________________
૫૬
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
एषोऽविरतिजम्बालकल्मषक्षालनक्षमः ।
एष एव च योगानां, दुष्टानां वारणोद्यतः । । ६ ॥
શ્લોકાર્થ ઃ
અવિરતિના જંબાલના કલ્મષના ક્ષાલનમાં સમર્થ આ છે=આત્મામાં વર્તતો અવિરતિના પરિણામરૂપ જે કાદવ તેને દૂર કરવામાં સમર્થ આ સદાગમ છે. આ જ=સદાગમ જ, દુષ્ટયોગોના વારણમાં ઉધત જ છે=તત્પર છે=જે જીવો સદાગમના વચનથી સદા ભાવિત થાય છે તેઓના દુષ્ટયોગોનું વારણ કરવામાં તત્પર આ સદાગમ જ છે. IIGI
શ્લોક ઃ
शब्दादिचरटाक्रान्ते, हृतधर्म्मधने जने ।
समर्थो भगवानेष, नान्यस्तस्य विमोचने ॥ ७ ॥
શ્લોકાર્થ :
શબ્દાદિ ચોરટાઓથી આક્રાંત હોતે છતે હરણ કર્યું છે ધર્મરૂપી ધન જેણે એવા લોકો હોતે છતે આ ભગવાન સદાગમ તેના વિમોચનમાં સમર્થ છે=તે ચોરટાઓથી જીવોને છોડાવવામાં આ સદાગમ જ સમર્થ છે, અન્ય નથી.
જે જીવો ભગવાનના વચનરૂપ સદાગમથી ચિત્તને વાસિત કરે છે તેઓની આત્મસંપત્તિ હરનારા શબ્દાદિ વિષયો સમર્થ થતા નથી. તેથી પૂર્વમાં તે ચોરટાઓએ જે આત્મસંપત્તિ હરણ કરેલી તે સંપત્તિને પાછી મેળવવા માટે સમર્થ સદાગમ જ છે. આથી જેઓ સદાગમથી ચિત્તને વાસિત કરે છે. તેઓના ચિત્તમાં વિષયોથી હરણ કરાયેલું ધર્મરૂપી ધન તેઓને પાછું પ્રાપ્ત થાય છે. IIના
શ્લોક ઃ
एष एव महाघोरनरकोद्धरणक्षमः ।
पशुत्वदुःखसंघातात् त्रायकोऽप्येष देहिनाम् ॥ ८ ॥
શ્લોકાર્થ ઃ
આ જ=સદાગમ મહાઘોર નરકના ઉદ્ધરણમાં સમર્થ છે=જેઓએ સદાગમની પ્રાપ્તિ પૂર્વે તેવા ક્લેશભાવો કર્યા છે જેના ફળરૂપે મહાનરકને પામે તેવા છે તેઓને પણ ઉદ્ધરણ કરવામાં સમર્થ
આ સાગમ જ છે. જેમ વંકચૂલે ધર્મપ્રાપ્તિ પૂર્વે અનેક પાપો કરેલાં જેના ફળ રૂપે પ્રાયઃ નરકની પ્રાપ્તિ જ સુલભ હતી. છતાં સદાગમના વચનના ભાવનથી બારમા દેવલોકમાં જાય છે, દુઃખના સંઘાતથી માયક પણ આ=સદાગમ, જીવોને છે.
પશુત્વ