________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ वराकस्यामुष्मात् सदागमात्सकाशात् शरणं, नान्यस्मात्, कुतश्चित्, ततो गता तदभिमुखं, दर्शिताऽस्मै यत्नेन सदागमः, अभिहितं च-भद्र! अमुं भगवन्तं शरणं प्रतिपद्यस्वेति। स च सदागममुपलभ्य सहसा संजाताश्वास इव किञ्चिच्चिन्तयन्ननाख्येयमवस्थान्तरं वेदयमानः पश्यतामेव लोकानां निमीलिताक्षः पतितो धरणीतले, स्थितः कियन्तमपि कालं निश्चलः, किमेतदिति विस्मिता नागरिकाः, लब्धा कथञ्चिच्चेतना, ततः समुत्थाय सदागममुद्दिश्यासौ त्रायध्वं नाथास्त्रायध्वमिति महता शब्देन पूत्कृतवान्, ततो मा भेषीरभयमभयं तवेत्याश्वासितोऽसौ सदागमेन। ततस्तदाकर्ण्य प्रपन्नोऽयं सदागमस्य शरणं, अङ्गीकृतश्चानेन, अतो न गोचरोऽधुना राजशासनस्येति विचिन्त्य विदितसदागममाहात्म्याः सभयाः प्रत्यक्पादै रपसृताः कम्पमानास्ते राजपुरुषाः, स्थिता दूरदेशे, ततो विश्रब्धीभूतो मनाक् संसारिजीवः । पृष्टोऽगृहीतसङ्केतया-भद्र! कतमेन व्यतिकरण गृहीतस्त्वमेभिः कृतान्तसदृशै राजपुरुषैरिति? सोऽवोचद्-अलमनेन व्यतिकरण, अनाख्येयः खल्वेष व्यतिकरः, यदि वा जानन्त्येवामुं व्यतिकरं भगवन्तः सदागमनाथाः, किमाख्यातेन ? सदागमेनोक्तम्-भद्र! महत्कुतूहलमस्याः, अतस्तदपनोदार्थं कथयतु भवान्, को दोषः? संसारिजीवेनोक्तं-यदाज्ञापयन्ति नाथाः! केवलं जनसमक्षमात्मविडम्बनां कथयितुं न पारयामि, ततो विविक्तमादिशन्तु नाथा इति ।
સંસારીજીવ નામના ચોર વડે સદાગમના શરણનો સ્વીકાર આ બાજુ એક કાલમાં જ એક દિશામાં વાક્કલકલ ઉલ્લસિત થયો. વિરસ, વિષમ, ડિડિમ ધ્વનિ સંભળાય છે. દુદત એવા લોકો દ્વારા કરાયેલો અટ્ટટ્ટહાસ સંભળાય છે, તેથી સમસ્ત પર્ષદા દ્વારા તેને અભિમુખ દૃષ્ટિનો પાત કરાયો. જ્યાં સુધી ભસ્મથી વિલિપ્ત સમસ્ત ગાત્રવાળો, ઐરિક હસ્તકો વડે ચર્ચિત શરીરવાળો, તૃણમલીનાં ટપકાંઓથી ખચિત શરીરવાળોકતૃણશાહીનાં ટપકાંઓથી યુક્ત શરીરવાળો, લટકતી કણવીરની મુંડમાલાથી બચાવાયેલો, વક્ષસ્થલમાં લટકતી શરાવમાલાથી વિડંબના કરાયેલો, જીર્ણ થયેલા પિટકના ખંડથી ધારિત આતપત્રવાળો, ગળાના એકદેશમાં બંધાયેલા ચોરીના માલવાળો, રાસભ ઉપર આરોપણ કરાયેલો, ચારે બાજુથી રાજપુરુષો વડે વીંટળાયેલો, લોકો વડે નિંદા કરાતો, ધ્રુજતા શરીરવાળો, અતિકાયરપણાથી અત્યંત તરલ ચિત્તવાળો=આમ તેમ તરબતર ચિત્તવાળો, ભયથી ઉત્ક્રાંત હદયવાળો, દશે પણ દિશામાં જોતો, અતિ દૂરથી નહીં પણ થોડાક દૂરથી સંસારી જીવ નામનો ચોર જોવાયો, અને તેને જોઈને પ્રજ્ઞાવિશાલાને કરુણા થઈ.
સદાગમ પાસે રાજપુત્ર સહિત પ્રજ્ઞાવિશાલા બેઠેલ છે તે વખતે અગૃહીતસંકેતા પણ ત્યાં જ બેઠેલ છે. આઠમાં અધ્યયનમાં જેની સ્પષ્ટતા કરશે તે અનુસુંદર ચક્રવર્તી પોતાના ચક્રવર્તીના સામ્રાજ્યથી કંઈક દૂરથી પસાર થાય છે તેનો કોલાહાલ ચાલે છે અને તે ચક્રવર્તી જો આ રીતે જ ચક્રવર્તીપણામાં રહે તો નરકમાં જાય તેમ છે. તેથી તેને ચોર ઉપમા આપીને કહેલ છે કે કર્મપરિણામરાજા દ્વારા તેને ફાંસીની સજા આપવામાં