Book Title: Upmiti Bhav Prapancha Katha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 62
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ ૪૫ અગૃહતસંકેતાએ કહેલ કે સદાગમને આ રાજપુત્ર અત્યંત વલ્લભ કેમ છે ? તેનો ઉત્તર આપતાં પ્રજ્ઞવિશાલાએ કહ્યું કે વર્તમાનમાં મોટાભાગના જીવો જે ધર્મ કરે છે, તેમાંથી ભવ્યપુરુષો બહુઅલ્પ છે અને કેટલાક ભવ્યપુરુષો સદાગમના વચન અનુસાર કરે છે. તોપણ તેવી સુમતિવાળા નથી તેથી કંઈક ધર્મની પ્રવૃત્તિ કરવા છતાં જિનવચનાનુસાર દઢ યત્ન કરીને સંસારનો ઉચ્છેદ થાય તે પ્રકારે અખ્ખલિત પ્રવૃત્તિ કરે તેવી સુંદરમતિવાળા જીવો અપ્રાપ્ત હોય છે. અને આ રાજપુત્ર તેવી સુંદરમતિવાળો છે માટે સદાગમને અત્યંત વલ્લભ છે. भव्यपुरुषजन्मना सदागमस्य स्वात्मसाफल्यावगमः अन्यच्च-अयं सदागमो मन्यते-'यतोऽस्य दारकस्यैवंरूपतया जनकत्वादेव सुन्दरतरः कर्मपरिणामः, जननीत्वादेव चानुकूला कालपरिणतिः ततोऽयं विमुक्तबालभावः सुन्दरतया निजस्वभावस्य, प्रत्त्यासन्नतया कल्याणपारम्पर्यस्य, प्रमोदहेतुतयैवंविधपुरुषाणां मदर्शनमस्यामुपलभ्य नियमेनास्य भविष्यति मनस्येवंविधो वितर्कः-यथा सुन्दरेयं मनुजगतिनगरी, यस्यामेष सदागमः परमपुरुषः प्रतिवसति, ममाप्यस्ति प्रायेण योग्यता काचित्तथाविधा, ययाऽनेन सह मीलकः संपन्नः, ततोऽमुं परमपुरुषं विनयेनाऽऽराध्यास्य सम्बन्धि ज्ञानमभ्यस्यामि, ततोऽनुकूलत्वाज्जननीजनकयोस्ताभ्यां समर्पितो भविष्यति ममैष शिष्यः, ततोऽहमस्य संक्रामितनिजज्ञानः कृतकृत्यो भविष्यामि' इति बुद्ध्याऽयं सदागमोऽस्य सुमते व्यपुरुषस्य जन्मना सफलमात्मानमवगच्छतीति। अत एव संजात-परितोषतया जनसमक्षं राजदारकगुणानेष वर्णयति। ભવ્યપુરુષના જન્મથી સદાગમને સ્વ આત્માની સફળતાનો અવગમ વળી, પ્રજ્ઞાવિશાલા અગૃહીતસંકેતાને કહે છે કે અને અન્ય આ સદાગમ માને છે. જે કારણથી આ પુત્રનું આવા સ્વરૂપપણાથી જનકપણું હોવાને કારણે સુંદરતર કર્મપરિણામ છે=અત્યંત સુંદરમતિવાળો આ પુત્ર થયો છે એવા સુંદર પરિણામરૂપે કર્મપરિણામરાજા તેનો જનક હોવાને કારણે તે જીવતા ક્ષયોપશમભાવવાળા સુંદરતર કર્મપરિણામો છે, અને માતાપણું હોવાથી જ અનુકૂળ કાલપરિણતિ છે આવા ગુણયુક્ત પુત્રની માતા કાલપરિણતિ થયેલી છે. તેથીeતે જીવતી કાલપરિણતિ પણ તે જીવતા હિતને અનુકૂળ વર્તે છે તેથી, આ=આ રાજપુત્ર, વિમુક્ત બાલભાવવાળો પોતાના ભાવનું સુંદરપણું હોવાથી, કલ્યાણના પારંપર્યનું પ્રત્યાસક્ષપણું હોવાના કારણે, આવા પ્રકારના પુરુષોનું પ્રમોદહેતુપણું હોવાથી, આ નગરીમાં મારા દર્શનને પામીને આવા=આ રાજપુત્રના, મનમાં નિયમથી આવા પ્રકારનો વિતર્ક થશે. કેવો વિતર્ક થશે ? તે “કથા'થી બતાવે છે. સુંદર આ મનુષ્યનગરી છે. જેમાં આ સદારામ પરમપુરુષ વસે છે. મારી પણ કોઈક તેવા પ્રકારની યોગ્યતા છે જેના કારણે જે યોગ્યતાના કારણે, આની સાથે મેળાપ થયો. તેથી આ પરમ પુરુષનેત્રસદાગમરૂપ પરમપુરુષને, વિનયથી

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146