________________
GE
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ
જીવ તે તે ભાવ રૂપે સતત ભવિતવ્ય છે, પુદ્ગલો પણ તે તે ભાવ રૂપે સતત ભવિતવ્ય છે. તેમાં રહેલો ભવિતવ્યરૂપ સ્વભાવ તે ભવિતવ્યતા છે અને જ્યારે જે જે વસ્તુમાં જે જે કાર્ય થાય છે તે કાર્યો રૂપે તે વસ્તુ ભવિતવ્ય હોય છે, તેથી તેની ભવિતવ્યતાથી તે કાર્યો બને છે. તોપણ જીવમાં જે કાર્યો થાય છે તે કાર્યો માત્ર ભવિતવ્યતા કરતી નથી, પરંતુ જીવને તે પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન કરે છે, જીવ તે પ્રકારે વ્યવસાય કરે છે અને તે પ્રકારના વ્યવસાયમાં તેને સહાયક સામગ્રી પણ તે પ્રકારે મળે છે, તેથી પોતાની પરિણતિરૂપ ભવિતવ્યતાથી પ્રેરાયેલી બુદ્ધિને કારણે તે પ્રકારનો વ્યવસાય કરીને જીવ તે તે પ્રકારના શુભ કે અશુભ કર્મો બાંધે છે અને તેને અનુરૂપ જ તેને તે તે પ્રકારનાં ફળો મળે છે, જેથી જ્યારે જીવ સદાગમની પ્રેરણાથી વિવેકપૂર્વકની પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેની ભવિતવ્યતા સર્વ પ્રકારની સુંદર વર્તે છે. તેથી સદ્ગતિઓની પરંપરા દ્વારા પોતાનું હિત જ સાધે છે અને જ્યારે તેની ભવિતવ્યતા વિપરીત હોય છે ત્યારે તેની બુદ્ધિ તે પ્રકારની થાય છે, જેથી સદાગમનું ગ્રહણ કરતો નથી અથવા તેને તેવા પ્રકારના સહાયક બોધ કરાવનારા મળે છે જેથી સદાગમના વચનથી વિપરીત પ્રવૃત્તિ કરે છે અને હું સદાગમ પ્રમાણે કરું છું તેમ માનીને અનર્થની પરંપરાને પ્રાપ્ત કરે છે. પાં
तीव्रमोहोदयात्यन्ताबोधभवितव्यताभिः सह संसारिजीवस्याव्यवहारान्निर्गमः तस्याश्च मदीयगृहिण्या भवितव्यतायाः सम्बन्धिनमेनं गुणसन्दोहं जानात्येव सोऽत्यन्ताऽबोधो बलाधिकृतः । ततस्तस्य तदा पर्यालोचयतश्चेतसि परिस्फुरितम्-अये! किमहमेवं सत्यप्युपाये चिन्तयाऽऽत्मानमाकुलयामि? यतो जानात्येव सा संसारिजीवपत्नी भवितव्यता येऽत्र प्रस्थापनोचिता लोकास्तेषां स्वरूपमिति, अतस्तामेवाहूय पृच्छामि, ततः कथितस्तीव्रमहोदयाय तेन स्वाभिप्रायः। सुन्दरमेतदिति बहुमतं तस्याऽपि तस्या आकारणम्। ततः प्रहितः पुरुषः, समाहूता भवितव्यता, समागता वेगेन, प्रवेशिता प्रतिहार्या, महाप्रभावेयं सर्वापि स्त्री किल देवतेति विचिन्त्य कृतं तस्याः पादपतनं वाचिकं महत्तमबलाधिकृताभ्यां, अभिनन्दितौ तौ तयाऽऽशीर्वादेन, दापितमासनं, उपविष्टा भवितव्यता। ततो बलाधिकृताभिमुखं महत्तमेन चालिता भ्रूलता, ततस्तेन कथयितुमारब्धस्तस्यै तन्नियोगव्यतिकरः, ततो हसितं तया, स प्राह-भद्रे! किमेतद्? भवितव्यताऽऽह-न किञ्चित्, बलाधिकृतेनोक्तम्तत्किमकाण्डे हसितम् ? भवितव्यताऽऽह-अत एव, यतो न किञ्चिदिदम्। बलाधिकृतेनोक्तम्कथम्? भवितव्यताऽऽह-सत्यमत्यन्ताबोधोऽसि, यस्त्वमेनमपि व्यतिकरं मह्यं कथयसि, कृतोद्योगाऽहमेवंविधेषु व्यतिकरेषु, लक्षयामि अनन्तकालभाविनोऽपि सर्वव्यतिकरानहं, किं पुनः साम्प्रतिकान्? अतो निष्प्रयोजनत्वान्न किञ्चिदेतत्त्वदीयकथनं ममेति। अत्यन्ताबोधः प्राह-सत्यमिदम्, विस्मृतं मे तावकं माहात्म्यं, सोढव्योऽयमेको ममापराधो भवत्या, अन्यच्च-प्रस्थापय त्वमेव येऽत्र प्रस्थापनोचिता लोकाः, किं नो व्यापारेण? भवितव्यतयोक्तम्-एकस्तावदेष एव मदीयो भर्ता प्रस्थापनयोग्यः,