________________
પર
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ તોપણ બહુતમ પ્રવૃત્તિ સદાગમના વચનના સ્મરણથી જ કરે છે. ક્વચિત્ શ્રાવક અવસ્થામાં હોય તોપણ સર્વપ્રવૃત્તિઓ ભગવાનના વચનનું સ્મરણ કરીને તે પ્રમાણે કરવા યત્ન કરે છે તોપણ અનાદિ ભવ અભ્યસ્ત પ્રમાદને કારણે ક્યારેક અલના પામે છે છતાં બહુતમ પ્રવૃત્તિ સદાગમ વચનાનુસાર જ કરે છે. તેઓને પણ કર્મપરિણામરાજા ઉપરના દેવલોકોમાં જ તેઓના પરિણામ અનુસાર લઈ જાય છે પરંતુ તુચ્છ અસારભવોમાં તે જીવોને કર્મપરિણામરાજા ક્યારેય મોકલતો નથી. વળી, કેટલાક જીવો પૂર્ણ અનુષ્ઠાન સેવવા માટે પણ સમર્થ નથી. બહુતમ પણ સદાગમના વચનાનુસાર સેવવા સમર્થ નથી. તોપણ જેઓને સ્થિરનિર્ણય છે કે સંસારરૂપી અટવીમાંથી બહાર કાઢવાનો એક ઉપાય ભગવાનના વચનરૂપ સદાગમ જ છે તેથી, સતત સદાગમના રહસ્યને જાણવા યત્ન કરે છે તો પણ વારંવાર પંચાચારના પાલનમાં સ્કૂલના પામે છે છતાં કલ્યાણના અત્યંત અર્થી હોવાથી બહુતર જીવનની આચરણા સદાગમ વચનાનુસાર જ કરે છે. ક્વચિત્ અનાદિના અભ્યાસને કારણે સ્કૂલના પામે છે. તેઓને પણ કર્મપરિણામરાજા બહુ વિડંબના કરી શકતો નથી. પરંતુ અવશ્ય સુદેવ આદિ ભાવોમાં જ સ્થાપન કરે છે. છતાં પૂર્ણ શુદ્ધ અનુષ્ઠાન સેવેલું નહીં હોવાથી જે જે અલનાઓના સંસ્કારો મનુષ્યભવમાં પડ્યા છે અને તેના કારણે કંઈક કંઈક પ્રમાદજન્ય અશુભ કર્મો બાંધ્યાં છે તેના કારણે તે જીવોમાં ઉત્તરના પણ કેટલાકભવો સુધી કંઈક અલનાઓની અનુવૃત્તિ થાય તેવા કર્મો બંધાયેલાં હોવાથી સંસારઉચ્છેદમાં તેઓને કંઈક વિલંબ થાય છે અને દેવાદિભવમાં ઉત્તમસામગ્રી પ્રાપ્તિમાં કંઈક હીનતાની પ્રાપ્તિ થાય છે, તોપણ તે જીવોને કર્મપરિણામરાજા બહુલતાએ કોઈ વિડંબના કરતો નથી. વળી, જે જીવો કર્મપરિણામરાજાને અત્યંત પરતંત્ર થતા નથી, તોપણ સદાગમના વચનથી ભાવિત હોવાને કારણે બહુ સદાગમને પરતંત્ર થાય છે અને અલ્પ અંશથી કર્મને પરતંત્ર થાય છે તે જીવો ઘણા અંશથી સદાગમને પરતંત્ર થઈને આત્મહિત સાધે છે, છતાં તે તે બાહ્યનિમિત્તોને પામીને કર્મને પરતંત્ર થઈને તે તે પ્રકારના ક્લેશો પણ પ્રાપ્ત કરે છે તેવા જીવોએ જે જે અંશથી સદાગમનું અનુસરણ કર્યું છે તે તે અંશથી તે જીવો પણ ઉત્તમ પુણ્યાનુબંધી પુણ્યના બળથી સદ્ગતિઓમાં જાય છે, તોપણ જે થોડા અંશથી કર્મનું પાતંત્ર્ય સ્વીકાર્યું તે અંશથી કર્મપરિણામરાજા તેઓને પણ તે તે ભવમાં કંઈક વિડંબનાઓ કરે છે. વળી કેટલાક જીવો ઉપદેશ આદિને પામીને સદાગમના માહાત્મ તોપણ તેવી નિપુણ પ્રજ્ઞા નહીં હોવાથી થોડુક સદાગમના વચનાનુસાર સદ્અનુષ્ઠાન સેવે છે અને ઘણું કર્મપરિણામને પરતંત્ર અનુષ્ઠાનોને સેવે છે. તેથી વારંવાર બાહ્યનિમિત્તોને પામીને ક્લેશ પામે છે છતાં મહાત્માઓના ઉપદેશ આદિ સાંભળીને કે સગ્રંથોનું ભાવન કરીને ક્યારેક ક્યારેક સદાગમના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિઓ પણ કરે છે અને સદાગમના વચન પ્રત્યે કંઈક કંઈક રાગભાવને ધારણ કરે છે. તેવા જીવોને પણ કર્મપરિણામરાજા બહુ વિડંબના કરતો નથી. પરંતુ સદાગમ પ્રત્યેના રાગથી લેવાયેલા ઉત્તમભાવોને અનુરૂપ સદ્ગતિઓમાં સ્થાપન કરે છે. છતાં કર્મપરિણામને પરતંત્ર જે અનુષ્ઠાનો તે જીવોએ કર્યા છે અને જે ભાવો સેવ્યા છે. તે ભાવોને કારણે ઉત્તરના ભવોમાં પણ કંઈક ક્લેશ આપાદક સામગ્રી પ્રાપ્ત થાય છે. ઉત્તમ ભોગસામગ્રીમાં કંઈક ન્યૂનતા પ્રાપ્ત થાય છે અને પ્રમાદના સંસ્કારો તે જીવોમાં કેટલાક ભવો સુધી અનુવૃત્તિ રૂપે રહે છે. તેથી સંસારના અંતની પ્રાપ્તિમાં કંઈક વિલંબ થાય છે અને કોઈક બલવાન નિમિત્ત પ્રાપ્ત થાય અને વિશેષ પ્રકારનું પ્રમાદનું સેવન થાય તો કેટલાક ભવો સુધી સદારામની પ્રાપ્તિ પણ દુર્લભ