________________
૯૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ गृह्यन्ते रणरणकेन, परित्यजन्ति शोकातिरेकेणेतिकर्त्तव्यतां, आलोचयन्ति तत्प्रसादनार्थमनेकोपायान्, किम्बहुना? न लभन्ते तस्यामतुष्टायां मनागपि चित्तनिवृति, कथमेषाऽपि पुनः प्रगुणीभविष्यतीत्युद्वेगेन, किम्पुनः सामान्यजना इति? सा पुनर्भगवती यदात्मने रोचते तदेव विधत्ते, न परं विज्ञापयन्तं, विलपन्तं, पूतकुर्वन्तं, वाऽपेक्षते। अहमपि तद्भयोद्धान्तचित्तो यदेव सा किञ्चित्कुरुते यथेष्टचेष्टया तदेव बहु मन्यमानस्तस्याः पतिरपि कर्मकर इव जय देवि! जय देवि इति ब्रुवाणस्तिष्ठामि।
સંસારીજીવની પત્ની ભવિતવ્યતાનો મહિમા અને આ બાજુ ભવિતવ્યતા નામની મારી ભાર્યા છે.
અનુસુંદર ચક્રવર્તીએ પોતાની કથાનો પ્રારંભ કરેલો અને પોતે અનાદિ નિગોદમાં હતો ત્યારે ત્યાંની સ્થિતિ શું હતી અને પોતે કઈ રીતે બહાર નીકળે છે તે બતાવવા અર્થે અત્યાર સુધી કથન કરીને કહ્યું કે બલાધિકૃત કોને અસંવ્યવહારરાશિમાંથી બહાર કાઢવા અને કોને અન્ય સ્થાનોમાં મોકલવા તેની ચિંતામાં વ્યગ્ર છે તેમ બતાવ્યા પછી તે વાતને બાજુએ મૂકીને પોતે કઈ રીતે અસંવ્યવહારરાશિથી બહાર નીકળે છે તે બતાવવા અર્થે તેમાં ભવિતવ્યતા કઈ રીતે કારણ છે તેની સ્પષ્ટતા કરવા અર્થે ભવિતવ્યતાનો ઉપવાસ કરે છે અને કહે છે કે આ બાજુ ભવિતવ્યતા નામની મારી ભાર્યા છે.
અને તે શાટિકાબદ્ધ સુભટ વર્તે છે, જે કારણથી હું નામમાત્રથી જ તેણીનો ભર્તા એ પ્રમાણે પ્રસિદ્ધ છું, પરમાર્થથી તે જ ભગવતી મારા ઘરની અને શેષ લોકોના ઘરના સંબંધી સમસ્ત પણ કર્તવ્યતાનું સંચાલન કરે છે, જે કારણથી તે અચિંત્ય માહાભ્યપણાને કારણે સ્વયં અભિલષિત અર્થને ઘટત કરતી સહાયપણાથી અન્ય સંબંધી પુરુષકારની અપેક્ષા રાખતી નથી, પુરુષના અનુકૂલ પ્રતિકૂળભાવનો વિચાર કરતી નથી. અવસરને ગણકારતી નથી, આપદ્દગત એવા પુરુષનો વિચાર કરતી નથી, બુદ્ધિના વૈભવથી સુરગુરુ વડે પણ નિવારણ કરાતી નથી, પરાક્રમથી વિબુધપતિ વડે પણ=ઈન્દ્રો વડે પણ સ્કૂલના કરાતી નથી, યોગીઓ વડે પણ તેણીના પ્રતિવિધાનનો ઉપાય પ્રાપ્ત કરાતો નથી=પ્રતિકૂળ ભવિતવ્યતાના નિરાકરણનો ઉપાય પ્રાપ્ત કરાતો નથી. અત્યંત અસંભાવનીય પણ અર્થ તે ભગવતી=ભવિતવ્યતા નામની પત્ની, પોતાના કરતલવર્તીની જેમ=પોતાની હથેલીમાં રહેલા પદાર્થની જેમ, લીલાથી સંપાદન કરે છે. અને પ્રત્યેકને ઓળખે છે, સમસ્ત લોકોમાં જેનું
જ્યારે જે સ્થાનમાં, જે રીતે, જેટલું, જે પ્રયોજન કર્તવ્ય છે તેથી તેનું, ત્યારે, તે ક્ષેત્રમાં, તે પ્રકારે જ, તેટલું તે જ પ્રયોજનની રચના કરતી એવી ભવિતવ્યતા ત્રિભુવન વડે પણ નિવારણ કરવા માટે શક્ય નથી.
ભવિતવ્યતા નામની જીવની પરિણતિ છે કેમ કે તે તે ભાવરૂપે જીવ ભવિતવ્ય અને ભવિતવ્યમાં ‘તા” પ્રત્યય લાગેલો છે તેથી ભવિતવ્ય એવા જીવની જે પરિણતિ તે ભવિતવ્યતા છે અને જે જે રૂપે જે જે કાળમાં જીવ પરિણમન પામે છે તે જીવની ભવિતવ્યતા છે તેથી તે તે જીવને આશ્રયીને તે તે જીવની