________________
૯૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ અત્યંતઅબોધવાળો છે તેનું સૂચન કરે છે, માટે મારા વડે હસાયું. વળી ભવિતવ્યતા અત્યંતઅબોધને કહે છે, અનંતકાલભાવિ પણ સર્વ વ્યતિકરોને હું જાણું છું, વળી સાંપ્રતકાલીન આ વ્યતિકરોને કહેવું જ શું?
અનંતકાળમાં જે જીવના જે જે ભાવો કરવાના હોય તે તે સર્વભાવો તે જીવતી ભવિતવ્યતા જાણે છે આથી, તે તે ભાવ તે તે કાળમાં તે તે રીતે સતત તે તે જીવમાં પ્રગટ કરવા માટે પ્રયત્નવાળી છે, તેથી વર્તમાનમાં જે જે જીવોને અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં લાવવાના છે તે વર્તમાનકાલીન વ્યતિકરને તો તે જાણે છે. આથી, નિપ્રયોજનપણું હોવાથી=ભવિતવ્યતાને તક્તિયોગને વ્યતિકર કહેવાનું નિપ્રયોજનપણું હોવાથી, મને આ તારું કથન કંઈ અર્થવાળું નથી, એથી મારા વડે હસાવું, એ પ્રમાણે ભવિતવ્યતા કહે છે. અત્યંતઅબોધ કહે છે – આ સત્ય છે=ભવિતવ્યતાએ જે કહ્યું એ સત્ય છે, મારા વડે તમારું માહાભ્ય વિસ્તૃત થયું=ભવિતવ્યતાનું અદ્દભૂત માહાભ્ય છે તે વિસ્તૃત થયું, આ મારો એક અપરાધ તારા વડે=ભવિતવ્યતા વડે, સહન કરવો જોઈએ અને અત્યંતઅબોધ કહે છે – જે જીવો અહીં=અવ્યવહાર-રાશિમાંથી વ્યવહારરાશિમાં બીજા પ્રસ્થાપનને ઉચિત, છે તેઓને તું પ્રસ્થાપિત કર, અમારા વ્યાપાર વડે શું ? ભવિતવ્યતા વડે કહેવાયું – એક આ જ મારો ભર્તા પ્રસ્થાપનને યોગ્ય છે. અર્થાત્ એક અનુસુંદર ચક્રવર્તીનો જીવ ભવિતવ્યતાનો ભત પ્રસ્થાપનને યોગ્ય છે અર્થાત્ અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં મોકલવા યોગ્ય છે.
અને અન્ય જેઓ તજાતીય છે=મારા ભર્તાના જેવા જ કંઈક પ્રસ્થાને યોગ્ય થયા છે તેઓ પ્રસ્થાન યોગ્ય છે. બલાધિકૃત વડે કહેવાયું – તું જ=ભવિતવ્યતા જ, જાણે છે. તે કારણથી અહીં= અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં મોકલવા યોગ્ય જીવોના વિષયોમાં, કહેવા વડે શું? ત્યારપછી ભવિતવ્યતા નીકળી, મારી સમીપે આવી=અનુસુંદર ચક્રવર્તીના જીવ સમીપમાં આવી, વ્યતિકર કહ્યો=અન્ય સ્થાનમાં જવાનું છે એ પ્રકારનો પ્રસંગ ભવિતવ્યતાએ મને કહ્યો=અનુસુંદર ચક્રવર્તીતા જીવને કહ્યું. મારા વડે કહેવાયું=અનુસુંદર ચક્રવર્તી પોતાની કથા કરતાં અગૃહીતસંકેતાને કહે છે મારા વડે કહેવાયું=ભવિતવ્યતાને કહેવાયું, જે દેવી જાણે છે=મારે ક્યાં જવું તે દેવી જાણે છે. ત્યારપછી, હું અને મારી જાતીયવાળા અન્ય તક્તિયોગના અભિપ્રેતસંખ્યાના અનુસારથી ચાલ્યા=ભવિતવ્યતા દ્વારા અન્ય સ્થાનમાં મોકલવા માટે ચાલ્યા, અને ભવિતવ્યતા વડે મહત્તમ અને બલાધિકૃત કહેવાયા. શું કહેવાયું ? તે ‘દુતથી બતાવે છે – મારા વડે અને તમારા વડે આ બધાની સાથે જવું જોઈએ જે કારણથી ભતૃદેવતા નારી છે એથી મારા વડે સંસારી જીવ મુકાવો જોઈએ નહીં અને જે કારણથી તમારું પણ પ્રતિજાગરણીય એકાક્ષનિવાસ નામનું નગર છે. ત્યાં=એકાક્ષ નામના નગરમાં, આ લોકોએ=અનુસુંદર ચક્રવર્તીના જીવ વગેરે લોકોએ, પ્રથમ જવું જોઈએ, આથી તમારી સાથે જ=મહત્તમ અને બલાધિકૃત સાથે જ, આમને=આ બધા જીવોને ત્યાં એકેન્દ્રિય નામના નગરમાં, રહેવા માટે ઘટે છે. અન્યથા નહીં=ભવિતવ્ય મહત્તમ બલાધિકૃત આવે તો ત્યાં રહેવું ઘટતું નથી. માટે તમારે સાથે આવવું જોઈએ એમ યોજન છે.