________________
૫૮
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ
एष स्वाभाविकानन्दकारणत्वेन गीयते । सातासातोदयोत्पाद्यमिथ्याबुद्धिविधूनकः । । ११ । ।
શ્લોકાર્થ ઃ
આ=સદાગમ, સ્વાભાવિક આનંદના કારણપણા વડે ગવાય છે. આ=સદાગમ જેઓના ચિત્તમાં ઉપયોગ રૂપે વર્તે છે, સદાગમના ઉપયોગના બળથી કષાયો શાંત-શાંતતર થાય છે, તેઓને સ્વાભાવિક આનંદ પ્રાપ્ત થાય છે, તેથી સદાગમ સ્વાભાવિક આનંદનું કારણ છે તેમ કહેવાય છે. શાતા-અશાતાના ઉદયથી ઉત્પાધ મિથ્યાત્વ બુદ્ધિનો વિધ્નક સદાગમ છે=સંસારી જીવોને શાતા જ સુખ જણાય છે. અશાતા દુઃખ જ જણાય છે. પરંતુ શાતાની પ્રાપ્તિ અર્થે જે ક્લેશો કરે છે તેના કારણે જે અંતસ્તાપ વર્તે છે તે દુઃખ રૂપે જણાતું નથી અને અશાતા પ્રાપ્ત થાય છે ત્યારે અશાતાને કારણે જે અરતિ, ખેદ, ઉદ્વેગ, આદિભાવો થાય છે તે સર્વક્લેશો ક્લેશરૂપે જણાતા નથી. શાતાનો તેવો મૂઢ રાગ અને અશાતાનો તેવો મૂઢ દ્વેષ વર્તે છે. જેથી પોતાના વાસ્તવિક ભાવોનું યથાર્થ દર્શન પણ કરવા તેઓ સમર્થ બનતા નથી. તે મિથ્યાત્વબુદ્ધિનો નાશ કરીને જીવના સ્વાભાવિક સુખને બતાવનાર શ્રુતજ્ઞાન છે. તેથી નિપુણપ્રજ્ઞાપૂર્વક શ્રુતવચનના પરમાર્થને જાણવા યત્ન કરવાથી જીવને મોહથી અનાકુળ અવસ્થા અને કર્મના ઉપદ્રવ વગરની અવસ્થા સાર રૂપ જણાય છે અને કર્મજન્ય સર્વ ભાવો અસાર રૂપે જણાય છે તેથી, આ જ સદાગમ મિથ્યાત્વબુદ્ધિનો નાશક છે. II૧૧।।
શ્લોક ઃ
:
एष एव गुरुक्रोधवह्निविध्यापने जलम् ।
एष एव महामानपर्वतोद्दलने पविः ।। १२ ।।
શ્લોકાર્થ
આ જ=સદાગમ જ, ભારે ક્રોધ રૂપી અગ્નિના વિધ્યાપનમાં જલ છે.
કોઈક નિમિત્તને પામીને મહાત્માનું ચિત્ત અત્યંત ક્રોધરૂપી અગ્નિથી પ્રજ્વલિત બને છે. છતાં સદાગમના વચનનું સ્મરણ થાય તો તે ક્રોધરૂપી અગ્નિને શમાવવામાં જલ તુલ્ય સદાગમ છે. જેમ પ્રસન્ન ચંદ્રરાજર્ષિ પોતાના મંત્રીના અનુચિત વર્તનથી ક્રોધિત થઈને સાતમી નકને અનુકૂળ પરિણતિવાળા થયા અને સહસા સદાગમના વચનનું સ્મરણ થવાથી ોધરૂપી અગ્નિનું તે પ્રકારે શમન કર્યું જેથી ક્ષપક શ્રેણીને પામીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
આ જ=સદાગમ જ, મહામાનરૂપી પર્વતના ઉદ્દલનમાં વજ્ર છે.
જે મહાત્માઓને સદાગમના વચનથી તીર્થંકરો, ઋષિઓ મહર્ષિઓના ઉત્તમ સ્વરૂપનું સ્મરણ થાય છે