________________
૧૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ અગૃહીતસંકેતા વડે કરાયેલ સદાગમની પર્યાપાસનાનો સંકલ્પ શ્લોકાર્ય :શું કહેવાયું ? તે ‘પ થી કહે છે – હે મહાભાગ્યશાળી ! તું ધન્ય છો ! તારું જીવિત સુંદર છે. જેણીને આ મહાત્મા પુરુષ સાથે પરિચય છે. IIII. શ્લોક :
अहं तु मन्दभाग्याऽऽसं, वञ्चिताऽऽसं पुरा यया ।
ન કૃદોડવં મદમા, પુરુષ: પૂર્વજન્મ: રા શ્લોકાર્થ :
વળી, હું મંદભાગ્યવાળી હતી, જેના કારણે પૂર્વમાં હું ઠગાયેલી હતી=અગૃહીતસંકેતા કહે છે કે હું મંદભાગ્યવાળી છું, જેના કારણે આ મહાપુરુષના દર્શનથી અત્યાર સુધી વંચિત રહેલી છું. ધોયેલા પાપકર્મવાળા આ મહાભાગ પુરુષ મારા વડે જોવાયા નહીં. llll શ્લોક :
नाधन्याः प्राप्नुवन्तीमं, भगवन्तं सदागमम् ।
निर्लक्षणनरो नैव, चिन्तामणिमवाप्नुते ।।३।। શ્લોકાર્ચ -
અધન્ય જીવો આ ભગવાન સદાગમને પ્રાપ્ત કરતા નથી. માટે હું અધન્ય હતી એ પ્રકારે અગૃહીતસંકેતા પ્રજ્ઞાવિશાલાને કહે છે નિર્લક્ષણપુરુષ ચિંતામણિને પ્રાપ્ત કરતો નથી.
હું પણ પુણ્યરહિત હતી તેથી જ ચિંતામણિ જેવા આ મહાપુરુષને સદાગમને, પ્રાપ્ત કરી શકી નહીં. lall બ્લોક :
संजाता पूतपापाऽहमधुना मृगलोचने!।
तव प्रसादाद् दृष्ट्वेमं, महाभागं सदागमम् ।।४।। શ્લોકાર્ય :
હે મૃગલોચના પ્રજ્ઞાવિશાલા, તારા પ્રસાદથી મહાભાગ એવા આ સદાગમને જોઈને હમણાં હું ધોવાયેલા પાપવાળી થઈ છું. llll