________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ
૧૦૩ જ કરે છે=જે પ્રમાણે કર્મપરિણામરાજાએ કહેલું તે પ્રમાણે જ કરે છે.
ભવિતવ્યતા તે જીવનો પરિણામ છે; કેમ કે જીવ તે તે ભાવરૂપે ભવિતવ્ય છે. તેમાં રહેલો જે ભવિતવ્યરૂપભાવ તે ભવિતવ્યતા છે. આ ભવિતવ્યતા જે કંઈ કાર્યો કરે છે તે, તે તે જીવના કર્મપરિણામને અનુરૂપ અને તે તે જીવના તે તે પ્રકારના અધ્યવસાયને અનુરૂપ કાર્યો કરે છે, તોપણ નિગોદમાં રહેલો જીવ કે નિગોદમાંથી નીકળીને એકેન્દ્રિય આદિમાં ભટકતો જીવ કર્મપરિણામને આધીન જ તે તે ભાવો કરે છે અને તે તે ભાવો અનુસાર નવાં નવાં કર્મો બાંધે છે અને તે પ્રમાણે તે તે ભવમાં જાય છે અને જ્યારે એક ભવમાંથી જીવ બીજા ભવમાં જાય છે ત્યારે બીજા ભવવેદ્ય એવું એક ભવનું આયુષ્ય તે જીવ બાંધે છે તે આયુષ્ય કર્મપરિણામરાજા દ્વારા અપાયેલા એકભવવેદ્ય એવી ગુટિકા સ્વરૂપ છે વળી તે તે ભવનું આયુષ્ય જીવ પોતાના અધ્યવસાયથી બાંધે છે તોપણ તે અધ્યવસાયમાં કર્મપરિણામરાજા જ બળવાન કારણ છે. આયુષ્યરૂપી કર્મપરમાણુથી જ બનેલી તે એકભવવેદ્ય ગુટિકા છે. વળી તે આયુષ્ય સાથે તે ભવમાં જે જે સંયોગો પ્રાપ્ત થાય છે અને જે જે કર્મો વિપાકમાં આવે તે સર્વ પ્રત્યે તે જીવને પ્રાપ્ત થતા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવરૂપ પાંચ કારણો છે તેમાં ભવરૂપ કારણથી નિયંત્રિત સર્વ કર્મો તે ભવવેદ્ય છે. તે એક ભવવેદ્ય ગુટિકા સ્વરૂપ છે. કર્મપરિણામરાજા આ ગુટિકા કઈ રીતે નિર્માણ કરે છે તે બતાવતાં કહે છે. લોકસ્થિતિને પૂછીને તે ગુટિકા બનાવે છે. તેથી એ પ્રાપ્ત થાય કે લોકસ્થિતિ અનુસાર જેટલા જીવો મોક્ષમાં જાય તેટલા જ જીવોને અસંવ્યવહાર નગરમાંથી સંવ્યવહાર નગરમાં આવવાને અનુકૂળ જે અધ્યવસાય થાય છે જેનાથી તે જીવો એકભવવેદ્ય કર્મ બાંધે છે, તે લોકસ્થિતિની મર્યાદાનુસાર કર્મપરિણામરાજા ગુટિકા આપે છે. વળી, અન્ય, અન્ય જીવો પણ જે કોઈ નવા નવા ભવનું આયુષ્ય બાંધે છે તેમાં પણ લોકસ્થિતિની મર્યાદાનું નિયંત્રણ છે. તેથી કર્મપરિણામરાજા લોકસ્થિતિને પૂછીને તે ગુટિકા આપે છે. વળી, કાલપરિણતિનું સમાલોચન કરીને તે ગુટિકા આપે છે અર્થાત્ જીવની જે જે પ્રકારની કાલની પરિણતિ હોય તે તે પ્રમાણે તે તે ભવવેદ્ય ગુટિકાને કર્મપરિણામરાજા આપે છે. વળી, જીવની જે જે પ્રકારે નિયતિ હોય અને જે જે પ્રકારે યદચ્છા હોય તે સર્વને જ્ઞાપન કરીને કર્મપરિણામરાજા ગુટિકા આપે છે, તેથી જે જીવની જે ભવની પ્રાપ્તિ જે કાળમાં નિયત હોય તે અનુસારે જ તે ગુટિકા આપે છે અને જીવની જે જે પ્રકારની યદચ્છા પરિણતિ હોય પોતાની ઇચ્છા અનુસાર તે તે પ્રકારની શુભ કે અશુભ પરિણતિ હોય, તેને અનુરૂપ એક ભવવેદ્ય ગુટિકા બને છે. તેથી એને જ્ઞાપન કરીને કર્મપરિણામરાજા તે ગુટિકા આપે છે. વળી, જીવની ભવિતવ્યતાને પણ તે ગુટિકા અનુમત હોય છે; કેમ કે જીવ તે કાળમાં તે સ્વરૂપે જ થવા યોગ્ય હતો તેથી તે પ્રકારનો અધ્યવસાય કરીને તે ભવયોગ્ય કર્મ બાંધીને તે ભવમાં જાય છે. વળી, તે કર્મપરિણામરાજા વિચિત્ર પ્રકારના લોકસ્વભાવની અપેક્ષા રાખીને તે ગુટિકા બનાવે છે અર્થાત્ લોકમાં રહેલા પદાર્થોનો તેવો સ્વભાવ છે કે તે તે નિમિત્તને પામીને તે તે જીવ તે તે પ્રકારનો અધ્યવસાય કરે અને તે અધ્યવસાયકાળમાં જો આયુષ્યબંધના અધ્યવસાયનો યોગ થાય તો જેવા પ્રકારનો તેનો અધ્યવસાય છે તેવા પ્રકારના જ કર્મપરિણામથી યુક્ત તે આયુષ્ય બાંધે છે તેથી, લોકસ્વભાવની પણ અપેક્ષા રાખીને કર્મપરિણામરાજા તે ગુટિકા બનાવે છે. વળી, તે ગુટિકા કર્મપરિણામરાજાના સામર્થ્યથી ઉત્પન્ન થયેલા પરમાણુઓથી નિષ્પાદિત