________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
ઉત્પન્ન થાય છે.
અગૃહીતસંકેતા કહે છે – હે પ્રિય સખી, જો સમસ્ત જગતનાં માતા-પિતા એવાં પણ દેવી અને રાજામાંથી દેવીનું વંધ્યાપણું અને રાજાનું નિર્ભીકપણું દુર્જનના ચક્ષુદોષતા ભયથી અવિવેકાદિ મંત્રીઓ વડે લોકમાં પ્રખ્યાપન કરાયું તો કેમ હમણાં આ ભવ્યપુરુષ બેના પુત્રપણાથી મહોત્સવના કલકલથી પ્રકાશિત કરાયો ? પ્રજ્ઞાવિશાલા કહે છે – આના પ્રકાશમાં જે કારણ છે તેને સાંભળ – આ જ નગરમાં શુદ્ધસત્યવાદી સમસ્ત સત્વતા સંઘાતને હિતકરનાર=સમસ્ત જીવોના સમૂહના હિતને કરનાર, સર્વભાવોના સ્વભાવને જાણનાર, અને આ કાલપરિણતિ અને કર્મપરિણામ રૂ૫ દેવી અને રાજાનાં સમસ્ત રહસ્યોનાં સ્થાનોના અત્યંત ભેદને જાણનાર સદાગમ નામનો પરમ પુરુષ છે અને તેની સાથે મારી ઘટના છે=સંપર્ક છે, અને તે અત્યદા મારા વડે સહર્ષ જોવાયો. આગ્રહથી હર્ષનું કારણ પુછાયું.
__ भव्यपुरुषजन्मतः सदागमस्य हर्षः तेनोक्तम्-‘आकर्णय भद्रे! यदि ते कुतूहलं, येयं कालपरिणतिर्महादेवी, अनया रहसि विज्ञापितो राजा, यदुत-निविण्णाऽहमेतेन[मनेन. मु] आत्मनोऽलीकवन्ध्याप्रवादेन, यतोऽहमनन्तापत्यापि दुर्जनचक्षुर्दोषभयादविवेकादिभिर्मन्त्रिभिर्वन्ध्येति प्रख्यापिता लोके, ममैवापत्यान्यन्यजनापत्यतया गीयन्ते, सोऽयं स्वेदजनिमित्तेन शाटकत्यागन्यायः। तदिदं वन्ध्याभावलक्षणं ममायशःकलङ्क क्षालयितुमर्हति देवः। ततो नृपेणोक्तं-देवि! ममापि निर्बीजतया समानमेतत्, केवलं धीरा भव, लब्धो मया अयशःपङ्कक्षालनोपायः। देव्याह-कतमोऽसौ ? प्रभुराह-देवि! अस्यामेव मनुजगतौ महाराजधान्यां वर्तमानया भवत्या मन्त्रिमण्डलवचनमनपेक्ष्य प्रकाश्यते प्रधानपुत्रस्य जन्म, क्रियते महानन्दकलकलः, ततश्चिरकालरूढमप्यावयोर्निर्बीजत्ववन्ध्याभावलक्षणमयशःकलङ्क क्षालितं भविष्यतीति। ततः सतोषया प्रतिपनं महाराजवचनं देव्या, कृतं च यथाऽऽलोचितं ताभ्याम्। ततः प्रज्ञाविशाले! योऽयं भव्यपुरुषो जातः स ममात्यन्तवल्लभः, अस्य जन्मनाऽहमात्मानं सफलमवगच्छामि' इत्यतो हर्षमुपागत इति। ततो मयोक्तं-शोभनं ते हर्षकारणं, तदयं अनेन कारणेन भव्यपुरुषो देवीनृपपुत्रतया प्रकाशितः इति।
ભવ્યપુરુષના જન્મથી સદાગમને થયેલ હર્ષ તેમના વડે કહેવાયું=સદાગમ નામના પરમપુરુષ વડે કહેવાયું – હે ભદ્ર ! જો કુતૂહલ છે=મારા હર્ષના કારણને જાણવાની જિજ્ઞાસા છે તો સાંભળ, જે આ કાલપરિણતિ મહાદેવી છે એના દ્વારા એકાંતમાં રાજા વિજ્ઞાપત કરાયો, શું નિવેદન કરાયું તે “યહુતીથી કહે છે. હું આ પોતાના જૂઠા વંધ્યાના પ્રવાદથી ઉદ્વિગ્ન થઈ છું. જે કારણથી અનંત આપત્યવાળી પણ હું અનંત પુત્રવાળી પણ હું, દુર્જનચક્ષના દોષના ભયથી અવિવેકઆદિ મંત્રીઓ વડે વંધ્યા એ પ્રમાણે જાહેર કરાઈ છું, મારા જ