________________
૧૭
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ સંદેહથી ડોલાયમાન છે આથી, આત્મપરિચિત એવા પરમપુરુષને વિશેષથી ભગવતીએ મને બતાવવું જોઈએ અગૃહીતસંકેતા કહે છે કે પ્રજ્ઞાવિશાલાના વચનમાં મને સંદેહ થાય છે તેથી તેણીએ પોતાના અત્યંત પરિચિત એવા પરમ પુરુષરૂપ સદાગમને વિશેષથી મને બતાવવું જોઈએ જેથી મારો સંદેહ દૂર થાય, પ્રજ્ઞાવિશાલા કહે છે આ સુંદર છે તને સદાગમનો પરિચય કરવાની ઈચ્છા થઈ તે સુંદર છે, મારા હૃદયને અભિપ્રેત જ છે મારી સખી સદાગમને વિશેષથી જાણે એ મને અભિપ્રેત જ છે, આ ભગવાન=સદાગમરૂપ ભગવાન, અભિગમનીય અને જોવા યોગ્ય જ છે=જ્યાં આ સદાગમ રહેલ છે ત્યાં આપણે જવું જોઈએ અને જોવા જ જોઈએ, તેથી તે બંને પણ તેમની પાસે ગઈ=આગૃહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાલા તે બંને પણ તેમની પાસે ગઈ, અને મહાવિજયરૂપ આપણ પંક્તિઓથી વિરાજિત, અનેક મહાપુરુષથી આકીર્ણ તે મહાવિદેહરૂપ વિપત્તિમાર્ગના મધ્યમાં=બજારમાર્ગની મધ્યમાં, વર્તમાન પ્રધાન લોકોથી પરિકરિત ભૂત, વર્તમાન, અને ભવિષ્યના ભાવોના સ્વભાવને આવિર્ભાવ કરતા ભગવાન સદાગમ તે બંને દ્વારા જોવાયા.
તે બંને મહાવિદેહમાં જાય છે. જે મહાવિદેહ બત્રીસ વિજય રૂપી બજારની પંક્તિઓથી શોભે છે તે બધી વિજયોમાં અનેક મહાપુરુષો વસે છે અને તે મહાવિદેહના મધ્યભાગમાં વર્તતા એવા સદાગમને તે બંને સખીઓ જુએ છે અને તે સદાગમ પાસે આત્મકલ્યાણના અર્થી એવા પ્રધાન પુરુષો તત્ત્વ સાંભળવા માટે બેઠેલા હતા અને સદાગમ ત્રણેય કાળનું યથાર્થ સ્વરૂપ લોકોને બતાવતા હતા. અર્થાત્ આપણો આત્મા શાશ્વત છે ભૂતકાળમાં કર્મને પરવશ થઈને અત્યાર સુધી સંસારચક્રમાં અનેક કદર્થનાઓ પામ્યો છે, વર્તમાનમાં જેઓ સમ્યગુધર્મને સેવતા નથી તેઓ અનેક કર્થનાઓ પામી રહ્યા છે અને ભવિષ્યમાં અનેક કદર્થનાઓ પામશે. અને જેઓ ઉચિત ધર્મનું સેવન કરશે તેઓ સદ્ગતિઓની પરંપરા દ્વારા મોક્ષ સુખને પામશે ઇત્યાદિ સંસારના વાસ્તવિક સ્વભાવનું વર્ણન કરતા તે સદાગમ ત્યાં બેઠેલા હતા તેમને આ બંને સખીઓ જુએ છે.
ત્યારપછી પાસે જઈને તેમના ચરણયુગલને નમસ્કાર કરીને તેઓ તેમની નિકટમાં બેઠી. તેમની આકૃતિના દર્શનથી જ બહુમાન સહિત વારંવાર અવલોકનને કારણે અગૃહીતસંકેતાનો સંદેહ પ્રકષ્ટ જેવો થયો. ચિત્તનો આનંદ વૃદ્ધિ પામ્યો, વિશ્ર્વાસ ઉત્પન્ન થયો. તેમના દર્શનથી તે મહાત્માના દર્શનથી, આત્માની કૃતાર્થતા મનાઈ=આગૃહીતસંકેતાને મહાત્માના દર્શનથી પોતાનો જન્મ સફલ થયો છે તેમ જણાય છે. તેથી પ્રજ્ઞાવિશાલા પ્રત્યે આના વડે અગૃહીતસંકેતા વડે, કહેવાયું.
अगृहीतसङ्केताकृतसदागमपर्युपासनासंकल्पः
શ્લોક :
अपि चधन्याऽसि त्वं महाभागे! सुन्दरं तव जीवितम् । यस्याः परिचयोऽनेन, पुरुषेण महात्मना ।।१।।