________________
Че
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
તેઓ ગુણો પ્રત્યે અત્યંત નમેલા હોય છે. તેથી તેવા મહાત્માને માનકષાય પ્રાયઃ ઊઠે નહીં; કેમ કે તેઓ આગળ પોતે સાવ અલ્પ છે છતાં ક્યારેક મૂઢતાને વશ તુચ્છ બાહ્યસંપત્તિ કે શરીર આદિના બળને કારણે માનકષાય ઊઠેલો હોય અને સદાગમના વચનનું સ્મરણ થાય તો તેઓને પૂર્વના મહાપુરુષો આગળ પોતે સાવ અલ્પશક્તિવાળો છે તેવું જણાવાથી તત્ક્ષણ માનકષાય દૂર થાય છે. જેમ કોઈને પોતાના દેહના બળને કારણે ગર્વ થયો હોય અને ભગવાનના અતુલ બળનું સ્મરણ સદાગમના વચનથી થાય ત્યારે પોતાના તુચ્છ બળજન્ય માન તરત શાંત થાય છે. ૧૨ા
શ્લોક ઃ
एष मायामहाव्याघ्रीघातने शरभायते ।
एष एव महालोभनीरधेः शोषणानलः । । १३ ।।
શ્લોકાર્થ :
આ=સદાગમ, માયારૂપી મહા વ્યાધીના ઘાત માટે=મહાવાઘણના ઘાત માટે, શરભની જેમ આચરણ કરે છે=અષ્ટાપદની જેમ આચરણ કરે છે.
કોઈ જીવને અનાદિના ભવ અભ્યાસને કારણે માયાનો પરિણામ થયો હોય તોપણ સર્વજ્ઞના વચનરૂપ સદાગમથી તેનું ચિત્ત ભાવિત બને તો, માયારૂપી મહાવાઘણનો તત્કાલ નાશ થાય છે.
આ જ=સદાગમ જ, મહાલોભના સમુદ્રને શોષવા માટે વડવાનલ છે.
સમુદ્રમાં વડવાનલ ઊઠે ત્યારે સમુદ્રનું ઘણું પાણી વડવાનલ રૂપી અગ્નિ શોષે છે તેમ બાહ્યપદાર્થો પ્રત્યે મૂર્છાને કારણે જીવમાં મહાલોભ વૃદ્ધિ પામતો હોય અને સદાગમના વચનથી તેનું ચિત્ત ભાવિત થાય તો અનિચ્છામાં જ સુખ છે તેવો સૂક્ષ્મબોધ થવાથી લોભનો પરિણામ ક્ષીણ-ક્ષીણતર થાય છે, માટે લોભરૂપી સમુદ્રને શોષણ કરવા માટે વડવાનલ જેવો સદાગમ છે. II૧૩||
શ્લોક ઃ
एष हास्यविकारस्य, गाढं प्रशमनक्षमः ।
एष मोहोदयोत्पाद्यां, रतिं निर्नाशयत्यलम् ।।१४।।
શ્લોકાર્થ :
આ=સદાગમ, હાસ્યના વિકારને ગાઢ શમનમાં સમર્થ છે=જેઓ ભગવાનના વચનથી ભાવિત થાય છે તેઓમાં ભગવાનના વચનના રહસ્યને સ્પર્શનારી બુદ્ધિ થવાથી ગાંભીર્યગુણ પ્રગટે છે. જેથી તુચ્છ વૃત્તિમાંથી ઉત્પન્ન થતા હાસ્યનો વિકાર અત્યંત શમન થાય છે. માટે સદાગમ હાસ્યના વિકારને શમન કરવા માટે અત્યંત સમર્થ છે. આ=સદાગમ, મોહના ઉદયથી ઉત્પાધ એવી રતિને અત્યંત નાશ કરે છે–સદાગમથી ભાવિત મહાત્માઓનું ચિત્ત આત્માના નિરાકુલભાવને