Book Title: Upmiti Bhav Prapancha Katha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ નામના મહત્તમ પાસે આવે છે.
અને તેના વડે શું કરાયું ? તે કહે છે – અને અવનિતલમાં સ્થાપન કર્યા છે એ જાનુ, હસ્ત અને મસ્તક જેણે એવી તેણી વડે=તત્પરિણતિ નામની પ્રતિહારી વડે, પ્રણામ કરીને વિરચિત કર્યા છે કરપુટરૂપી મુકુલ જેણે એવી=કરપુટરૂપી કળી જેણે એવી, તત્પરિણતિ વડે વિજ્ઞાપન કરાયું હે દેવ ! આ સુગૃહીત રામવાળા કર્મપરિણામ દેવતા સંબંધી તનિયોગ નામનો દૂત=તે જીવને અન્ય ભવમાં નિયોજન કરનારો દૂત, દેવદર્શનની અભિલાષા કરતો પ્રતિહારભૂમિમાં રહેલો છે. આ પ્રમાણે સ્થિતિ હોતે છતે દેવ પ્રમાણ છે=બહાર તનિયોગ નામનો દૂત ઊભો છે એ પ્રમાણે સ્થિત હોતે છતે તેને પ્રવેશ કરાવવા વિષયક દેવ પ્રમાણ છે, તેથી=આ પ્રમાણે પ્રાતિહાર્યએ કહ્યું તેથી, તીવ્રમોહોદય વડે સંભ્રમપૂર્વક અત્યંતઅબોધનું મુખ જોવાયું, તે કહે છે=અત્યંતઅબોધ કહે છે – તેને તું શીધ્ર પ્રવેશ કરાવ, ત્યારપછી જે પ્રમાણે દેવ આજ્ઞાપન કરે છે એ પ્રમાણે' કહીને પ્રતિહારી વડે તક્તિયોગ પ્રવેશ કરાવાયો, તેના વડે પણ તનિયોગ કામના કર્મપરિણામરાજાના દૂત વડે પણ, વિનયપૂર્વક પ્રવેશ કરીને મહત્તમ અને બલાધિકૃત પ્રણામ કરાયા, મહત્તમ અને બલાધિકૃત વડે દૂત સ્વાગત કરાયો. તે બંને દ્વારા આસન અપાયું, કૃત ઉચિત પ્રતિપત્તિવાળો આ=દૂત, બેઠો. ત્યારપછી આસનને મૂકીને કરમુકુલને બાંધીને બે હાથ જોડીને, લલાટતટમાં કરીને=મસ્તક પાસે બે હાથ જોડાયેલા કરીને, તીવ્ર મોહોદય વડે કહેવાયું, શું કહેવાયું? તે બતાવે છે, વળી, દેવપાદોનું કર્મપરિણામરાજાનું, મહાદેવીનું= કાલપરિણતિ રાણીનું, અને શેષપરિજનનું કુશલ છે? તનિયોગ વડે કહેવાયું સુષુ કુશલ છે=અત્યંત કુશલ છે. તીવ્રમોહોદય વડે કહેવાયું – અમારા ઉપર આ અનુગ્રહ છેઃકર્મપરિણામરાજાનો અનુગ્રહ છે, જે કારણથી અહીં તમને મોકલવાથી તક્તિયોગ નામના દૂતને મોકલવાથી અમે દેવપાદો વડે= સ્વામી વડે, સ્મરણ કરાયા એથી, આગમનનું પ્રયોજન કહો. તનિયોગ વડે કહેવાયું – તમને છોડીને સ્વામીના અનુગ્રહયોગ્ય અન્ય કોણ છે?
तन्नियोगोक्तलोकस्थितिस्वरूपम् आगमनप्रयोजनं पुनरिदम्-'अस्ति तावद्विदितैव भवतां विशेषेण माननीया, प्रष्टव्या सर्वप्रयोजनेषु, अलङ्घनीयवाक्या, अचिन्त्यमाहात्म्या च भगवती लोकस्थिति म देवपादानां महत्तमभगिनी तस्याश्च तुष्टैर्देवपादैः सकलकालमेषोऽधिकारो वितीर्णः-यथाऽस्ति तावदेषोऽस्माकं सर्वदा परिपन्थी कथञ्चिदुन्मूलयितुमशक्यः सदागमः परमशत्रुः। ततोऽयमस्मबलमभिभूय क्वचिदन्तराऽन्तरा लब्धप्रसरतयाऽस्मदीयभुक्तेनिस्सारयति कांश्चिल्लोकान्, स्थापयति चास्माकमगम्यायां निवृतौ नगर्याम्। एवं च स्थिते विरलीभविष्यत्येष कालेन लोकः, ततः प्रकटीकरिष्यत्यस्माकमयशस्तन्न सुन्दरमेतत्, अतो भगवति लोकस्थिते! त्वयेदं विधेयम्, अस्ति ममाविचलितरूपमेतदेव प्रयोजनमपेक्ष्य संरक्षणीयमसंव्यवहारं नाम नगरम्। ततो यावन्तः सदागमेन मोचिताः सन्तो मदीयभुक्तेर्निर्गत्य निर्वृतिनगर्यां गच्छन्ति

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146