિણતિ કારણ છે. તેથી, જે જે પ્રકારનાં જે જે જીવોનાં કર્યો છે અને જે જે જીવોની જે જે પ્રકારની કાલપરિણતિ છે તે તે પ્રકારે તે તે જીવો સંસારરૂપી નાટકના સ્થાનમાં પોતપોતાનું નાટક ભજવે છે. અને વિવક્ષિત જીવને આશ્રયીને વિચારણા કરીએ ત્યારે તે જીવનું કર્મ અને તે જીવની કાલપરિણતિ જે જે કાળમાં જે જે પ્રકારની છે કે તે પ્રકારે તે જીવ તે તે ભવ અને તે તે ભવમાં તે તે ભાવો કરીને સંસારરૂપી નાટક કરે છે. વળી, કેટલાંક કાર્યો તે બે આદિ જીવોના સંયોગથી થાય છે. તેમાં તે બે આદિ જીવોનાં સંયુક્ત કર્મ કારણ છે અને તે બે આદિ જીવોની સંયુક્ત કાલપરિણતિ અને તે બે આદિના જીવોનાં સંયુક્ત કર્મો ભેગાં થઈને તે તે કાર્યો કરે છે. તેથી પ્રસ્તુતમાં જે માતા-પિતાને સુમતિ નામનો પુત્ર થવાનો છે તે બેનાં સમુદિત કર્મો અને તે બેની સમુદિત કાલપરિણતિ એક વિચારવાળી