________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
શ્લોક :
तत्साम्प्रतं मयाऽप्यस्य, भवत्या सह सुन्दरि! ।
दिने दिने समागत्य, कर्त्तव्या पर्युपासना ।।९।। શ્લોકાર્ય :
તે કારણથી=આ સદાગમ ખરેખર ગુણના નિધાન છે એવો મને વિશ્વાસ થયો છે તે કારણથી, હવે હે સુંદરી, તમારી સાથે મારે પણ દિવસે દિવસે આવીને આમની પર્યાપાસના કરવી જોઈએ= સદાગમની પર્યાપાસના કરવી જોઈએ. ll II શ્લોક :
गुणाः स्वरूपमाचारश्चित्ताराधनमुच्चकैः ।
त्वयाऽस्य सर्वं चार्वगि! ज्ञातं कालेन भूयसा ।।१०।। શ્લોકાર્ચ -
હે ચાર્વગિ પ્રજ્ઞાવિશાલા ! આમના=સદાગમના, અત્યંતપણાથી ગુણો, સ્વરૂપ, આચાર, ચિત્તનું આરાધન તારા વડે ઘણાકાળથી જ્ઞાત છે=અગૃહીતસંકેતા પ્રજ્ઞાવિશાલાને કહે છે કે આ સદાગમ મહાપુરુષ સાથે તારો ઘણાકાળનો પરિચય છે તેથી તે તેના ગુણોને જાણે છે, આથી જ પૂર્વમાં સદાગમના સર્વગુણો વિસ્તારથી તેં મને બતાવ્યા છે. વળી, આ સદાગમનું સ્વરૂપ કેવું છે તે પણ તું જાણે છે. વળી, આ સદાગમ કેવા આચારો પાળનારા છે તે પણ તું જાણે છે, હું જાણતી નથી. વળી, આ સદાગમના ચિત્તનું આરાધન કઈ રીતે થઈ શકે તે પણ તું જાણે છે, હું જાણતી નથી. કઈ રીતે સદાગમનું અનુસરણ કરવાથી સદાગમનું ચિત્ત આપણા પ્રત્યે કૃપાળુ થાય તે તું જાણે છે, હું જાણતી નથી. આ પ્રમાણે અગૃહીતસંકેતા પ્રજ્ઞાવિશાલાને કહે છે. આથી=પ્રજ્ઞાવિશાલા તારા વડે સદાગમના ગુણો આદિ અત્યંત જ્ઞાત છે. ||૧૦|| શ્લોક :
अतो ममापि तत्सर्वं, निवेद्यं वल्गुभाषिणि! ।
येनाहमेनमाराध्य, भवामि तव सन्निभा ।।११।। શ્લોકાર્ચ -
આથી, હે વલ્લુભાષિણિ =હે સુંદર બોલનારી પ્રજ્ઞાવિશાલા, તે સર્વ=સદાગમના ગુણો સ્વરૂપ આદિ સર્વ, મને પણ નિવેદન કરાવા જોઈએeતારા વડે નિવેદન કરાવા જોઈએ, જેથી આમની આરાધના કરીને સદાગમની આરાધના કરીને, હું તારા જેવી થાઉં. II૧૧il