________________
૮૦
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ
જ પૂર્વમાં જે મોહના કલ્લોલો ચિત્તમાં હતા તેના બદલે ભગવાનના વચનથી વાસિત તે ચોરનું અંતઃકરણ બને છે. અને ભગવાનના વચનથી વાસિત ચિત્ત હોવાથી કર્મપરિણામના નરકને અનુકૂળ જે ભાવો હતા તે રૂપ તે રાજપુરુષો તે જીવના ચિત્તમાંથી દૂર થાય છે. અને નાશ થવાને અભિમુખ હોવાથી કાંપતા પુરુષ જેવા દેખાય છે. અને મોહના કલ્લોલો મંદ થવાથી સંસારી જીવરૂપ અનુસુંદર ચક્રવર્તી કંઈક વિશ્વસ્થ થાય છે અર્થાત્ હવે હું દુર્ગતિઓના પાતથી રક્ષિત થયેલો છું એવો વિશ્વાસવાળો થાય છે.
અગૃહીતસંકેતા વડે સંસારી જીવ પુછાયો હે ભદ્ર! કયા પ્રસંગથી કૃતાંત જેવા આ રાજપુરુષો વડે તું ગ્રહણ કરાયો છે. તે=સંસારી જીવે, કહ્યું આ પ્રસંગથી સર્યું, ખરેખર આ પ્રસંગ અનાખેય છે= કહેવામાં લજ્જા આવે તેવું છે. અથવા આ વ્યતિકર ભગવાન સદાગમ નાથ જાણે છે. કહેવાથી શું? સદાગમ વડે કહેવાયું – હે ભદ્ર ! આને અગૃહીતસંકેતાને મહાન કુતૂહલ છે. આથી તેના અપાય માટે અગૃહીતસંકેતાતા કુતૂહલને દૂર કરવા માટે, તું કથન કર=સંસારી જીવ, તું તારો ચોરી પ્રસંગ જે રીતે બન્યો છે એ રીતે કહે – શું દોષ છે? સંસારી જીવ વડે કહેવાયું – નાથ જે આજ્ઞા કરે કેવલ લોકોની સમક્ષ પોતાની વિડંબના કહેવા માટે હું સમર્થ નથી. તેથી હે નાથ ! એકાંતનો આદેશ આપો.
संसारिजीववृत्तान्तेऽनादिनिगोदवर्णनम् ततः सदागमेन विलोकिता परिषत्, स्थिता गत्वा दूरदेशे, प्रज्ञाविशालाऽप्युत्तिष्ठन्ती त्वमप्याकर्णयस्वेति भणित्वा धारिता सदागमेन, तस्याश्च निकटवर्ती सदागमवचनेनैव भव्यपुरुषोऽपि स्थित एव। ततस्तेषां चतुर्णामपि पुरतः केवलमगृहीतसङ्केतामुद्दिश्य प्रजल्पितोऽसौ संसारिजीवः-अस्तीह लोके आकालप्रतिष्ठमनन्तजनाकुलमसंव्यवहारं नाम नगरं, तत्र सर्वस्मिन्नेव नगरेऽनादिवनस्पतिनामानः कुलपुत्रकाः प्रतिवसन्ति, तस्मिंश्चास्यैव कर्मपरिणामस्य महानरेन्द्रस्य संबन्धिनावत्यन्ताऽबोधतीव्रमोहोदयनामानौ सकलकालस्थायिनौ बलाधिकृतमहत्तमौ प्रतिवसतः ताभ्यां चात्यन्ताऽबोधतीव्रमोहोदयाभ्यां तत्र नगरे यावन्तो लोकास्ते सर्वेऽपि कर्मपरिणाममहाराजादेशेनैव सुप्ता इव अस्पष्टचैतन्यतया, मत्ता इव कार्याकार्यविचारशून्यतया, मूर्छिता इव परस्परं लोलीभूततया, मृता इव लक्ष्यमाणविशिष्टचेष्टाविकलतया, निगोदाभिधानेष्वपवरकेषु निक्षिप्य संपिण्डिताः सकलकालं धार्यन्ते। अत एव च ते लोका गाढसम्मूढतया न किञ्चिच्चेतयन्ति, न भाषन्ते, न विशिष्टं चेष्टन्ते, नापि ते छिद्यन्ते, न भिद्यन्ते, न दह्यन्ते, न प्लाव्यन्ते, न कुट्ट्यन्ते, न प्रतिघातमापद्यन्ते, न व्यक्तां वेदनामनुभवन्ति, नाप्यन्यं कञ्चन लोकव्यवहारं कुर्वन्ति, इदमेव च कारणमुररीकृत्य तन्नगरमसंव्यवहारमिति नाम्ना गीयते। तत्र नगरे संसारिजीवनामाहं वास्तव्यः कुटुम्बिकोऽभूवम्। गतश्च तत्र वसतो ममानन्तः
कालः।