________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
આરાધના કરીને=અત્યંત દેઢ પ્રણિધાનપૂર્વક અને ઉચિત વિનયપૂર્વક આરાધના કરીતે, આમના સંબંધી હું જ્ઞાનનો અભ્યાસ કરું, તેથી=આવા પ્રકારના ઉત્તમપરિણામ તે રાજપુત્રને થશે તેથી, જનની-જનકનું અનુકૂલપણું હોવાથી=તે રાજપુત્રના કર્મપરિણામરાજા અને કાલપરિણતિનું અનુકૂલપણું હોવાથી, તેઓ દ્વારા આ શિષ્ય મને સમર્પિત થશે. તેથી આને=આ પુત્રને, સંક્રામિત નિજજ્ઞાનવાળો હું કૃતકૃત્ય થઈશ. એ બુદ્ધિથી આ સદાગમ આ સુમતિ ભવ્યપુરુષના જન્મથી પોતાને સફલ માને છે. આથી જ, સંજાતપરિતોષપણાને કારણે=ઉત્તમપુત્રના જન્મથી પ્રાપ્ત થયેલા સંતોષપણાને કારણે, આ=સદાગમ, લોકો સમક્ષ રાજદારકના ગુણોનું વર્ણન કરે છે.
૪૬
અગૃહીતસંકેતાને પ્રક્ષાવિશાલાએ આ રાજપુત્ર સદાગમને અત્યંત વલ્લભ કેમ છે તેમ પૂર્વમાં બતાવ્યું. વળી, તે જ કથનને અત્યંત દઢ કરવા અર્થે પ્રજ્ઞાવિશાલા અગૃહીતસંકેતાને કહે છે કે આ સદાગમ માને છે. શું માને છે. તે બતાવતાં કહે છે, આ રાજપુત્રના મોક્ષમાર્ગને અનુકૂળ અનેક પ્રકારના ક્ષયોપશમભાવાદિ પરિણામવાળાં કર્મો વિદ્યમાન છે. અને જીવનો અત્યંત હિત કરે તેવી તે જીવની ઉત્તમ કાલપરિણતિ છે. તેથી, આ રાજપુત્ર જ્યારે બાલભાવનો થશે ત્યારે કેવો શ્રેષ્ઠ થશે તે બતાવતાં કહે છે, તે જીવનો માર્ગાનુસારી ક્ષયોપશમ હોવાને કા૨ણે સ્વભાવ સુંદર થશે. વળી, તે જીવની ક્ષયોપશમભાવની ગુણોની પરિણતિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તેવી કલ્યાણની પરંપરા પણ અત્યંત આસન્ન હશે. તેથી, જેઓ ઉત્તમપુરુષો છે તેઓને આ રાજપુત્ર પ્રમોદનો હેતુ થશે. વળી, સદાગમને જોઈને તે રાજપુત્રને મનમાં સુંદર વિકલ્પો થશે. એમ સદાગમ માને છે. એ પ્રમાણે પ્રજ્ઞાવિશાલા અગૃહીતસંકેતાને કહે છે. બાલભાવને છોડીને કુમાર અવસ્થાને પામેલો આ રાજપુત્ર સદાગમને પામીને કેવા વિકલ્પો કરશે તે બતાવતાં કહે છે. સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવાની દૃષ્ટિ હોવાથી તે રાજપુત્રને વિચાર આવશે કે મનુષ્યનગરી સુંદર છે કે જેમાં ભગવાનના શાસનનાં ૨હસ્યોને જાણનારા આ પરમપુરુષ વસે છે. આ પ્રકા૨નો માર્ગાનુસા૨ી સૂક્ષ્મબોધ તે જીવને થશે, તેથી નક્કી થાય છે કે સામાન્ય જીવો ભોગસામગ્રીથી યુક્ત મનુષ્યનગરીને જોઈને તેનાથી આ સુંદર છે તેમ વિચારે છે જ્યારે આ રાજપુત્રની માર્ગાનુસારી પ્રજ્ઞા હોવાને કારણે સૂક્ષ્મતત્ત્વના વેદી પુરુષોને જોઈને જ મનુષ્યનગરીને શ્રેષ્ઠરૂપે જુએ છે. પરંતુ પોતાના રાજકુળને કે બાહ્યવૈભવને જોઈને આ મનુષ્યનગરીને શ્રેષ્ઠરૂપે જોતા નથી. વળી, તે રાજપુત્ર વિચારશે કે મને પણ ભગવાનના શાસનનાં રહસ્યોને જાણનારા પુરુષને જોઈને તેમના પ્રત્યે બહુમાન થાય છે. તેથી નક્કી થાય છે કે મારામાં કોઈક યોગ્યતા છે જેથી આ સદાગમરૂપ પરમપુરુષને હું પરમપુરુષ રૂપે જાણી શકું છું. આ પ્રમાણે તે રાજપુત્ર વિચારીને તે સદાગમ પાસેથી ઉચિત વિનયકપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરવાના મનોરથો ક૨શે. વળી, તે જીવનો તેવા જ પ્રકારનો નિર્મળ ક્ષયોપશમ હોવાથી અને તે જીવની તેવી જ નિર્મળકાલપરિણતિ હોવાને કા૨ણે, તે રાજપુત્ર સદાગમનો શિષ્યભાવ સ્વીકારશે. વળી, તે રાજપુત્ર બુદ્ધિ આદિ આઠગુણોથી અત્યંત સંપન્ન હોવાને કારણે સદાગમ પણ પોતાનું સર્વજ્ઞાન તેમાં સંક્રામિત કરશે. આ સર્વે સદાગમ પોતાના વિશિષ્ટજ્ઞાનના બળથી જાણે છે તેથી તે સુમતિના જન્મથી પોતાનો જન્મ સફળ માને છે. અને આથી જ પ્રસંગે પ્રસંગે પર્ષદા સામે તે મહાત્મા તે રાજપુત્રના ગુણોનું વર્ણન કરે છે.