________________
૧૨૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ પ્રાદુર્ભાવ થયો. પૌરુષપણું પરિત્યાગ કરાયું. દેવ્ય સ્વીકાર કરાયું. સ્વાર્થતાનો આશ્રય કરાયો, અહંકાર દૂર થયો=આ હાથિણીઓનો હું સ્વામી છું એ પ્રકારનો અહંકાર દૂર થયો, યૂથનો પરિત્યાગ કરાયો. એક દિશાને ગ્રહણ કરીને હું પલાયન થયો. થોડોક ભૂમિભાગ ગયો અને ત્યાં ચિરંતન ગામના પશુસંબંધી વિશાલ શુષ્ક અંધ કૂવો હતો અને તે કૂવો, તટવર્તી તૃણથી ઢંકાયેલો હોવાને કારણે અને ભયથી આકુલપણું હોવાને કારણે વેગથી દોડતા એવા મારા વડે જોવાયો નહીં. તેથી, ત્યાં=ને કૂવામાં. મારા અગ્ર બે પગો પ્રવેશ પામ્યા. તેથી નિરાલંબનપણું હોવાને કારણે તે બે પગના સ્થાને સ્થિર ભૂમિ નહીં હોવાથી ઊભા રહેવાનું આલંબન નહીં હોવાને કારણે, પાછળનો ભાગ ફેંકાયો, તેથી હું ઉત્તાનશરીરવાળો તે અંધકૂવામાં પડ્યો. ગાત્રના ભારથી સંચૂણિત થયો. ક્ષણમાત્રમાં મૂચ્છિત થયો. કોઈક રીતે ચેતના પ્રાપ્ત થઈ, જ્યાં સુધી શરીરને હલાવવા માટે પણ સમર્થ થયો નહીં અને સર્વ અંગોમાં તીવ્રવેદના પ્રાદુર્ભત થઈ, તે પછી મને પશ્ચાતાપ થયો. અને મારા વડે વિચારાયું – મારા જેવાને આવું જ ઘટે છે=આ રીતે કૂવામાં પડે અને હાડકાં ભાંગે એ જ ઘટે છે. કેમ ? એથી કહે છે – સ્વીકારાયેલા સેવકભાવવાળા, ચિરકાલપરિચિત, ઉપકારક, આપત્તિમાં નિમગ્ન, અનુરક્ત એવા સ્વજન વર્ગને છોડીને કૃતધ્યપણાથી કુક્ષિસ્મૃરિતાને સ્વીકારતોઃસ્વાર્થતાને સ્વીકારતો, જે પલાયન થાય એવા મારા જેવાને આ ઘટે છે એમ અવય છે. અહો મારી નિર્લજ્જતા, મારામાં પણ યુથઅધિપતિ શબ્દ રૂઢ થયો, તે કારણથી આના વડે શું?=મને જે આ દુઃખ થયું એના વડે શું? હમણાં સ્વચેષ્ટા અનુરૂપ જ આ મને પ્રાપ્ત થયું=મેં સ્વાર્થપણાથી બધાનો દ્રોહ કર્યો એવી સ્વચેષ્ટા અનુરૂપ જ આ મને પ્રાપ્ત થયું, આથી=હું સ્વજનનો દ્રોહી હોવાથી મને જે ફળ મળ્યું આથી, મનમાં મારા વડે ખેદ કરાવો જોઈએ નહીં. તેથી આ ભાવના વડે=આગળમાં વર્ણન કર્યું એ પ્રકારની ભાવના વડે, થોડો માધ્યથ્થભાવ સ્વીકારાયો=કષાયોની આકુળતા વગર પદાર્થના વાસ્તવિક સ્વરૂપ જોવાને અનુકૂળ માધ્યચ્યભાવ મારા વડે સ્વીકારાયો, થતી પણ તીવ્ર વેદના સહન કરાવાઈ, તે અવસ્થાવાળો સાત રાત્રિ સુધી હું રહ્યો.
પુષ્પોન સદ માનવમવપ્રાપ્તિ अत्रान्तरे तुष्टा ममोपरि भवितव्यता, ततस्तयाऽभिहितम्-साधु! आर्यपुत्र! साधु! शोभनस्तेऽध्यवसायः, तितिक्षितं भवता परमं दुःखं, तुष्टाऽहमिदानीं भवतोऽनेन चेष्टितेन, नयामि भवन्तं नगरान्तरे। मयाऽभिहितम्-यदाज्ञापयति देवी, ततो दर्शितस्तया सुन्दराकारः पुरुषः, अभिहितश्चाहं यथा-आर्यपुत्र! तुष्टया मयाऽयमधुना भवतः सहायो निरूपितः पुण्योदयो नाम पुरुषः, तदनेन सह भवता गन्तव्यं, मयाऽभिहितम्- यदाज्ञापयति देवी। अत्रान्तरे जीर्णा मे पूर्वदत्ता गुटिका, ततः प्रयुक्ताऽन्या गुटिका भवितव्यतया, अभिहितं च तया, यथा-आर्यपुत्र! तत्र गतस्यायं पुण्योदयस्ते प्रच्छन्नरूपः सहोदरः सहचरश्च भविष्यतीति।