________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ કેવલીઓ, ઉત્તમ ઋષિઓ, મહર્ષિઓ વસે છે. તેથી રત્નાકરથી પૂર્ણ છે. વળી, સર્વપુરુષાર્થને સફળ કરાવીને એકાંતે જીવ હિત સાધી શકે તેવી ઉત્તમવિધા આ નગરીમાં જ પ્રાપ્ત થાય છે તેથી ઉત્તમ વિધાભૂમિ છે. વળી, આ નગરી મન અને ચક્ષને આનંદ દેનારી છે; કેમ કે આ નગરીમાં ઉત્તમપુરુષો, ઉત્તમ એવો સન્માર્ગ અને તે સન્માર્ગ ઉપર ચાલનારા મહાત્માઓ દેખાય છે, જેને જોઈને યોગ્ય જીવોને મનમાં આનંદ થાય છે અને ઉત્તમપુરુષોના દર્શનથી ચક્ષને પણ આનંદ થાય છે. વળી, આ નગરી દુઃખોના સમૂહને વિનાશ કરનારી છે; કેમ કે વિવેકીપુરુષો મનુષ્યભવને પામીને અવશ્ય દુઃખની પરંપરાના કારણભૂત ક્લિષ્ટ સંસ્કારોને, ક્લિષ્ટ કર્મોને સુખપૂર્વક આ નગરીના આલંબનથી નાશ કરી શકે છે. llciા. શ્લોક :
साऽखिलाश्चर्यभूयिष्ठा, सा विशेषसमन्विता ।
सा मुनीन्द्रसमाकीर्णा, सा सुश्रावकभूषिता ।।९।। શ્લોકાર્ચ -
તે આ નગરી, અખિલ આશ્ચર્યથી ભૂયિષ્ઠ છે=જગતમાં જે કંઈ શ્રેષ્ઠતાની પ્રાપ્તિ થાય છે તે સર્વની પ્રાપ્તિના સ્થાનભૂત આ નગરી હોવાથી બધાં આશ્ચર્યોથી અતિશયવાળી છે. તે નગરી, વિશેષથી સમન્વિત છે અનેક પ્રકારના વિશેષભાવોથી સમન્વિત છે, તે નગરી મુનીન્દ્રોથી સમાકર્ણા છેઅનેક મહાસાત્વિક સાધુઓ આ નગરીમાં વસી રહ્યા છે, વળી, તે નગરી સુશ્રાવકોથી ભૂષિત છે-મુનિઓની ઉપાસના કરીને મુનિતુલ્ય થવા માટે શક્તિનો સંચય કરનારા ઉત્તમશ્રાવકોથી આ નગરી ભૂષિત છે. Ilell શ્લોક :
सा जिनेन्द्राभिषेकादितोषिताखिलभव्यका ।
साऽपवर्गाय भव्यानां, सा संसाराय पापिनाम् ।।१०।। શ્લોકાર્ધ :
તે નગરી, ભગવાનના અભિષેક આદિથી તોષિત થયેલા અખિલ ભવ્ય જીવોવાળી છે=આ નગરીમાં જ્યારે જ્યારે તીર્થંકરો થાય છે ત્યારે ત્યારે તીર્થકરોના અભિષેક આદિ કરીને દેવ, મનુષ્યઆદિને હર્ષ કરનારી છે. જ્યારે જ્યારે સાક્ષાત્ તીર્થકરોનો વિરહ હોય છે ત્યારે પણ ભવ્યજીવો શાસ્ત્રના વચનના બળથી તીર્થકરોના પારમાર્થિક સ્વરૂપને જાણીને તેવા સ્વરૂપવાળા ભગવાનની જ આ પ્રતિમા છે તેની સ્મૃતિ કરીને તેઓ તે પ્રતિમાનો અભિષેક આદિ કરે છે. ત્યારે સાક્ષાત્ જિનેન્દ્રના અભિષેક તુલ્ય તોષને કરાવનારી આ નગરી યોગ્ય જીવો માટે બને છે. તે નગરી, ભવ્ય જીવોના અપવર્ગ મોક્ષ માટે છે; કેમ કે ભવ્ય જીવો ઉત્તમ નગરીને પ્રાપ્ત કરીને તે ઉત્તમ નગરીથી જે ઉત્તમતા પ્રાપ્ત થઈ શકે છે તે સર્વ ઉત્તમતા સ્વશક્તિ અનુસાર સદા પ્રાપ્ત