________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
सदागमस्य माहात्म्यम् अगृहीतसङ्केतयोक्तम्-प्रियसखि! किं पुनरस्य भगवतः सदागमस्य माहात्म्यम् ? यदेते पापिष्ठसत्त्वा नावबुध्यन्ते, अनवबुध्यमानाश्च नास्य वचने वर्त्तन्ते इति। प्रज्ञाविशालयोक्तम्-वयस्य! समाकर्णय, य एव सर्वत्रानिवारितशक्तिप्रसरः कर्मपरिणामो महाराजो यथेष्टचेष्टया संसारनाटकमावर्त्तयमानः सततमीश्वरान् दरिद्रयति, सुभगान् दुर्भगयति, सुरूपान् कुरूपयति, पण्डितान्मूर्खयति, शूरान् क्लीबयति, मानिनो दीनयति, तिरश्चो नारकायति, नारकान्मनुष्ययति, मनुष्यान्देवयति, देवान् पशुभावमानयति, नरेन्द्रमपि कीटयति, चक्रवर्त्तिनमपि द्रमकयति, दरिद्रान्वेश्वरादिभावान् प्रापयति, किम्बहुना? यथेष्टं भावपरावर्त्तनं विदधानो न क्वचित्प्रतिहन्यते। अयमप्यस्य भगवतः सदागमस्य संबन्धिनोऽभिधानादपि बिभेति, गन्धादपि पलायते, तथाहि-तावदेष कर्मपरिणाम एतान्समस्तलोकान्संसारनाटकविडम्बनया विडम्बयति यावदयं सदागमो भगवान हुंकारयति, यदि पुनरेष हुङ्कारयेत्ततो भयातिरेकस्रस्तसमस्तगात्रो महासमरसंघट्टे कातरनर इव प्राणान् स्वयमेव समस्तानपि मुञ्चेत्, मोचिताश्चानेनामुष्मादनन्ताः प्राणिनः। अगृहीतसङ्केतयोक्तम्-ते किमिति न दृश्यन्ते? प्रज्ञाविशालाऽऽह-अस्ति कर्मपरिणाममहाराजभुक्तेरतिक्रान्ता निर्वृतिर्नाम महानगरी, ततस्ते सदागमहु
ङ्कारेण कर्मपरिणाममप्रभवन्तमात्मन्युपलभ्य मोचिता वयं सदागमेनेति मत्वा कर्मपरिणामशिरसि पाददानद्वारेणोड्डीय तस्यां गच्छन्ति, गताश्च तस्यां सकलकालं समस्तोपद्रवत्रासरहिताः परमसुखिनस्तिष्ठन्ति, तेन कारणेन ते नेह दृश्यन्ते।
સદાગમનું માહાભ્ય અગૃહીતસંકેતા વડે કહેવાયું, હે પ્રિય સખી ! વળી, આ ભગવાન એવા સદાગમનું માહાભ્ય શું છે ? જે કારણથી આ પાપિષ્ટ જીવો તેને જાણતા નથી. અને નહીં જાણતા એવા તે પાપિષ્ટ જીવો આના વચનને અનુસરતા નથી=પૂર્વમાં પ્રજ્ઞાવિશાલાએ કહેલું કે આ સદાગમ બધા જીવોનું હિત કરનારા છે છતાં પાપિષ્ઠ જીવો તેઓના માહાભ્યને જાણતા નથી અને તેમને દૂષિત કરે છે. તે સર્વતા શ્રવણથી અગૃહીતસંકેતાને જિજ્ઞાસા થાય છે કે સદાગમનું એવું શું માહાભ્ય છે કે જેથી પાધિષ્ઠ જીવો સદાગમને સમજી શકતા નથી. અને તેના વચનને અનુસરતા નથી, તેના સમાધાન રૂપે પ્રજ્ઞાવિશાલા વડે કહેવાયું, હે સખી ! તું સાંભળ. જે આ સર્વત્ર અનિવારિત શક્તિના પ્રસરવાળો કર્મપરિણામ મહારાજા યથેષ્ટચેષ્ટાથી સંસારનાટકનું આવર્તન કરતો સતત ધનવાનને દરિદ્ર કરે છે, સુભગોને દુર્ભગ કરે છે, સુરૂપવાળાને કુરૂપ કરે છે, પંડિતોને મૂર્ણ કરે છે, શૂરોને નપુસંક કરે છે, અભિમાનીઓને દીત કરે છે, તિર્યંચોને તારક કરે છે, તારકીઓને મનુષ્ય કરે છે, મનુષ્યોને દેવ કરે છે, દેવોને પશુભાવ પ્રાપ્ત કરાવે છે, નરેન્દ્રને પણ કીડો બનાવે છે, ચક્રવર્તીને પણ ભિખારી બનાવે છે,