________________
૭૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ
શ્લોક :
सङ्केताभावतो भद्रे! न जानीषे सदागमम् ।
तथापि परमार्थेन, योग्यता तव विद्यते ।।१४।। શ્લોકાર્ય :
હે ભદ્ર ! સંકેતનો અભાવ હોવાથી તું સદાગમને જાણતી નથી. તોપણ તારી પરમાર્થથી યોગ્યતા વિધમાન છે=પ્રજ્ઞાવિશાલા અગૃહીતસંકેતાને કહે છે કે શાસ્ત્ર જે તાત્પર્યમાં કહે છે તેના સંકેતના જ્ઞાનનો તને અભાવ હોવાથી તું સદાગમને જાણતી નથી અર્થાત્ તારામાં સદાગમ સમ્યફ પરિણામ પામ્યો નથી. તોપણ સદાગમ પ્રત્યે તને સદ્ભાવ છે તે કારણે પરમાર્થથી સદાગમને પ્રાપ્ત કરવાની તારી યોગ્યતા છે; કેમ કે જે જીવોને સદાગમ પ્રત્યે બહુમાન છે તે જીવો મંદબુદ્ધિવાળા હોય તોપણ સદાગમના વચનને પ્રીતિપૂર્વક સાંભળે છે તેથી, પુનઃ પુનઃ સ્મરણ દ્વારા તેના પરમાર્થને પ્રાપ્ત કરી શકે છે. I[૧૪ શ્લોક :
एवं च कुर्वती नित्यं, मया सार्द्ध विचारणम् ।
अज्ञातपरमार्थाऽपि, ज्ञाततत्त्वा भविष्यसि ।।१५।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે હંમેશાં મારી સાથે વિચારણાને કરતી અજ્ઞાત પરમાર્થવાળી પણ તું જાણેલા તત્વવાળી થઈશ. I૧૫II શ્લોક :
ततः संजाततोषे ते, नमस्कृत्य सदागमम् ।
प्रियसख्यौ गते तावत्स्वस्थानं तत्र वासरे ।।१६।। શ્લોકાર્ચ -
ત્યારપછી સંજાતતોષવાળી એવી તે બંને પ્રિયસખી સદાગમને નમસ્કાર કરીને તે દિવસે સ્વાસ્થાનમાં ગઈ. II૧૬ll
બ્લોક :
एवं दिने दिने सख्योः, कुर्वत्त्योः सेवनां तयोः । सदागमस्य गच्छन्ति, दिनानि किल लीलया ।।१७।।