________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
શ્લોક :
ततः प्रज्ञाविशालाऽऽह, चारु चारूदितं प्रिये! ।
થવું ગુરુ દત્ત, સત્નો ને પરિશ્રમ ા૨ાા શ્લોકાર્થ :
તેથી=અગૃહીતસંકેતાએ પ્રજ્ઞાવિશાલાને કહ્યું કે હું પણ સદાગમની આરાધના કરીને તારા જેવી થાઉં તેથી, પ્રજ્ઞાવિશાલા કહે છે. હે પ્રિય સખી ! સુંદર સુંદર તારા વડે કહેવાયું, જો આ પ્રમાણે આ સદાગમની આરાધના કરીને મારા જેવી થવા પ્રયત્ન કરીશ તો, ખરેખર મારો પરિશ્રમ સફલ છે.
પ્રજ્ઞાવિશાલા બુદ્ધિમાન છે તેથી પૂર્વમાં અગૃહીતસંકેતાને ક્યારેય સદાગમનો પરિચય કરાવ્યો નહીં. પરંતુ સદાગમ પ્રત્યે તેને અત્યંત અહોભાવ થાય તેના માટે ઉચિત કાળક્ષેપ આવશ્યક છે તેમ જાણીને અગૃહીતસંકેતાને પ્રસંગ પામીને સદાગમનું માહાત્મ બતાવ્યું. જે સાંભળીને અગૃહીતસંકેતાને પ્રજ્ઞાવિશાલા પ્રત્યે કંઈક વિશ્વાસ હતો તોપણ સદાગમના ગુણના વર્ણનથી પ્રજ્ઞાવિશાલાનાં વચન અતિશયોક્તિવાળા લાગે છે છતાં સદાગમને જાણવાની જિજ્ઞાસા પણ ઉત્પન્ન થાય છે અને અગૃહીતસંકેતાની બુદ્ધિમાં સદાગમના વર્ણનથી સાંભળેલા ગુણો કંઈક ઉપસ્થિત હતા અને સદાગમને જોવાથી તે ગુણો તેવા જ છે તેવું સામાન્યથી તેને નિર્ણય થાય છે અને જો તે ગુણોના વર્ણન વગર અગૃહતસંકેતા સદાગમનાં દર્શન કરે તો પણ તે પ્રકારે સદાગમને જાણી શકે નહીં તેથી ઉચિતકાળે સદાગમના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરીને સદાગમની આરાધનાને સન્મુખ અગૃહીતસંકેતાને જાણીને પ્રજ્ઞાવિશાલા કહે છે કે જો તું સદાગમની આરાધના કરીશ તો મારો શ્રમ તું સફલ કરે છે; કેમ કે સદાગમને પામીને અગૃહીતસંકેતા હિતની પરંપરાને પામે એ જ અભિપ્રાયથી પ્રજ્ઞાવિશાલાનો અત્યાર સુધીનો સર્વ શ્રમ હતો. વિશા શ્લોક :
अहो विशेषविज्ञानमहो वचनकौशलम् ।
अहो कृतज्ञता गुर्वी, तवेयं चारुलोचने! ।।१३।। શ્લોકાર્ચ -
પ્રજ્ઞાવિશાલા અગૃહીતસંકેતાને કહે છે. હે ચારુલોચના ! તારું આ અહો વિશેષ વિજ્ઞાન છેઃ અગૃહીતસંકેતાનું આ પ્રકારનું કથન સુંદર એવું વિશેષ વિજ્ઞાન છે, અહો વચનનું કૌશલ્ય= અગૃહીતસંકેતાનું આ પ્રકારનું કથન કહેવામાં સુંદર વચનનું કુશલપણું છે, અહો ઘણી કૃતજ્ઞતા છે=સદાગમનો પરિચય કરાવાથી જે અગૃહીતસંકેતા પ્રજ્ઞાવિશાલાનો ઉપકાર અભિવ્યક્ત કરે છે તેમાં તેનો કૃતજ્ઞતાનો ગુણ ઘણો શ્રેષ્ઠ છે. ૧૩