________________
૬૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ અભિમુખતર ભાવોની નિષ્પત્તિ દ્વારા તે જીવને વીતરાગ કરે છે. જેથી, ચાર ગતિઓના પરિભ્રમણનો છેદ કરીને સદાગમ તે જીવને મોક્ષમાં પહોંચાડે છે. I૧૮ શ્લોક :
शुभेतरेण या नाम्ना, कृता लोकविडम्बना ।
छिन्ते तामेष लोकानामनङ्गस्थानदानतः ।।१९।। શ્લોકાર્ધ :
શુભ અને ઈતર એવા નામકર્મથી કરાયેલી જે લોકોની વિડંબના છે. તેને નામકર્મકૃત વિડંબનાને, આ=સદાગમ, લોકોને અનંગસ્થાનના દાનથી=અશરીરવાળી અવસ્થાની પ્રાપ્તિ કરાવવાથી નાશ કરે છે. ll૧૯ll શ્લોક :
सर्वोत्तमत्वं भक्तानां, विधायाक्षयमव्ययम् ।
एष एव छिनत्त्युच्चैींचैर्गोत्रविडम्बनाम् ।।२०।। શ્લોકાર્થ :
ભક્તોના અક્ષય, અવ્યય એવા સર્વોત્તમત્વને કરીને આ જસદાગમ જ, ઊંચ નીચ ગોત્રની વિડંબનાનો ઉચ્છેદ કરે છે=સર્વકર્મરહિત જીવ જ્યારે થાય છે ત્યારે ક્ષય ન પામે તેવી અક્ષય અને અવ્યય રૂપ સર્વોત્તમત્વ અવસ્થાને સદાગમના માહાભ્યથી પ્રાપ્ત કરે છે જેથી તેઓની ઊંચ નીચ ગોત્રની વિડંબના સદા માટે દૂર થાય છે. ll ll શ્લોક :
एष एव च दानादिशक्तिसन्दोहकारणम् ।
एष एव महावीर्ययोगहेतुरुदाहृतः ।।२१।। શ્લોકાર્થ :
આ જ=સદાગમ જ, દાનાદિશક્તિના સંદોહનું કારણ છે=દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય ઉપભોગાંતરાય કર્મોના ક્ષયોપશમજન્ય જીવમાં જે દાનાદિ-શક્તિઓનો સમૂહ છે તે શક્તિઓને પ્રગટ કરવાનું કારણ આ સદાગમ જ છે. તેથી તે સદાગમના માહાભ્યથી મહાત્માઓ સંસારમાં પણ દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય કર્મોના ક્ષયોપશમજન્ય અનેક પ્રકારના સુખ વૈભવને ભોગવે છે અને દાન આપીને મનુષ્યભવને સફળ કરે છે. આ જ=સદાગમ જ, મહાવીર્યના યોગનું હેતુ કહેવાયું છે. જેઓ શ્રતથી વાસિતમતિવાળા છે તેઓ અનાદિથી સંચિત કર્મોનો નાશ કરીને આત્માની ગુણસંપત્તિને