________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ
૬૧ પોતાની મલિન પરિણતિઓ જ જુગુપ્સનીય જણાય છે. ઉચિત ગુણનિષ્પત્તિ માટે ત્વરા વિદ્ભકારી છે. સ્વસ્થતાથી કરાયેલા યત્નથી જ ગુણસમૃદ્ધિ પ્રગટે છે તેવો બોધ થાય છે. તેથી શ્રુતથી ભાવિતમતિવાળા જીવો જુગુપ્સનીય ભાવો પ્રત્યે જુગુપ્સા કરતા નથી. અત્રાપૂર્વક ગમન કરે છે. અતરાપૂર્વક સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે તેથી જુગુપ્સા, ત્વરા અને વિકારોના શમન માટે સદાગમ જ સમર્થ છે. I૧૬ના શ્લોક :
एष कामपिशाचस्य, दृढमुच्चाटने पटुः ।
एष एव च मार्तण्डो, मिथ्यात्वध्वान्तसूदनः ।।१७।। બ્લોકાર્ધ :
આરસદાગમ, કામપિશાચના ઉચ્ચાટનમાં અત્યંત પટુ છે. જેમ કોઈ પિશાચ ચેનચાળા કરતો હોય અને માંત્રિક પુરુષ તેની ઉચ્ચાટનની ક્રિયા કરે તો પિશાચ તત્કાલ પલાયન થાય છે, તેમ સદાગમથી ભાવિતમતિવાળાને કામવિકારો અત્યંત આત્માની કુત્સિત અવસ્થા રૂપે જણાય છે. તેથી જેમ જેમ તેઓ સદાગમથી ભાવિત થાય છે તેમ તેમ આત્મામાં રહેલા કામના વિકારોને ઉત્પન્ન કરે તેવા સંસ્કારો અત્યંત ક્ષીણ-ક્ષીણતર થાય છે. જેથી બાહ્યનિમિતોને પામીને પણ વિકારનો ઉદ્ભવ થતો નથી, આ જ=સદાગમ જ, મિથ્યાત્વ રૂપી અંધકારને નાશ કરનાર માર્તણ્ડ છે=સૂર્ય છે, જેમ રાત્રિના ગાઢ અંધકારમાં સૂર્યનો ઉદય થાય છે, ત્યારે અંધકાર દૂર થાય છે તેમ આત્મામાં પોતાના મૂળ સ્વરૂપ વિષયક અને તેની પ્રાપ્તિના ઉપાય વિષયક અજ્ઞાન વર્તે છે જે ગાઢ અંધકાર સ્વરૂપ છે. જેથી, બાહ્ય ભાવોથી જ હું સુખી છું અને દુઃખી છું તેમ વિચારીને સદા વિપરીત પ્રવૃત્તિઓ કરીને આત્માનું જ અહિત કરે છે અને તેનાં કારણભૂત મિથ્યાત્વરૂપ અજ્ઞાનને નાશ કરનાર સૂર્ય તુલ્ય ભગવાનનું વચન છે. આથી જ ભગવાનના વચનને પામીને ઘણા જીવો અલ્પકાળમાં મિથ્યાત્વનો નાશ કરીને સર્વકર્મનો નાશ કરવા સમર્થ બન્યા. III શ્લોક :
एष एव चतुर्भेदजीवितोच्छेदकारणम् ।
यतो जीवं ततोऽतीते, नयत्येष शिवालये ।।१८।। બ્લોકાર્ધ :
આ જ=સદાગમ જ, ચાર ભેટવાળા જીવિતના=ચારગતિના પરિભ્રમણ રૂપ જીવિતના, ઉચ્છેદનું કારણ છે. જે કારણથી જીવને આ સદાગમ, તેનાથી=ચારગતિથી, અતીત એવા શિવાલયમાં લઈ જાય છે. જે જીવો સદાગમથી અત્યંત ભાવિત થાય છે તેઓનું ચિત્ત વીતરાગના વચન રૂપ સદાગમથી વીતરાગતાને