Book Title: Upmiti Bhav Prapancha Katha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 132
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ શ્લોક ઃ एवं च स्थिते क्वचित्पर्याप्तरूपेण, तथाऽपर्याप्तरूपकः । तेषु त्रिष्वपि पत्न्याऽहं, पाटकेषु विनाटितः ।।१०।। શ્લોક ઃ શ્લોકાર્થ ઃ અને આ પ્રમાણે સ્થિત હોતે છતે=વિકલેન્દ્રિયમાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયમાં, ફરી ફરી પરાવર્તન કરતો હું રહ્યો એ પ્રમાણે હોતે છતે, ક્યારેક પર્યાપ્તરૂપથી અને અપર્યાપ્તરૂપવાળો એવો હું તે ત્રણેય પણ પાડાઓમાં પત્ની વડે વિનાટક કરાયો=ભવિતવ્યતા દ્વારા, પર્યાપ્ત, અપર્યાપ્ત સ્વરૂપે અનેક વખત વિડંબના કરાયો. II૧૦]I पञ्चाक्षपशुसंस्थाने विविधकदर्थनाप्राप्तिः अथान्यदा प्रहृष्टेन चेतसा भवितव्यता । ज्ञात्वा तदुचितं कालं ततश्चेदमभाषत ।। ११ । । સંસારીજીવને તિર્યંચપંચેન્દ્રિય સંસ્થાનમાં વિવિધ કદર્થનાની પ્રાપ્તિ ૧૧૫ શ્લોકાર્થ ઃ હવે, અન્યદા પ્રહષ્ટચિત્તથી ભવિતવ્યતા તેના ઉચિત કાલને જાણીને ત્યારપછી આ બોલી= આગળની ગાથામાં કહે છે એ બોલી. ।।૧૧।। શ્લોક ઃ આર્યપુત્ર! મવન્ત ત્રિ, નવામિ નારાન્તરમ્? | विकलाक्षनिवासेऽत्र, नगरे नास्ति ते धृतिः ।।१२।। શ્લોકાર્થ : આર્યપુત્ર ! તને શું નગરાંતરમાં લઈ જઉં ? વિકલાક્ષનિવાસ નામના આ નગરમાં તને ધૃતિ નથી. અત્યાર સુધી વિકલાક્ષનગ૨માં અનેક વખત ભટકીને કંઈક જ્ઞાનાવરણીય આદિ કર્મો ક્ષીણ થવાથી વિકલાક્ષનગ૨માં ૨હેવાને અનુકૂળ તારી ધૃતિ નષ્ટ થઈ છે, તેથી જ તું ઉપરના ભવમાં જવાને અનુકૂળ આયુષ્ય બાંધે એવી પરિણતિવાળો છે, માટે હું તને નગરાંતરમાં લઈ જઉં એમ ભવિતવ્યતા કહે છે.૧૨

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146