Book Title: Upmiti Bhav Prapancha Katha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૧૧૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ શ્લોક :
मयोक्तं देवि! यत्तुभ्यं, रोचते तद्विधीयताम् ।
किमत्र बहुना? त्वं मे, प्रमाणं सर्वकर्मसु ।।१३।। શ્લોકાર્ચ -
મારા વડે કહેવાયું - હે દેવી ! જે તને રુચે છે તે કરાવ. આ વિષયમાં વધારે શું? સર્વકૃત્યમાં તું જ મને પ્રમાણ છે. અર્થાત્ જીવ સર્વકૃત્યો પોતાની ભવિતવ્યતા અનુસાર કરે છે. ભવિતવ્યતાથી અન્યથા ક્યારેય કરતો નથી. તેથી જીવને ભવિતવ્યતા જ પ્રમાણ છે. II૧all
શ્લોક :
ततो जीर्णां मम ज्ञात्वा, गुटिकामन्तवर्तिनीम् । नगरान्तरयानाय, प्रयुक्ता गुटिका तया ।।१४।।
શ્લોકાર્ય :
ત્યારપછી મારી અંતરવર્તીની ગુટિકાનેકવિકલાક્ષનગર અંતરવર્તીની ગુટિકાને, જીર્ણ જાણીને નગરાંતરમાં લાવવા માટે તેણી વડે=ભવિતવ્યતા વડે, ગુટિકા પ્રયોગ કરાઈ. ll૧૪ll શ્લોક :
अथोन्मार्गोपदेशस्य, प्रतिजागरणे स्थितम् ।
पञ्चाक्षपशुसंस्थानं, नामास्ति नगरं परम् ।।१५।। શ્લોકાર્થ:
હવે ઉન્માર્ગ ઉપદેશના પ્રતિજાગરણમાં રહેલ=ઉન્માર્ગ ઉપદેશમાં જેમ વિકલાક્ષનગર હતું તેમ પશુસંસ્થાન પણ ઉન્માર્ગ ઉપદેશના પ્રતિજાગરણમાં રહેલ છે તેમાં રહેલ, પંચાક્ષપશુસંસ્થાન નામનું બીજું નગર છે. ll૧૫ll શ્લોક :
तत्र सार्धत्रिपञ्चाशत्कोटीलक्षप्रमाणके । वसन्ति कुलसंघाते, लोकाः पञ्चाक्षनामकाः ।।१६।।
બ્લોકાર્ય :
ત્યાં=પંચાક્ષપશુસંસ્થાન નામના નગરમાં, સાર્ધ ત્રિપંચાશતકોટિલક્ષ પ્રમાણવાળા કુલ સંઘાતમાં પંચાક્ષ નામના લોકો વસે છે. II૧૬II

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146