________________
૪૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
દરિદ્રોને ઈશ્વરાદિ ભાવો પ્રાપ્ત કરાવે છે. વધારે શું કહેવું ? પોતાને જે પ્રમાણે ઈષ્ટ છે તે પ્રમાણે ભાવને પરાવર્તન કરતો=જે પ્રકારના જીવોએ જે પ્રકારનાં કર્મો બાંધ્યાં છે. તે પ્રકારના ભાવો કરવા કર્મપરિણામને ઈષ્ટ છે તે પ્રકારે તે તે જીવોના ભાવોનું પરાવર્તન કરતો કોઈનાથી હણાતો નથી. આ પણ મહાશક્તિવાળો એવો કર્મપરિણામ રાજા પણ, આ ભગવાન સદાગમના સંબંધી નામથી પણ ભય પામે છે. ગંધથી પણ પલાયન પામે છે અનાદિથી જીવે પ્રચુર કર્મોનો સંચય કર્યો છે. છતાં જે જીવોના ચિતમાં ભગવાનના વચનરૂપ સદાગમ પ્રત્યે ઓઘથી પણ બહુમાન થાય છે, તેનાથી કર્મપરિણામરાજા ભય પામે છે.
હવે આ મહાત્મા સદાગમનું અવલંબન લઈને મારો નાશ કરશે એ પ્રકારે કર્મપરિણામરાજા ભયભીત થાય છે. અને જે જીવોના ચિત્તમાં ભગવાનનું વચન યથાર્થ સ્વરૂપે જેટલું જેટલું પરિણમન પામે છે, તેના ગંધથી કર્મો સતત ક્ષીણ, ક્ષીણતર થાય છે. તેથી સદાગમની ગંધથી પણ કર્મપરિણામરાજા પલાયન થાય છે.
તે આ પ્રમાણે – ત્યાં સુધી આ કર્મપરિણામ આ સમસ્ત લોકોને સંસારના નાટકની વિડંબનાથી વિલંબિત કરે છે, જ્યાં સુધી આ સદાગમ ભગવાન હુંકારો કરતા નથી=જે જીવોમાં ઓઘથી પણ જિતવચનના તાત્પર્યને સ્પર્શે તેવો શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ પ્રકટે છે, તે રૂપ સદાગમનો હુંકારો થવાથી કર્મપરિણામરાજા તે જીવને બહુ વિડંબના કરી શકતો નથી. અને જો વળી આ સદાગમ, હુંકારો કરે જે જીવોમાં શ્રુતજ્ઞાનનો અલ્પ અંશ પણ જિતવચનાનુસાર સ્કુરાયમાન થાય એ રૂપ સદાગમ હુંકારો કરે, તો ભયતા અતિરેકથી ત્રાસ પામેલા સમસ્ત દેહવાળો કર્મપરિણામરાજા મહાસમરના સંઘટ્ટમાં મોટા યુદ્ધના સમૂહમાં, કાયરપુરુષની જેમ સ્વયં જ સમસ્ત પ્રાણોને પણ મૂકે છે=જે જીવોના હૈયામાં જિનવચત સતત સ્કુરાયમાન થાય છે, તેઓ સતત ચિત્તવૃત્તિમાં સદાગમથી વાસિત અંતઃકરણવાળા બને છે. જેથી ઉલ્લસિત વીર્યવાળા બને ત્યારે ક્ષપકશ્રેણી પર આરોહણ કરે છે. તે વખતે કર્મપરિણામરાજા પોતાના પ્રાણતુલ્ય ઘાતકર્મોનો નાશ થવાથી મૃતપ્રાયઃ બને છે. અને આના દ્વારાસદાગમ દ્વારા, અનંતા પ્રાણીઓ આનાથી-કર્મપરિણામરાજાથી, મુકાયા. અગૃહીતસંકેતા વડે કહેવાયું તેઓ સદાગમ દ્વારા મુક્ત કરાયેલા પ્રાણીઓ, કેમ દેખાતા નથી ? પ્રજ્ઞાવિશાલા કહે છે – કર્મપરિણામરાજાના રાજ્યથી અતિક્રાંત નિવૃત્તિ નામની મહાનગરી છે. તેથી સદાગમતા હુંકારાથી પોતાનામાં અપ્રભાવ પામતા કર્મપરિણામને પ્રાપ્ત કરીને અમે સદાગમથી મુકાયેલા છીએ એ પ્રમાણે માનીને તેઓ તે જીવો, કર્મપરિણામના મસ્તક ઉપર પાદરા વિક્ષેપ દ્વારા ઊડીને તે નગરીમાં જાય છે=જે જીવોમાં સદાગમ સતત સત્રઅર્થના પરાવર્તન દ્વારા હુંકારાઓ કરે છે તેથી, તે સત્ર-અર્થના પરાવર્તનથી ભાવિત થયેલો તેમનો આત્મા હોવાને કારણે તેમનામાં વર્તતાં કર્મો પોતાનો પ્રભાવ બતાવવા માટે અસમર્થ થાય છે. અને જ્યારે તેઓ કેવલજ્ઞાન પામે છે ત્યારે ઘાતિકરૂપ કર્મનો પરિણામ લાશ પામે છે. તેથી તે મહાત્માઓ જાણે છે કે ભગવાનના વચનરૂપ સદાગમથી અમે કર્મોના સંકજામાંથી મુકાવાયા છીએ, તેથી જીવનના અંતકાળમાં યોગનિરોધ કરીને કર્મપરિણામરાજાના મસ્તક ઉપર પગ મૂકે છે. અને કર્મથી મુક્ત થયેલા ઊડીને તેઓ નિવૃતિ નામની મહાનગરીમાં જાય છે. અને તેમાં