________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ
૮૧
આવેલ છે અને જેમ ચોરને ફાંસી માટે લઈ જવામાં આવે તે વખતે જેવી તેની દયાપાત્ર સ્થિતિ હોય તેવી જ દયાપાત્ર સ્થિતિ ભાવથી અનુસુંદર ચક્રવર્તીની છે અને તેને જોઈને પ્રજ્ઞાવિશાલાને દયા ઉત્પન્ન થાય છે.
આતા દ્વારા=પ્રજ્ઞાવિશાલા દ્વારા, વિચારાયું આ વરાકને=આ ચોરતે, જો વળી, શરણ થાય તો આ સદાગમથી થાય, અન્ય કોઈનાથી નહીં. તેથી=પ્રજ્ઞાવિશાલા વડે આ પ્રમાણે વિચાર કરાયો, તેથી તેને અભિમુખ ગઈ=તે ચોરને અભિમુખ ગઈ, યત્નથી આમને=ચોરને, સદાગમ બતાવાયો=એ ચોરને પારમાર્થિક રક્ષણનો ઉપાય સદાગમ કઈ રીતે છે તે તેની સૂક્ષ્મબુદ્ધિને સ્પર્શે તે રીતે પ્રજ્ઞાવિશાલા વડે બતાવાયો, અને કહેવાયું=તે ચોરને કહેવાયું. હે ભદ્ર ! આ ભગવાનનું=સદાગમનું, શરણું સ્વીકાર અને તે=ચોર, સદાગમને પામીને સહસા પ્રાપ્ત થયેલા વિશ્વાસવાળાની જેમ કંઈક ચિંતવન કરતો, અનાખ્યેય એવી અવસ્થાંતરને વેદન કરતો લોકોને જોતાં જ બંધ કરી છે ચક્ષુ જેણે એવો પૃથ્વી પર પડ્યો. કેટલાક કાળ સુધી નિશ્ચલ રહ્યો.
તે અનુસુંદર નામના ચક્રવર્તીને ચોર તરીકે જાણીને તેને વધસ્થાનમાંથી બચાવવા અર્થે ગયેલ પ્રજ્ઞાવિશાલાએ સદાગમનું સ્વરૂપ બતાવ્યું તે સાંભળીને તે ચોરને પૂર્વના ભવમાં જે સદાગમનો પરિચય હતો અર્થાત્ સદ્દ્શાસ્ત્રનો અભ્યાસ કરેલો તે સર્વનું સ્મરણ થાય છે. તેથી જાતિસ્મરણની પ્રાપ્તિકાળમાં ક્ષણભર મૂર્છા આવે છે તેમ મૂર્ચ્છિત થઈને તે ચક્રવર્તી ધરતી ઉપર પડે છે.
આ શું છે ?=આ ચોર આ રીતે અકસ્માત પડી ગયો એ શું છે ? એ પ્રમાણે નાગરિકો વિસ્મય પામ્યા. કોઈક રીતે ચેતના પ્રાપ્ત થઈ=મૂર્છા દૂર થવાથી તે ચોર જાગૃત થયો, ત્યારપછી આ=ચોર, ઊભો થઈને સદાગમને ઉદ્દેશીને હે નાથ ! રક્ષણ કરો, રક્ષણ કરો એ પ્રમાણે મોટાશબ્દથી પોકાર કરવા લાગ્યો, તેથી તું ડર નહીં તને અભય-અભય છે=હવે તને ફાંસીનો ભય નથી, એ પ્રમાણે આ= ચોર, સદાગમ દ્વારા આશ્વાસન કરાયો. ત્યારપછી તેને સાંભળીને=સદાગમના વચનને સાંભળીને, આ સદાગમના શરણને પામ્યો અને સદાગમ વડે સ્વીકારાયો, એથી હવે રાજશાસનનો વિષય નથી એ પ્રમાણે વિચારીને જાણેલા સદાગમના માહાત્મ્યવાળા, સભયવાળા, પાછલા પગોથી દૂર થયેલા કાંપતા તે રાજપુરુષો દૂરદેશમાં રહ્યા. તેથી તે સંસારી જીવ=અનુસુંદર ચક્રવર્તી, કંઈક વિશ્રધ્ધીભૂત થયો=વિશ્વાસ પામ્યો.
પ્રજ્ઞાવિશાલાએ સદાગમને બતાવીને સદાગમનું શરણું સ્વીકારવાનું કહ્યું તેથી તે અનુસુંદર ચક્રવર્તીએ સદાગમનું શરણું સ્વીકારીને, સદાગમને ઉદ્દેશીને કહે છે કે મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. તેથી એ પ્રાપ્ત થાય કે સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણવાથી, પોતે કર્મથી વિડંબના પામી રહ્યો છે તેવો બોધ થવાથી અને ભગવાનરૂપ સદાગમ જ કર્મથી આત્માનું રક્ષણ કરી શકે એવું જણાવાથી ભાવથી અનુસુંદર ચક્રવર્તીએ સદાગમનું શરણ સ્વીકાર્યું અને સદાગમનું શરણું સ્વીકા૨વાથી ક્ષયોપશમવાળું શ્રુતજ્ઞાન આત્મામાં પ્રગટ થાય છે તેનાથી તે જીવને આશ્વાસન મળે છે કે આ શ્રુતના બળથી અવશ્ય હું રક્ષિત થઈશ અને જ્યારે જીવ ભાવથી સદાગમનું શરણું સ્વીકારે છે ત્યારે કર્મપરિણામરાજાનું શાસન તેના ઉપરથી અલ્પ થાય છે, આથી