________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૨ ) દ્વિતીય પ્રસ્તાવ
૧૨૭
પ્રકારની જિજ્ઞાસા થવાથી સદાગમના વચનને સ્વીકારીને અનુસુંદર ચક્રવર્તી પોતાને સંસારી જીવરૂપે ગ્રહણ કરીને અનાદિ નિગોદમાંથી નીકળીને પોતે ક્રમસર કઈ રીતે પંચેન્દ્રિયને પામે છે તેનું વિસ્તારથી વર્ણન કર્યું, તે સર્વ સાંભળીને ભવ્ય જીવને તે કથનમાં કંઈ બોધ નહીં થવાથી તે સર્વ વચનો અસંબદ્ધ લાગે છે. તેથી પ્રજ્ઞાવિશાલાને તેના ચરિત્ર વિષયક અનેક પ્રશ્ન કરે છે. તે સર્વનું ગંભીર તાત્પર્ય સંક્ષેપથી પ્રજ્ઞાવિશાલા બતાવે છે અને વિશેષથી પ્રસ્તુત અનુસુંદર ચક્રવર્તીનું ચરિત્ર પૂર્ણ થશે પછી તેની સ્પષ્ટતા કરશે તેમ કહીને પ્રજ્ઞાવિશાલા વિરામ પામે છે.
અને આ સર્વકથન કંઈક યોજન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
આ સંસારનગરની અંદર શ્રેષ્ઠ મનુષ્યભૂમિ છે. તેમાં ભવ્યપુરુષો થાય છે અને તે ભવ્યપુરુષો પણ કાળના પરિપાકથી અને કર્મના પ્રભાવથી થાય છે. તેથી જે જીવોને સિદ્ધિગમનનો કાળ પરિપાક થયો છે અને યોગમાર્ગને સેવીને ઉત્તમ પુણ્ય પ્રાપ્ત કર્યું છે તેઓ આ ઉત્તમનગરીમાં ઉત્પન્ન થાય છે તે બતાવવા માટે પ્રસ્તુત પ્રસ્તાવમાં પ્રથમ મનુષ્યનગરીનું વર્ણન કર્યું. તે નગરીમાં સદાગમને જાણનારા ઉત્તમપુરુષો થાય છે. અને તેમના વચનથી સન્માર્ગનો બોધ થાય છે. વળી, વિચારપરાયણ એવા ભવ્ય જીવો પણ તે સદાગમથી બોધ પામે છે. તે સર્વ બતાવીને અંતે સંસારી જીવ અવ્યવહારરાશિમાંથી નીકળીને તિર્યંચગતિમાં કઈ રીતે પરિભ્રમણ કરે છે તેનું વિસ્તારથી વર્ણન કર્યું, જે ચરિત્ર માત્ર અનુસુંદરચક્રવર્તીનું જ નથી પરંતુ સામાન્ય રીતે બધા જીવો તે પ્રકારે જ અનંતકાળથી પરિભ્રમણ કરતાં કરતાં તિર્યંચોમાં અનંતકાળ પસાર કરે છે. તેથી જેઓને આ સર્વ કથન યથાર્થ પ્રતિભાસ થાય છે, માટે સંસારના ઉચ્છેદના અત્યંત અર્થે થયા છે, તેથી પાપની વિરતિનો પરિણામ થયો છે તેવા મહાત્માઓ સંસારનું વાસ્તવિક સ્વરૂપ પુનઃ પુનઃ ભાવન કરીને તેના ઉચ્છેદના ઉપાયમાં દઢ ઉદ્યમ કરનારા થાય છે. વળી, જે મૂઢ ચિત્તવાળા છે તેઓને આ પ્રકારે વિસ્તારથી વર્ણન કરાયેલ સંસારના પરિભ્રમણનું સ્વરૂપ સાંભળીને પણ સંસારથી વિરક્તભાવ થતો નથી, પણ ભોગવિલાસમય સંસાર સુંદર લાગે છે. તેઓ ખરેખર શરીરથી મનુષ્ય હોવા છતાં કાર્યથી પશુ છે, મનુષ્ય નથી. इत्युपमितिभवप्रपञ्चायां कथायां संसारिजीवचरिते तिर्यग्गतिवक्तव्यतावर्णनो नाम
દ્વિતીયઃ પ્રસ્તાવઃ સમાતઃ મારા આ પ્રકારે પ્રસ્તુત પ્રસ્તાવનું નિગમન કરીને ગ્રંથકારશ્રી કહે છે ઉપમિતિભવપ્રપંચ નામની કથામાં સંસારી જીવન ચરિત્રમાં અનેક ગતિઓના વર્ણનના પ્રસ્તાવમાંથી તિર્યંચગતિના
વક્તવ્યતાના વર્ણનરૂપ બીજો પ્રસ્તાવ અહીં પૂરો થાય છે.
અનુસંધાન : ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ (તૃતીય પ્રસ્તાવ)