Book Title: Upmiti Bhav Prapancha Katha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
પાંચમા પાડામાં હું ગયો, ત્યાં પણ=પાંચમા પાડામાં પણ, વાયવીય નામના અસંખ્ય ક્ષત્રિયો વસે છે. ત્યારપછી હું પણ ત્યાં ગયેલો સ્પર્શ દ્વારા જ્ઞાત થયો, ચક્ષુવાળા જીવોને રૂપથી અલક્ષ્ય થયો. સંસ્થાનથી પતાકા-આકારવાળો વાયવીય નામનો ક્ષત્રિય થયો. ત્યાં રહેલો હું=અનુસુંદર ચક્રવર્તીનો જીવ મુત્કલિકાવાત, મંડલિકાવાત, ગુંજાવાત, ઝંઝાવાત, સંવર્તકવાત, ઘનવાત, તનુવાત, શુદ્ધવાત ઇત્યાદિ નામો વડે બોલાવાયો, ત્યાં મને શસ્ત્રના અભિઘાત, નિરોધ આદિ અનેક પ્રકારનાં દુ:ખો ઉત્પન્ન થયાં, ત્યાં પણ=વાયુકાયમાં પણ, સૂક્ષ્મ બાદર પર્યાપ્તક, અપર્યાપ્તક, આકારરૂપણાથી ભમરીઓ લેતાં અસંખ્યકાલ સુધી ભવિતવ્યતા વડે વિડંબના કરાયો.
૧૦૮
पुनर्वनस्पत्यादौ गमनम्
ततस्तदवसाने जाते पर्यन्तगुटिकाजरणे दत्त्वाऽपरां गुटिकां पुनर्नीतोऽहं प्रथमपाटके भवितव्यतया । स्थितस्तत्र पुनरनन्तं कालं, ततः पुनरपरापरगुटिकाप्रयोगेणैव प्रापितो द्वितीयादिपाटकेषु, स्थितश्चैकैकस्मिन्नसंख्येयं कालम् । ततश्चानेन प्रकारेण तस्मिन्नेकाक्षनिवासे नगरे कारितोऽहमनन्तवाराः समस्तपाटकपर्यटनविडम्बनं तीव्रमोहोदयात्यन्ताऽबोधयोः समक्षं भवितव्यतया ।
સંસારીજીવનું ફરીથી વનસ્પતિકાય આદિમાં ગમન
ત્યારપછી તેના અવસાનમાં પર્યંત ગુટિકા જીર્ણ થયે છતે=વાયુકાયના અસંખ્ય ભવોમાંથી છેલ્લા ભવની ગુટિકા જીર્ણ થયે છતે અપર ગુટિકાને આપીને હું ફરી ભવિતવ્યતા વડે પ્રથમ પાડામાં=વનસ્પતિકાય નામના પાડામાં લઈ જવાયો. ત્યાં=વનસ્પતિમાં, વળી અનંતકાલ રહ્યો. ત્યારપછી ફરી બીજી ગુટિકાના પ્રયોગથી બીજા આદિ પાડાઓમાં=બીજા, ત્રીજા પાડાઓમાં પ્રાપ્ત કરાયો, અને એક એક પાડામાં અસંખ્યકાલ રહ્યો અને તેથી આ પ્રકારે તે એકાક્ષનિવાસ નગરમાં તીવ્રમોહોદય અને અત્યંતઅબોધની સમક્ષ ભવિતવ્યતા વડે હું સમસ્તપાટકની પર્યટન વિડંબનાને અનંત વખત કરાવાયો—તે એકાક્ષનગરમાં મારી સાથે તીવ્ર મોહોદય અને અત્યંતઅબોધ હતા અને તેઓના સમક્ષ જ નવી નવી ગુટિકાઓ આપીને ભવિતવ્યતા વડે મારી વિડંબના કરાવાઈ.
विकलाक्षपाटके वासः
अन्यदा मनाक् प्रसन्नचित्तयाऽभिहितं यथा- - आर्यपुत्र ! स्थितो भूयांसं कालं त्वमत्र नगरे, ततोऽपनयामि भवतः स्थानाजीर्णम्, नयामि भवन्तं नगरान्तरे । मयोक्तम् - यदाज्ञापयति देवी । तदा प्रयुक्ता गुटिका भवितव्यतया । इतश्चास्ति विकलाक्षनिवासं नाम नगरं, तत्र च त्रयः प्रधानपाटका विद्यन्ते, तस्य नगरस्य परिपालकः कर्म्मपरिणाममहाराजनियुक्त एवोन्मार्गोपदेशो नाम महत्तमः, तस्य च माया नाम गृहिणी ।

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146