________________
પ૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ
અહીં વિશેષ એ છે કે પૂર્વમાં સર્વ કાર્ય કર્મપરિણામરાજા અને કાલપરિણતિથી થાય છે તેમ બતાવ્યું તે સ્થાનમાં કાલપરિણતિ અને કર્મપરિણામરાજાને આશ્રયીને પરસ્પર કઈ રીતે સર્વ કાર્યો પ્રત્યે તેઓ કારણ છે તેમ બતાવ્યું અને પ્રસ્તુત કથન દ્વારા જીવનો પ્રયત્ન અને કર્મનો પરિણામ પરસ્પર મિલિત થઈને કઈ રીતે કાર્ય કરે છે તેનું સ્વરૂપ બતાવ્યું. જે જીવો સદાગમનું લેશ પણ અનુસરણ કરતા નથી તેઓનો સર્વ પ્રયત્ન મિથ્યાત્વથી વાસિત મતિવાળો હોવાથી કર્મને પરતંત્ર જ સર્વ પરિણામો તેઓ કરે છે અને કર્મને પરતંત્ર પરિણામને અનુસાર જ તેઓ કર્મો બાંધીને સંસારની સર્વ કદર્થનાઓ પામે છે અને જે જીવો કોઈક રીતે કર્મની લઘુતા થવાથી સદાગમને અભિમુખ બને છે કે સદાગમના વચનાનુસાર પ્રવૃત્તિ કરે છે તેઓના સદાગમવચનાનુસાર થયેલા ક્ષયોપશમથી થતા પ્રયત્ન અને કર્મપરિણામ તે પરસ્પર મિલિત થઈને તે જીવોને સંસારમાં તે તે સારાભાવોની પ્રાપ્તિ કરાવે છે. આથી જ સદાગમને પરતંત્ર થઈને જીવનારા મહાત્માઓ કેટલાક તીર્થકરો, ગણધરો, ઋષિઓ, મહર્ષિઓ થાય છે અને દેવભવમાં ઇન્દ્ર અને મહાસમૃદ્ધિવાળા દેવો થાય છે. તે સર્વમાં તેઓનો સમ્યગુ પુરુષકાર અને કર્મનો પરિણામ બંને કારણ બને છે. આથી જ સર્વ કાર્યોની પ્રાપ્તિ પ્રત્યે દેવ અને પુરુષકાર મિલિત થઈને કાર્ય કરે છે.
सदागमस्य सुबान्धवादिरूपता
બ્લોક :
अन्यच्च कथ्यते तुभ्यं, कौतुकं यदि विद्यते । रूपं सदागमस्यास्य, तद् बुध्यस्व मृगेक्षणे! ।।१।।
સદાગમની સુબાંધવ આદિ રૂપતા શ્લોકાર્ચ -
અને બીજું તને અગૃહીતસંકેતાને, કહેવાય છે પ્રજ્ઞાવિશાલા વડે કહેવાય છે, જો કૌતુક વિધમાન છે નવું જાણવાની જિજ્ઞાસા વિધમાન છે, હે મૃગના જેવી આંખવાળી અગૃહીતસંકેતા! આ સદાગમનું સ્વરૂપ છે તે તું જાણ. IIll શ્લોક :___ एष एव जगन्नाथो, वत्सलः परमार्थतः ।
एष एव जगत्त्राणमेष एव सुबान्धवः ।।२।। શ્લોકાર્થ :
આ જ જગતના નાથ છે=આ સદાગમ જ જગતના જીવોનો યોગ-ક્ષેમ કરનાર હોવાથી સ્વામી છે. પરમાર્થથી વત્સલ છે=જીવોનું એકાંતે હિત કરે તેવી નિર્મળ પ્રજ્ઞાવાળા છે. આ જ સદાગમ જ, જગતના જીવોનું ગાણ છે=જગતના જીવોને દુર્ગતિની વિડંબનાથી રક્ષણ કરનારા