________________
૮૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ અને અમોને અગમ્ય એવી નિવૃત્તિ નગરીમાં સ્થાપન કરાવે છે અને આ પ્રમાણે હોતે છતે આપણી નગરીમાંથી સદાગમ લોકોને ગ્રહણ કરીને નિવૃત્તિ નગરીમાં સ્થાપન કરાવે છે એ પ્રમાણે હોતે છતે, આ લોકો કેટલાક કાળ પછી વિરલ થઈ જશે=જીવોની સંખ્યા કંઈક અલ્પ થઈ જશે, તેથી અમારો અયશ પ્રગટ થશે.
આ કર્મપરિણામરાજા પોતાના શત્રુ એવા સદાગમથી લોકોનું રક્ષણ કરવા સમર્થ નથી એ પ્રકારનો અયશ પ્રગટ થશે તે કારણથી આ સુંદર નથી=આપણું નગર અલ્પ લોકોવાળું બને એ સુંદર નથી, આથી હે ભગવતી લોકસ્થિતિ ! તારા વડે આ કરવું જોઈએ. એ પ્રમાણે કર્મપરિણામરાજા લોકસ્થિતિને કહે છે – શું કરવું જોઈએ ? તે કહે છે – આ જ પ્રયોજનની અપેક્ષાએ મારું નગર ઉજ્જડ ન થાય એ પ્રયોજનની અપેક્ષાએ, મારા અવિચલિતરૂપવાળું સંરક્ષણીય એવું અસંવ્યવહાર નામનું નગર છે. તેથી=આપણું નગર ખાલી થાય તે સુંદર નથી તેથી, જેટલા સદાગમ વડે મુકાયેલા છતાં મારી નગરીથી નીકળીને નિવૃત્તિ નગરીમાં જાય છે તેટલા જ લોકો ભગવતી વડેઃલોકસ્થિતિ વડે, અસંવ્યવહાર નગરથી લાવીને મારું શેષ સ્થાનોમાં પ્રચારણીય છે=શેષ સ્થાનમાં તેટલા જીવોને લાવવાના છે. તેથી=જેટલા લોકો નિવૃત્તિ નગરીમાં જશે તેટલા જીવોને અસંવ્યવહાર તગરમાંથી લાવીને અન્ય સ્થાનમાં લાવવામાં આવશે તેથી, સમસ્ત સ્થાનનું પ્રચુર લોકપણું હોવાથી=અસંવ્યવહાર નગર સિવાયનાં અન્ય સ્થાનોમાં જેમ અત્યારે ઘણા લોકો છે તેમ સદાગમ દ્વારા કેટલાક જીવો મુકાવા છતાં તેટલા જ પ્રચુર લોકોની પ્રાપ્તિ થવાથી, સદાગમથી મુકાયેલા જીવોની વાર્તા પણ કોઈ પૂછશે નહીં. સદાગમથી મુકાયેલા જીવોને જોઈને આ નગર ખાલી થઈ ગયું છે એ પ્રમાણે કોઈ કહેશે નહીં.
જેનાથી=સદાગમથી મુકાયેલા લોકોની વાત પણ કોઈ પૂછશે નહીં જેનાથી, અમારી છાયાની પ્લાનિ થશે નહીંઃકર્મપરિણામરાજા શત્રુથી નગરના લોકોનું રક્ષણ કરવા સમર્થ નથી તેથી આ નગર ઉજ્જડ થાય છે એ પ્રકારની કર્મપરિણામરાજાની છાયાની પ્લાનિ થશે નહીં. તેથી=આ પ્રમાણે કર્મપરિણામરાજાએ લોકસ્થિતિને કહ્યું તેથી, “મહાપ્રસાદ છે' એથી કરીને 'કર્મપરિણામરાજાનો મારા ઉપર મહાપ્રસાદ છે' એથી કરીને, તે અધિકાર લોકસ્થિતિ વડે સ્વીકાર કરાયો અને હું જો કે દેવપાદઉપજીવી છું તનિયોગ મહત્તમને કહે છે હું જો કે કર્મપરિણામરાજાનો સેવક છું, તોપણ વિશેષથી લોકસ્થિતિથી પ્રતિબદ્ધ છું.
તનિયોગ એટલે જીવને અસંવ્યવહારરાશિમાંથી બહાર કાઢીને અન્ય ભવમાં નિયોજન કરનાર કર્મ તેથી તે પ્રાપ્ત થાય કે જીવની તપરિણતિ દ્વારા તે કર્મો બંધાયાં અને તે કર્મો જ તે જીવને સંવ્યવહારરાશિમાં નિયોજિત કરે છે. તેથી કર્મોનો જ એક અંશ તનિયોગ હોવાથી તનિયોગ કર્મપરિણામરાજાનો અનુચર છે તોપણ જેટલા જીવો સંસારમાંથી મોક્ષમાં જાય છે તેટલા જ જીવોને અસંવ્યવહારરાશિમાંથી સંવ્યવહારરાશિમાં લાવનાર જે કર્મ છે તે વિશેષથી લોકસ્થિતિની સાથે સંકળાયેલાં છે. આથી જ મોક્ષમાં જનારા જીવો પોતાના અધ્યવસાયથી જેટલી સંખ્યામાં મોક્ષમાં ગયા તેટલી સંખ્યામાં જીવો લોકસ્થિતિને કારણે તપરિણતિથી બંધાયેલા કર્મરૂપ તદૂનિયોગ દ્વારા નિગોદમાંથી નીકળીને સંવ્યવહારરાશિ આવે છે અને તે નિયોજન