________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ तथाऽन्ये च ये तज्जातीयाः । बलाधिकृतेनोक्तम्-त्वमेव जानीषे, तत्किमत्रोक्तेन ? ततो निर्गता भवितव्यता, आगता मम समीपे कथितो व्यतिकरः । मयोक्तम् - यद्देवी जानीते, ततः समुच्चलितोऽहमन्ये च मज्जातीयास्तन्नियोगाभिप्रेतसङ्ख्यानुसारेण उक्तौ च भवितव्यतया महत्तमबलाधिकृतौ यदुत मया युवाभ्यां चामीभिः सह यातव्यं, यतो भर्तृदेवता नारीति न मोक्तव्यो मया संसारिजीवो, यतश्चास्ति युवयोरपि प्रतिजागरणीयमेकाक्षनिवासं नाम नगरं, तत्रामीभिर्लोकैः प्रथमं गन्तव्यं, अतो युज्यते युवाभ्यां सहैवामीषां तत्राऽऽसितुं, नान्यथा ।
GC
તીવ્ર મોહોદય, અત્યંત અબોધ અને ભવિતવ્યતાની સાથે સંસારી જીવનો અવ્યવહાર નિગોદમાંથી નિર્ગમ
-
અને મારી ગૃહિણી એવી તે ભવિતવ્યતાના સંબંધી આ ગુણસમૂહને=પૂર્વમાં વર્ણન કર્યું એ ગુણસમૂહને, તે અત્યંતઅબોધ અને બલાધિકૃત જાણે જ છે, તેથી પર્યાલોચન કરતા એવા તેના ચિત્તમાં=અત્યંતઅબોધના ચિત્તમાં, પરિસ્ફુરણ થાય છે. તેથી અત્યંતઅબોધ બલાધિકૃતને કહે છે અરે ! કેમ હું આ પ્રમાણે ઉપાય વિદ્યમાન હોતે છતે ચિંતાથી આત્માને આકુલ કરું છું ? જે કારણથી તે સંસારી જીવની પત્ની ભવિતવ્યતા અહીં=અસંવ્યવહાર નગરમાંથી સંવ્યવહાર નગરમાં, પ્રસ્થાપનાને ઉચિત જે લોકો છે તેઓનું સ્વરૂપ જાણે જ છે. આથી તેને જ બોલાવીને હું પૂછું. ત્યારપછી તીવ્ર મહોદયને તેના વડે=અત્યંતઅબોધ વડે, પોતાનો અભિપ્રાય કહેવાયો, આ સુંદર છે એ પ્રમાણે તેને પણ=તીવ્ર મહોદયને પણ, તેણીને=ભવિતવ્યતાને, બોલાવું બહુમત થયું. ત્યારપછી પુરુષ મોકલાવાયો, ભવિતવ્યતા બોલાવાઈ, વેગથી=ત્વરાથી, ભવિતવ્યતા આવી, પ્રતિહારી વડે પ્રવેશ કરાવાઈ=સભાગૃહમાં પ્રવેશ કરાવાઈ, મહાપ્રભાવવાળી આ છે. સર્વ પણ સ્ત્રી ખરેખર દેવતા છે એ પ્રમાણે વિચારીને મહત્તમ અને બલાધિકૃત દ્વારા તેણીનું=ભવિતવ્યતાનું, વાચિક પાદપતન કરાયું. તેણી વડે આશીર્વાદ દ્વારા તે બંને અભિનંદિત કરાયાં. આસન અપાયું, ભવિતવ્યતા બેઠી, ત્યારપછી મહત્તમ વડે બલાધિકૃતને અભિમુખ પોતાની ભૂલતા ચલાવાઈ=ભૂલતાથી ઇશારો કરાવાયો. ત્યારપછી=મહત્તમ વડે ઇશારાથી બલાધિકૃતને કથન કરવાનું કહ્યું ત્યારપછી, તેના વડે=બલાધિકૃત વડે, તેણીને=ભવિતવ્યતાને, તદ્ધિયોગનો વ્યતિકર કહેવાનો આરંભ કરાયો. તેથી=બલાધિકૃતે તનિયોગનો વ્યતિકર કહ્યો તેથી, તેણી વડે હસાયું, તે બલાધિકૃત કહે છે – હે ભદ્રે ! આ શું છે ?=કેમ તારા વડે હસાયું ? ભવિતવ્યતા કહે છે કાંઈ નહીં, બલાધિકૃત વડે કહેવાયું – તો કેમ અકાંડે હસાયું ?=કંઈ પ્રયોજન ન હોય તો કેમ નિરર્થંક હસાયું ? ભવિતવ્યતા કહે છે — જે કારણથી આ કંઈ નથી આથી જ=તદ્નિયોગનો વ્યતિકર તે મને કહ્યો એ કોઈ પ્રયોજનવાળો નથી આથી જ, હસાયું. બલાધિકૃત વડે કહેવાયું કેમ આ કથન નિરર્થક છે ? ભવિતવ્યતા કહે છે ખરેખર તું અત્યંતઅબોધ છે, જે તું આ પણ વ્યતિકરને મને કહે છે. હું આવા પ્રકારના વ્યતિકરોમાં છું કૃત ઉદ્યોગવાળી તેથી તું મને આવો વ્યતિકર કહે છે તે તું
-
=