________________
૧૦૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ
સંસારીજીવનો વિકલાક્ષનગરના વાડાઓમાં નિવાસ અચદા કંઈક પ્રસન્નચિત્તપણાથી ભવિતવ્યતા વડે હું કહેવાયો – શું કહેવાયો ? તે “યથા'થી બતાવે છે – હે આર્ય પુત્ર ! ઘણો કાલ તું આ નગરમાં રહેલો છે, તેથી તારા સ્થાનના અજીર્ણને હું દૂર કરું= અત્યાર સુધી આ સ્થાન તારું જીર્ણ થયું ન હતું તેથી અજીર્ણ હતું માટે તું આ સ્થાનમાં જ ભમતો હતો. હવે આ સ્થાનના અજીર્ણને દૂર કરીને તને નવું સ્થાન આપું એ પ્રમાણે ભવિતવ્યતા મને કહે છે અને કહે છે કે તને નગરાંતરમાં લઈ જઉં, મારા વડે કહેવાયું – જે દેવી આજ્ઞા કરે છે. ત્યાં ભવિતવ્યતા વડે ગુટિકાનો પ્રયોગ કરાયો=નવા ભવને અનુકૂળ નવી ગુટિકા ભવિતવ્યતા વડે અપાઈ. અને આ બાજુ વિકલાક્ષ નામનું નગર છે. અને ત્યાં પ્રધાન ત્રણ પાડાઓ વિદ્યમાન છે. તે નગરનો પરિપાલક કર્મપરિણામ મહારાજથી નિયુક્ત ઉભાર્ગ ઉપદેશ નામનો મહત્તમ છે અને તેની માયા નામની ગૃહિણી છે એકાક્ષનગરમાં તીવ્ર મહોદય અને અત્યંતઅબોધ હતા જ્યારે વિકસેન્દ્રિયમાં તે બે પરિણામો જીવમાં નથી. પરંતુ કંઈક ચેતના સ્પષ્ટ થવા છતાં ઉન્માર્ગનો ઉપદેશક જ તેમનો પ્રવર્તક છે અને પ્રધાન રૂપે માયાની પરિણતિ તે જીવોમાં વર્તે છે તેથી, તે વિકસેન્દ્રિય વગરનું સંચાલન ઉન્માર્ગ ઉપદેશક કરે છે અને તેમની માયાજામની ગૃહિણી છે.
ततोऽहं गुटिकामाहात्म्येन प्राप्तस्तत्र प्रथमे पाटके। तस्मिंश्च सप्तकुलकोटिलक्षवर्तिनोऽसंख्येया द्विहषीकाभिधानाः कुलपुत्रकाः प्रतिवसन्ति। ततोऽहमपि संपन्नस्तेषां मध्ये द्विहषीकः, ततोऽपगता मे सा सुप्तमत्तमूर्छितमृतरूपता, जातो मनागभिव्यक्तचैतन्यः।
સંસારીજીવને બેઈન્દ્રિયપણાની પ્રાપ્તિ ત્યારપછી=પ્રથમ પાડામાં અંતે અન્ય પાડાની ગુટિકા આપી ત્યારપછી, હું ગુટિકાના માહાભ્યથી ત્યાં=વિકાલક્ષતગરમાં, પ્રથમ પાડામાં પ્રાપ્ત થયો. અને તેમાં વિકાસનગરના પ્રથમ પાડામાં, સાત ક્રોડલાખ વર્તી કુલવાળા અસંખ્ય બેઈન્દ્રિય નામના કુલપુત્રકો વસે છે. તેથી હું પણ તેઓની મધ્યમાં બેઇન્દ્રિયવાળો સંપન્ન થયો. તેથી મારી સુપ્ત, મત, મૂચ્છિત, મૃતરૂપતા જે એકેન્દ્રિયમાં હતી તે દૂર થઈ. હું માગું અભિવ્યક્ત ચૈતન્યવાળો થયો. બ્લોક :
ततश्चकृतोऽहं गुटिकादानद्वारेणैव ततस्तया । कृमिरूपोऽशुचिस्थाने, महापापः स्वभार्यया ।।१।।