________________
૧૨૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
શ્લોક :
प्रस्तावेऽत्र निवेदितं तदतुलं संसारविस्फूर्जितं, धन्यानामिदमाकलय्य विरतिः संसारतो जायते । येषां त्वेष भवो विमूढमनसां भोः! सुन्दरो भासते,
ते नूनं पशवो न सन्ति मनुजाः कार्येण मन्यामहे ।।३।। શ્લોકાર્થ :
આ પ્રસ્તાવમાં અતુલ સંસારનું વિલસિત નિવેદન કરાયું અસાધારણ સંસારમાં બધાથી અનુભવાતું નિવેદન કરાયું. આને સાંભળીને=પ્રસ્તુત કથામાં બુધ એવા અનુસુંદર ચક્રવર્તી વડે જે સંસારનું વિક્રૂર્જિત નિવેદન કરાયું અને સાંભળીને, ધન્ય જીવોને સંસારથી વિરતિ થાય છે. વળી, વિમૂઢ મનવાળા એવા જીવોને આ ભવ સુંદર ભાસે છે. તે ખરેખર પશુઓ છે, કાર્યથી મનુષ્ય નથી, એમ અમે માનીએ છીએ. II3II ભાવાર્થ -
અગૃહતસંકેતા પ્રજ્ઞાવિશાલાને પ્રશ્ન કરે છે કે કર્મપરિણામરાજા નિર્બીજ અને કાલપરિણતિ વંધ્યા છે છતાં હમણાં તેણે ભવ્યપુરુષને જન્મ આપ્યો છે તે પ્રકારનું કથન કોઈક મહાત્મા કરે છે તે કઈ રીતે સંગત છે ? તેની સ્પષ્ટતા અગૃહતસંકેતાને કર્યા પછી અગૃહીતસંકેતાએ પ્રશ્ન કરેલો કે આ સદાગમ કહે છે કે ભવ્ય પુરુષ આવા ગુણવાળો થશે તે ભાવિકાલનાં કથનો કઈ રીતે કહી શકે ? તેના સમાધાનરૂપે પ્રજ્ઞાવિશાલા સદાગમ કેવા ઉત્તમગુણવાળા છે, કઈ રીતે સંસારી જીવોને માટે એકાંતે કલ્યાણના કારણ છે ઇત્યાદિ સદાગમનું વિસ્તારથી સ્વરૂપ બતાવ્યું. જેનાથી ભગવાનના વચનરૂપ સદાગમ પ્રસ્તુત ભવ્ય જીવના ભાવિ કથનને કહે છે તે પણ સંગત છે, તેથી અગૃહતસંકેતાને સદાગમનો પરિચય કરવાની જિજ્ઞાસા થાય છે. અને અગૃહતસંકેતા શંકા થયેલ કે પ્રજ્ઞાવિશાલા સત્યભાષી છે તોપણ સદાગમમાં સર્વગુણો કહે છે તે અસંભાવી પ્રાયઃ છે. તે શંકા સદાગમને જોવા માત્રથી દૂર થાય છે. વળી, સદાગમ પાસે અગૃહીતસંકેતા, પ્રજ્ઞાવિશાલા અને ભવ્યપુરુષ બેઠેલાં છે. ત્યાં જ કંઈક કોલાહાલ સંભળાવાથી બધા જીવોનું ધ્યાન તે કોલાહલ તરફ જાય છે અને તે કોલાહલ અનુસુંદર ચક્રવર્તીના નરકગમનને અનુકૂલ વ્યાપારરૂપ છે તેવો નિર્ણય કરીને પ્રજ્ઞાવિશાલા સાધ્વી તેને બોધ કરાવા જાય છે. પ્રજ્ઞાવિશાલાથી બોધ પામેલ તે અનુસુંદર ચક્રવર્તી સદાગમ પાસે આવે છે અને અગૃહીતસંકેતાને ભ્રમ ન થાય માટે પોતે ચોરી કરેલી છે અને ફાંસીની સજા થયેલી છે તેના માટે લઈ જવાય છે એ પ્રકારના ગંભીર તાત્પર્યથી અને પ્રજ્ઞાવિશાલાએ પૂર્વમાં કહેલ તેનો વિરોધ ન થાય તે પ્રયોજનથી ચોરને જે રીતે ફાંસી માટે લઈ જવાય તેવું જ બાહ્ય સ્વરૂપ ધારણ કરીને તે ચક્રવર્તી સદાગમ પાસે આવે છે. અગૃહતસંકેતાને તેના પ્રત્યે કંઈક દયાની લાગણી થાય છે અને કંઈક કુતૂહલ થાય છે. તેથી તેણે શું અકાર્ય કર્યું છે જેથી તેને આ રીતે ફાંસીની સજા કરવામાં આવે છે, એ