________________
GO
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ અભિમુખ વર્તતું હોવાથી તુચ્છ બાહ્યપદાર્થોમાંથી આનંદ લેવાની વૃત્તિરૂપ રતિનો અત્યંત નાશ થાય છે. ૧ શ્લોક :
एष एवाऽरतिग्रस्ते, जनेऽस्मिन्नमृतायते ।
एष एव भयोद्धान्तसत्त्वसंरक्षणक्षमः ।।१५।। શ્લોકાર્ચ -
આ જ=સદાગમ જ, અરતિથી ગ્રસ્ત એવા આ જીવમાં અમૃતની જેમ આચરણા કરે છે. જેમાં કોઈ રોગથી ગ્રસ્ત હોય અને અમૃતનું પાન કરે તો તત્કાલ તે રોગનું શમન થાય છે તેમ સંસારના કોઈક પ્રતિકૂળ ભાવોને કારણે સંસારીનું ચિત અરતિથી ગ્રસ્ત હોય ત્યારે સદાગમનાં વચનો શ્રવણ કરે કે ભાવન કરે તો તુચ્છ બાહ્યપદાર્થો પ્રત્યેનું આકર્ષણ દૂર થવાથી અને સદાગમના વચનથી જણાતા અંતરંગ વીતરાગભાવ પ્રત્યે પક્ષપાત થવાથી તત્કાલ અરતિ દૂર થાય છે અને જીવ સ્વસ્થતાના સુખને પામે છે માટે સદાગમ અરતિની પીડામાં અમૃતનું કાર્ય કરે છે. આ જ=સદાગમ જ, ભયથી ઉભ્રાંત જીવના સંરક્ષણમાં સમર્થ છે જીવ વડે આત્માથી ભિન્ન બાહ્યપદાર્થો પ્રત્યે એકત્વબુદ્ધિ થવાથી પોતાના દેહને નાશક કે દેહને અનુકૂળ ભોગસામગ્રીને નાશક ભાવોની પ્રાપ્તિ થાય ત્યારે ભય ઉત્પન્ન થાય છે. અને સદાગમથી ભાવિતમતિવાળા જીવને દેહથી ભિન્ન વર્તતો જીવ પોતાની અંતરંગ ગુણસમૃદ્ધિથી સમૃદ્ધ દેખાવાને કારણે બાહ્યસમૃદ્ધિના નાશનો ભય શાંત થાય છે. ll૧૫ll શ્લોક :
एष शोकभराक्रान्तं, संधीरयति देहिनम् ।
एष एव जुगुप्सादिविकारं शमयत्यलम् ।।१६।। શ્લોકાર્ચ -
આરસદાગમ, શોકના ભરાવાથી આક્રાંત થયેલા જીવને સંધીરણ કરે છે શોકથી રહિત કરે છે સ્વજન, ધનાદિના વિયોગને કારણે કોઈક જીવ શોકાતુર હોય અને સદાગમના વચનથી ભાવિત થાય તો અંતરંગ મહાસમૃદ્ધિથી સંપન્ન પોતે છે તેવું જણાવાથી તુચ્છ બાહ્યસમૃદ્ધિના નાશજન્ય શોક તે જીવનો દૂર થાય છે. આ જ=સદાગમ જ, જુગુપ્સાદિ વિકારને અત્યંત શમન કરે છે.
મોહના ઉદયને કારણે જુગુપ્સનીય પદાર્થોને જોઈને જુગુપ્સા થાય છે. ક્વચિત્ મોહના ઉદયથી ત્વરા થાય છે. ક્વચિત્ નિરર્થક ઉત્સુકતાદિ ભાવો થાય છે તે સર્વને શમન કરવા માટે સદાગમ જ સમર્થ છે; કેમ કે સદાગમથી ભાવિતમતિવાળાના જીવને બાહ્ય જુગુપ્સનીય પદાર્થો જુગુપ્સનીય જણાતા નથી, પરંતુ