________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ
23
સંસારી જીવના વૃત્તાંતમાં અનાદિ નિગોદનું વર્ણન
-
તેથી સદાગમ વડે પર્ષદા જોવાઈ. દૂરદેશમાં જઈને પર્ષદા રહી, પ્રજ્ઞાવિશાલા પણ ઊભી થતી હતી. પ્રજ્ઞાવિશાલા, તું પણ સાંભળ એ પ્રમાણે કહીને સદાગમ વડે ધારણ કરાઈ અને તેની નિકટવર્તી=પ્રજ્ઞાવિશાલાના નિકટવર્તી, સદાગમના વચનથી ભવ્યપુરુષ પણ બેઠેલ છે. ત્યારપછી તે ચારની પણ આગળ કેવળ અગૃહીતસંકેતાને ઉદ્દેશીને આ સંસારી જીવ બોલે છે આ લોકમાં=સંસારરૂપી ચૌદરાજલોકમાં, આકાલપ્રતિષ્ઠ અનંત જનથી આકુલ અસંવ્યવહાર નામનું નગર છે=ચૌદરાજલોકવર્તી અવ્યવહાર રાશિવાળા જીવોનું નિવાસસ્થાન એવું શાશ્વત નગર છે. તે જ નગરમાં અનાદિવનસ્પતિ નામના કુલપુત્રકો ત્યાં વસે છે=આ સંસારરૂપી અનેક નગરો છે તેમાંથી અસંવ્યવહાર નગરમાં કેવલ અનાદિવનસ્પતિ નામના જીવો વસે છે, અન્ય કોઈ વસતું નથી. તેમાં=તે નગરમાં, આ જ કર્મપરિણામ મહારાજાના સંબંધવાળા અત્યંતઅબોધ અને તીવ્ર મોહોદય નામના સકલકાલસ્થાયી બલઅધિકૃત મહત્તમ વસે છે. અનાદિવનસ્પતિમાં રહેલા જીવોમાં જે અત્યંત અજ્ઞાન અને તીવ્ર મોહનો ઉદય તે બે પરિણામરૂપ કર્મપરિણામરાજાના અનાદિવનસ્પતિનામના નગરના રક્ષક પુરુષો વસે છે. અને અત્યંતઅબોધ અને તીવ્ર મોહોદયરૂપ તે બંને દ્વારા તે નગરમાં જેટલા લોકો છે તે સર્વ પણ કર્મપરિણામ મહારાજાના આદેશથી જ અસ્પષ્ટ ચૈતન્યપણું હોવાને કારણે સૂતેલાની જેમ કાર્ય અકાર્યના વિચારનું શૂન્યપણું હોવાને કારણે મત્તની જેમ, પરસ્પર લોલીભૂતપણું હોવાને કારણે=એક શરીરમાં અનંતા જીવો હોવાને કારણે મૂચ્છિતની જેમ લક્ષ્યમાણ વિશિષ્ટ ચેષ્ટાથી વિકલપણું હોવાને કારણે=અભિવ્યક્ત થાય તેવી વિશિષ્ટ ચેષ્ટાથી રહિતપણું હોવાને કારણે, મરેલાની જેમ, નિગોદ નામના ઓરડાઓમાં નિક્ષેપ કરીને સંપિંડિત સકલકાલ ધારણ કરાય છે. આથી જ=નિગોદ નામના ઓરડાઓમાં સંપિંડિત તેઓ ધારણ કરાય છે આથી જ, તે લોકો ગાઢ સંમૂઢપણાને કારણે=જ્ઞાનાવરણીયકર્મનો પ્રકૃષ્ટ વિપાક વર્તતો હોવાને કારણે કંઈ જાણતા નથી, કંઈ બોલતા નથી, વિશિષ્ટ ચેષ્ટા કરતા નથી=કર્મબંધને અનુકૂળ અધ્યવસાય થાય તેવી ચેષ્ટા કરે છે, નવા નવા શરીરના ગ્રહણને અનુકૂળ ચેષ્ટા કરે છે અને તે શરીરથી આહારાદિ ચેષ્ટા કરે છે, પરંતુ વિશિષ્ટ ચેષ્ટા કરતા નથી. વળી, છેદાતા નથી=સૂક્ષ્મ શરીર હોવાથી શસ્ત્રાદિથી અન્ય વનસ્પતિ આદિના જીવો જે રીતે છેદાય છે તે રીતે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો છેદાતા નથી, ભેદાતા નથી અગ્નિ આદિથી બળાતા નથી, પાણીથી પ્લાવિત થતા નથી, કુટાતા નથી=વનસ્પતિ આદિ સ્થૂલ હોવાથી જેમ કુટાય છે તેમ તેઓ ફૂટવાના સાધનથી પણ ફુટાતા નથી. પ્રતિઘાતને પામતા નથી–એક સ્થાનથી બીજા સ્થાને જવામાં ભીંતઆદિથી પ્રતિઘાતને પામતા નથી, વ્યક્ત વેદનાને અનુભવતા નથી=જન્મ-મરણની વેદના હોવા છતાં અત્યંત જડતા હોવાને કારણે વ્યક્તવેદનાને અનુભવતા નથી. વળી, અન્ય કોઈ લોકવ્યવહારને કરતા નથી અને આ જ કારણને આશ્રયીને=તે જીવો અન્ય કોઈ લોકવ્યવહારને કરતા નથી એ જ કારણને આશ્રયીને, તે નગર= સૂક્ષ્મનિગોદના ગોળારૂપ નગર, અસંવ્યવહાર એ નામથી ગવાય છે, તે નગરમાં=અસંવ્યવહાર નામના નગરમાં, સંસારી જીવ નામવાળો હું વસનારો કુટુંબી હતો=તે નગરમાં વસનારા અનંત