________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
૯૫ કંઈ કાર્યો કરે છે તે અન્ય કારણોનું સંયોજન કરીને જ કરે છે તે બતાવવા અર્થે ભવિતવ્યતાને સર્વ કાર્યોમાં પ્રધાન રૂપે કહેલ છે.
વળી, જો શક્ર-ચક્રવર્તી આદિને પણ કહેવાય છે, શું કહેવાય છે ? તે “યથા'થી બતાવે છે – જે પ્રમાણે તમારા ઉપર ભદ્રિક એવી ભવિતવ્યતા છે, તેથી તેઓ પણ હદયમાં તોષ પામે છે, મુખના પ્રસાદને બતાવે છે. ચક્ષઓ વિસ્ફારિત કરે છે, કહેનારને પારિતોષિક આપે છે, પોતાનામાં બહુમાન, કરે છે=હું પુણ્યશાળી છું એ પ્રકારનો પોતાનામાં બહુમાન કરે છે. મહોત્સવને કરાવે છે, આનંદની દુંદુભિઓને અનુચરો પાસેથી વગડાવાય છે. આત્માની કૃતકૃત્યતાને વિચારે છે, જન્મને સફલ માને છે. શું વળી શેષલોક=ચક્રવર્તી આદિને પણ ભવિતવ્યતા અનુકૂળ છે તે સાંભળીને હર્ષિત થાય છે તો શેષ લોકોનું શું કહેવું. બધા લોકો પોતાની ભવિતવ્યતા સારી છે તે સાંભળીને હર્ષિત થાય છે હવે તે પણ શક્ર-ચક્રવર્તી આદિને કહેવાય છે. શું કહેવાય છે ? તે ‘થા'થી બતાવાય છે, તમારા ઉપર ભવિતવ્યતા ભદ્રિકા નથી. તેથી ભયના અતિરેકથી તેઓ કાંપે છે, દીનતાને પામે છે, ક્ષણમાત્રથી કાળું મુખ કરે છે, બે આંખો બંધ કરે છે, કહેનારા ઉપર રોષ પામે છે, ચિંતાથી વ્યાકુળ થાય છે. રણરણકારથી ગ્રહણ થાય છે=દિવસ-રાત વિલાપ કર્યા કરે છે. શોકના અતિરેકથી ઈતિ-કર્તવ્યતાનો ત્યાગ કરે છે–પોતાને જે ઉચિત કર્તવ્ય છે તે પણ શોકના અતિરેકને કારણે કરતા નથી. તેના પ્રસાદને માટે=ભવિતવ્યતાના પ્રસાદન માટે, અનેક ઉપાયોનું આલોચન કરે છે. વધારે શું કહેવું ? કેવી રીતે આ પણ=ભવિતવ્યતા પણ, ફરી પ્રગુણ થશે એ પ્રમાણેના ઉદ્વેગથી ભવિતવ્યતા અપ્રસન્ન હોતે છતે થોડી પણ ચિત્તની નિવૃતિને પામતા નથી. શક્ર-ચક્રવર્તી આદિ પણ ચિત્તની નિવૃતિને પામતા નથી, વળી સામાન્ય જનોનું શું કહેવું? વળી તે ભગવતી=ભવિતવ્યતા ભગવતી, જે પોતાને રુચે છે તે જ કરે છે. વિજ્ઞાપન કરતા એવા બીજાની અથવા વિલાપ કરતા એવા બીજાની અથવા પ્રતિકાર કરતા એવા બીજાની અપેક્ષા રાખતી નથી. આ પ્રકારે અનુસુંદર ચક્રવર્તી પોતાનું કથન કરે છે. વળી તે કહે છે, હું પણ તેના ભયથી ઉભાંત ચિત્તવાળો જે જ તે=ભવિતવ્યતા, યથેષ્ટ ચેષ્ટાથી કંઈક કરે છે. તે જ બહુ માનતો=તેને તે જ પ્રમાણે સ્વીકારતો, તેનો પતિ હોવા છતાં કર્મકરની જેમ હે દેવી ! તું વિજય પામ, હે દેવી! તું વિજય પામ, એ પ્રમાણે બોલતો રહું છું. આ પ્રમાણે અનુસુંદર ચક્રવર્તી પોતાનું કથન કરતાં કહે છે. શ્લોક :
પિ – सा सर्वत्र कृतोद्योगा, सा ज्ञातभुवनोचिता ।
सा जागर्ति प्रसुप्तेषु, सा सर्वस्य निरूपिका ।।१।। શ્લોકાર્થ :વળી, તે=ભવિતવ્યતા, સર્વત્ર જગતનાં સર્વકાર્યોમાં, કૃત ઉદ્યોગવાળી છે=ઉદ્યમ કરનારી છે,