________________
૩૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ પ્રજ્ઞાવિશાલા વડે કહેવાયેલ રાજાની નિબજ તરીકેની પ્રસિદ્ધિનો હેતુ અને આ બાજુ તે જ મનુષ્યનગરીનાં અગૃહીતસંકેતા નામની બ્રાહ્મણી છે તે જતવાદથી હરપતિ પુત્રના જન્મના નામકરણના વૃત્તાંત જાણીને સખી પ્રત્યે કહે છે – હે પ્રિયસખી પ્રજ્ઞાવિશાલા ! જો, લોકમાં જે મહાઆશ્ચર્ય સંભળાય છે, જે આ પ્રમાણે કાલપરિણતિ મહાદેવીએ ભવ્યપુરુષ નામના પુત્રને જન્મ આપ્યો. તેથી પ્રજ્ઞાવિશાલા વડે કહેવાયું. હે પ્રિય સખી ! આમાં શું આશ્ચર્ય છે?=કાલ-પરિણતિએ ભવ્યપુરુષ નામના પુત્રને જન્મ આપ્યો તેમાં શું આશ્ચર્ય છે? તેથી અગૃહીતસંકેતા કહે છે – મારા વડે ખરેખર આ કર્મપરિણામ મહારાજા સ્વરૂપથી નિર્બોજ અવધારણ કરાયેલો છે. આ કાલપરિણતિ મહાદેવી વધ્યા છે એ પ્રમાણે અવધારણ કરાયેલું છે. હમણાં વળી, આ બંનેના પણ પુત્રની ઉત્પત્તિ સંભળાય છે એ મહાન આશ્ચર્ય છે. પ્રજ્ઞાવિશાલા કહે છે – હે મુગ્ધ સખી ! ખરેખર તું અગૃહીતસંકેતા છે != તાત્પર્યને ન સમજી શકે તેવી છો ! જેના કારણે તારા વડે પરમાર્થ જણાયો નહીં. આ રાજા અતિબહુબીજવાળો છે એથી અવિવેકાદિ મંત્રીઓ વડે દુર્જનના ચક્ષનો દોષ ન થાઓ એથી કરીને=દુર્જનની દૃષ્ટિ મહારાજા પ્રત્યે ન પડે એથી કરીને, નિર્બીજ એ પ્રમાણે લોકમાં પ્રકાશિત કરાયો છે અને આ મહાદેવી અનંતા પુત્રને જન્મ આપનારી છે. તોપણ દુર્જનના ચક્ષુદોષના ભયથી જ તે જ મંત્રીઓ વડે વધ્યા છે=આ મહાદેવી વધ્યા છે એ પ્રમાણે લોકમાં કહેવાય છે. તે આ પ્રમાણે – કોઈક સ્થાનમાં જેટલા કોઈક જીવો થાય છે, તે બધાના જ આ જ દેવી અને રાજા પરમ-વીર્યયુક્તપણું હોવાથી પરમાર્થથી જનની જનક છે.
પૂર્વમાં રાજાએ પુત્રનાં બે નામો કરીને મહોત્સવ કર્યો તે કથન કર્યા પછી તે કથનને બાજુએ મૂકીને હવે તે નગરીમાં અન્ય શું છે? તે બતાવવા અર્થે કહે છે કે જે નગરીમાં આ સુમતિ નામનો પુત્ર જન્મ્યો છે તે જ નગરીમાં અગૃહીતસંકેતા નામની બ્રાહ્મણી છે. વસ્તુતઃ તે કોણ છે તે સ્વયં ગ્રંથકારશ્રી આઠમાં અધ્યયનમાં કહેવાના છે અને તે અગૃહતસંકેતા મંદબુદ્ધિવાળી રાજકન્યા છે અને પ્રજ્ઞાવિશાલા નામનાં સાધ્વીજી સાથે તેનો અત્યંત પરિચય છે તેથી, તે સાધ્વીજી સાથે રહે છે છતાં શબ્દોથી ગ્રહણ થાય તેટલો જ બોધ કરવાની શક્તિ હોવાથી તેનું નામ અગૃહીતસંકેતા કહેલ છે અને સાધ્વીજી તત્ત્વના વિષયમાં વિશાલ પ્રજ્ઞાવાળાં હોવાથી તેમનું નામ પ્રજ્ઞાવિશાલા કહેલ છે. તે સાધ્વીજી પાસેથી જ અગૃહતસંકેતાએ પૂર્વમાં સાંભળેલું છે કે પ્રસ્તુત નગરીનો રાજા કર્મપરિણામ છે અને તેને કાલપરિણતિ નામની દેવી છે અને તેઓએ કોઈ ઉત્તમપુરુષનો અત્યારસુધી જન્મ આપ્યો નથી તેને સામે રાખીને આપ્તપુરુષો કર્મપરિણામરાજાને નિર્બોજ કહે છે અને કાલપરિણતિરાણીને વંધ્યા કહે છે; કેમ કે ઉત્તમપુરુષના જન્મથી જ પુત્રપણાની સાર્થકતા છે. અને જ્યારે તે કાલમાં તે કર્મપરિણામરાજાએ અને કાલપરિણતિરાણીએ તેવા ઉત્તમપુત્રને જન્મ આપેલો નહીં, તેથી તેને નિર્બીજ અને વંધ્યા કહેવાય છે. અગૃહતસંકેતા તેના તાત્પર્યને જાણનાર નહીં હોવાથી તેને આશ્ચર્ય થાય છે કે નિર્ભુજ રાજા અને વંધ્યા એવી કાલપરિણતિરાણીથી પુત્રની ઉત્પત્તિ કેવી રીતે સંભવી શકે ? તેનું સમાધાન કરતાં પ્રજ્ઞાવિશાલા કહે છે કે કર્મપરિણામરાજા અને કાલપરિણતિરાણી સતત જે