________________
૯૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ
રાજપુત્ર થયા અને ભવિતવ્યતાના યોગે સાધુપણું ગ્રહણ કરીને કેવલજ્ઞાનને પામ્યા. તેથી જે જે ક્ષણમાં પુરુષ જે જે પ્રયત્ન કરે છે. જે જે પ્રકારનાં સુંદર કે અસુંદર ફળો પ્રાપ્ત કરે છે તેમાં તે જીવની ભવિતવ્યતાનું જ સંચાલન ચાલે છે. આથી જ સુરગુરુ જેવા પણ બુદ્ધિમાન પુરુષ વડે ભવિતવ્યતાનું નિવારણ કરી શકાતું નથી. આથી જ મહાબુદ્ધિના નિધાન ચૌદપૂર્વધરો પણ જ્યારે ભવિતવ્યતા પ્રતિકૂળ હોય છે ત્યારે તેની ભવિતવ્યતાથી પ્રેરાઈને કોઈક નિમિત્તને પામીને પ્રમાદી થાય છે. જેથી દુર્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરે છે. તેથી બુદ્ધિના વિભવવાળા એવા ચૌદપૂર્વધરોથી પણ ભવિતવ્યતાનું નિવારણ શક્ય નથી. વળી, ઇન્દ્રો વડે પણ પરાક્રમ દ્વારા ભવિતવ્યતાની પ્રતિસ્મલના કરી શકાતી નથી. આથી જ ઇન્દ્રો પોતાના બલવાન શત્રુઓને હંફાવી શકે છે. પરંતુ જ્યારે ભવિતવ્યતા પ્રતિકૂળ હોય છે, મૂઢતા આદિને પ્રાપ્ત કરાવીને તેમની ભવિતવ્યતા તેઓને પણ દુર્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરાવે છે. વળી, યોગીઓ વડે પણ તે ભવિતવ્યતાના નિવારણનો ઉપાય પ્રાપ્ત થતો નથી. આથી જ યોગીઓ સદાગમના વચનથી આત્મહિત સાધતા હોય છતાં તેઓની ભવિતવ્યતા અતિ પ્રતિકૂળ હોય તો કોઈક નિમિત્તને પામીને તે યોગીઓને પણ પ્રમાદી કરાવીને તેમની ભવિતવ્યતા તેમને દુર્ગતિઓમાં મોકલી આપે છે. આથી જ યોગીઓ પાસે પણ તેના નિવારણનો કોઈ ઉપાય નથી. વળી, અત્યંત અસંભાવનીય એવા પણ અર્થને તે ભવિતવ્યતા પોતાના હાથમાં રહેલા પદાર્થની જેમ લીલાપૂર્વક સંપાદન કરે છે. આથી જ સંસારથી અત્યંત ભય પામેલા અને સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી તેના ઉપાય રૂપે શાસ્ત્રો ભણી ભણીને ચૌદપૂર્વધર થાય છે તેઓને માટે નિગોદમાં જવું અત્યંત અસંભવી જણાય કેમ કે પોતાના મૃતના ઉપયોગથી જ પોતે ક્યાં જશે? તેનો નિર્ણય કરવા સમર્થ છે અને ભવિતવ્યતા પણ તેમના પરિણામને મલિન કર્યા વગર નિગોદમાં લઈ જઈ શકતી નથી. તેથી આવા મહાત્માની તેવી ભવિતવ્યતા હોય તો લીલાપૂર્વક તેમને પ્રમાદી કરીને નિગોદમાં લઈ જાય છે. વળી, આ ભવિતવ્યતા દરેક જીવોની સ્વતંત્ર છે તેથી તે ભવિતવ્યતા તે જીવ રૂપ પ્રત્યેકનું કાર્ય ખ્યાલમાં રાખે છે અને સર્વજીવોની સાધારણ ભવિતવ્યતા ગ્રહણ કરીએ ત્યારે બધા જીવોના કાર્યોમાંથી ક્યારે કોનું શું કરવું ? તે સર્વનો ખ્યાલ રાખે છે. વળી, પ્રત્યેક જીવની ભવિતવ્યતા તેનાં કાર્યોને કઈ રીતે કરે છે ? તે સ્પષ્ટ કરે છે –
જે જીવનું જે કાળમાં, જે સ્થાનમાં જેટલું જે પ્રયોજન તેને કરવા જેવું જણાય તે જીવનું તે પ્રમાણે જ તે સર્વ કરે છે. જેમ વિરભગવાનની ભવિતવ્યતા હતી કે વર્તમાન ચોવીશીના ચરમ તીર્થંકર થાય તેથી તે કાળમાં તે ક્ષેત્રમાં તીર્થકરરૂપે કાર્ય કરવાનું અને બોંતેર વર્ષ આયુષ્ય પ્રમાણ જેટલું પ્રયોજન તેમની ભવિતવ્યતાને હતું તેટલું તેમણે કર્યું. આથી ભવિતવ્યતાને પોતાનું કાર્ય કરતાં કોઈ નિવારણ કરવાને સમર્થ નથી, ફક્ત જે કંઈ કાર્ય થાય છે માત્ર ભવિતવ્યતાથી થતું નથી, પરંતુ જીવનો પ્રયત્ન, તે પ્રયત્ન કરાવનારાં તે પ્રકારના કર્મ, તેની ભવિતવ્યતા આદિ સર્વ કારણો સમુદિત થઈને કાર્યો કરે છે. ફક્ત જેમ, કર્મપરિણામ અને કાલપરિણતિથી સર્વ કાર્યો થાય છે, એમ પૂર્વમાં કહ્યું ત્યાં કર્મપરિણામરાજા અને કાલપરિણતિની પ્રધાનતા બતાવી. ત્યારપછી સદારામ સર્વજીવોને કર્મપરિણામરાજાના સકંજામાંથી છોડાવે છે એમ કહ્યું ત્યાં સંસારના ઉચ્છેદમાં સદાગમ પ્રધાન અંગ છે તેમ બતાવેલ. તે રીતે જીવની પ્રકૃતિરૂપ ભવિતવ્યતા પણ જે