Book Title: Upmiti Bhav Prapancha Katha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 119
________________ ૧૦૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ પ્રવતાડવાતિઃ अन्यदा कर्मपरिणाममहाराजादेशेनैवानुमतो महत्तमबलाधिकृताभ्यां निःसारितस्ततोऽपवरकन्यायाद् भवितव्यतया, धारितस्तत्रैव पाटके पुनरसंख्यकालं प्रत्येकचारितयेति। इतश्च पूर्वमेव कर्मपरिणाममहाराजेन परिपृच्छ्य लोकस्थितिं समालोच्य सह कालपरिणत्या, ज्ञापयित्वा नियतियदृच्छादीनां, अनुमतेः भवितव्यतायाः, अपेक्ष्य विचित्राकारं लोकस्वभावं, आत्मीयसामर्थ्यप्रभवैः परमाणुभिर्निष्पादिताः सर्वार्थकारिण्य एकभववेद्यसंज्ञाः प्रधानगुटिकाः समर्पिता भवितव्यतायाः। सा चाभिहिता तेन यथाभद्रे! समस्तलोकव्यापारकरणोद्यता त्वं श्रान्ताऽसि समस्तलोकानां क्षणे क्षणे नानाविधसुखदुःखादिकार्याणि संपादयन्ती ततो गृहाणामूर्गुटिकाः, ततस्त्वया तासामेकैकस्य सत्त्वस्य जीर्णायां जीर्णायामेकैकस्यां गुटिकायामन्या दातव्या, ततः संपादयन्त्येताः स्वयमेव विविधमप्येकत्र जन्मवासके वसत्सु प्रत्येक सत्त्वेषु तवेष्टं सर्वं प्रयोजनमिति भविष्यति ते निराकुलता। ततः प्रतिपन्नं भवितव्यतया तद्राजशासनं, विधत्ते च सकलकालं समस्तसत्त्वानां तथैव सा तं गुटिकाप्रयोगम्। પ્રત્યેકતાની પ્રાપ્તિ અચદા કર્મપરિણામ મહારાજાના આદેશથી જ માન્ય કરાયેલો, મહત્તમ બલાધિકૃતથી નિઃસારણ કરાયેલો, અપવરકના ચાયથી ભવિતવ્યતા વડે ત્યાંથી બાદર નિગોદમાંથી તે જ પાટકમાં=વનસ્પતિનામના જ પાડામાં, પ્રત્યેકચારિપણાથી અસંખ્યકાલ ધારણ કરાયો અને આ બાજુ લોકસ્થિતિને પૂછીને કાલપરિણતિ સાથે સમાલોચન કરીને, નિયતિ, યદચ્છાદિને જણાવીને ભવિતવ્યતાને અનુમત હોતે છતે, વિચિત્રાકારવાળા લોક સ્વભાવની અપેક્ષા રાખીને, આત્મીય સામર્થથી પ્રભવ એવા પરમાણુથી નિષ્પાદિતઃકર્મપરિણામરાજાના સામર્થ્યથી પ્રભવ એવા પરમાણુથી નિષ્પાદિત સર્વ અર્થને કરનારીજીવના સર્વપ્રયોજનને કરનારી, એક ભવવેદ્ય સંજ્ઞાવાળી પ્રધાન ગુટિકા પૂર્વમાં જ કર્મપરિણામ મહારાજા વડે ભવિતવ્યતાને સમર્પિત કરાઈ, અને તે=ભવિતવ્યતા, કર્મપરિણામરાજા વડે કહેવાઈ – શું કહેવાઈ ? તે “યથા'થી બતાવે છે. તે ભદ્ર ! ભવિતવ્યતા ! સમસ્ત લોકોના ક્ષણ ક્ષણમાં=દરેક ક્ષણમાં, જુદા જુદા પ્રકારનાં સુખદુઃખ કાર્યોને સંપાદન કરતી સમસ્તલોક વ્યાપાર કરવામાં ઉધત એવી તું શ્રાંત છે, તેથી આ ગુટિકાઓને તું ગ્રહણ કર. તેમાંથી મારા વડે અપાયેલી ગુટિકાઓમાંથી, એક એક જીવતી એક એક ગુટિકા જીર્ણ થયે છતે, તેઓને અન્ય ગુટિકા આપવી જોઈએ=તારા પતિને નવી નવી ગુટિકા આપવી જોઈએ, તેથી=મારા વડે અપાયેલી આ ગુટિકા તું તે જીવોને આપીશ તેથી, આ ગુટિકાઓ એક જન્મવાસકમાં વસતા પ્રત્યેક જીવોમાં સ્વયં જ વિવિધ પણ તારા સર્વ ઈષ્ટ પ્રયોજનને સંપાદન કરે છે. એથી તને નિરાકુલતા થશે, તેથીઃકર્મપરિણતિરાજાએ આ પ્રમાણે ભવિતવ્યતાને કહ્યું તેથી, ભવિતવ્યતા વડે તે રાજશાસન સ્વીકારાયું–કર્મપરિણામરાજાની આજ્ઞા સ્વીકારાઈ, અને સમસ્ત જીવોનું સકલકાલ તે=ભવિતવ્યતા, તે ગુટિકાના પ્રયોગને તે પ્રમાણે

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146