________________
૪૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ મહાપુરુષ કહે છે કે આ સંસારમાં જે જે ઉત્તમો પુરુષ થાય છે, તે સર્વનું પ્રબળકારણ તેઓનાં ઉત્તમકર્મો અને ઉત્તમ કાલપરિણતિ છે.
सदागमस्य त्रिकालभावप्रतिपादनपटुता तदिदं समस्तमवहितचित्तया मयाऽऽकर्णितं, तत एव संजातो मे मनसि वितर्कः-कथं पुनरनपत्यतया प्रसिद्धयोर्देवीनृपयोः पुत्रोत्पत्तिः? को वैष पुरुषः सर्वज्ञ इव भविष्यत्कालभाविनी राजदारकवक्तव्यतां समस्तां कथयतीति? ततश्चिन्तितं मया प्रियसखीमेतद्वयमपि प्रश्नयिष्यामि, कुशला हि सा सर्ववृत्तान्तानां, तत्रापनीतो भवत्या प्रथमः सन्देहः, साम्प्रतं मे द्वितीयमपनयतु भवती, प्रज्ञाविशालयोक्तम्वयस्ये! कार्यद्वारेणाहमवगच्छामि, स एव मम परिचितः परमपुरुषः सदागमनामा तदाचक्षाणोऽवलोकितो भवत्या, यतः स एवातीतानागतवर्तमानकालभाविनो भावान् करतलगतामलकमिव प्रतिपादयितुं पटिष्ठो, नापरः, यतो विद्यन्तेऽस्यां मनुजगतौ नगर्यामन्येऽपि तादृशा अभिनिबोधावधिमनःपर्यायकेवलनामानश्चत्वारः परमपुरुषाः, केवलं न तेषां परप्रतिपादनशक्तिरस्ति। मूका हि ते चत्वारोऽपि स्वरूपेण, तेषामपि स्वरूपं सत्पुरुषचेष्टितमवलम्बमानः परगुणप्रकाशनव्यसनितया लोकसमक्षमेष एव सदागमो भगवानुत्कीर्तयति।
સદાગમની ત્રણે કાળના ભાવોનું પ્રતિપાદન કરવાની પટુતા તે આઅગૃહતસંકેતા પ્રજ્ઞાવિશાલાને કહે છે કે માર્ગમાં આવતા કોઈક સુંદરપુરુષ લોકો આગળ પૂર્વમાં કહ્યું એ પ્રમાણે કથન કરતા મેં સાંભળ્યું છે તે આ, સમસ્ત એકચિતપણાથી મારા વડે સંભળાયું છે. તેથી જ તે પુરુષના વચનને સાંભળવાથી જ મારા મનમાં વિતર્ક થયો. અપુત્રપણાથી પ્રસિદ્ધ એવાં દેવી અને રાજાને વળી કેવી રીતે પુત્રની ઉત્પત્તિ થઈ? એ પ્રકારનો મને મનમાં વિતર્ક થયો છે. એમ અગૃહીતસંકેતા કહે છે. અથવા કોણ આ પુરુષ સર્વજ્ઞની જેમ ભવિષ્યકાલમાં થનારી સમસ્ત રાજપુત્રની વક્તવ્યતા કહે છે ? તેથી મારા વડે વિચારાયું-અગૃહીતસંકેતા કહે છે કે મારા વડે વિચારાયું, આ બંને પણ=વંધ્યા એવી રાણી અને નિર્ભુજ એવા રાજાને પુત્રની ઉત્પત્તિ અને ઉત્પન્ન થયેલા પુત્રની ભવિષ્યમાં થનારી વક્તવ્યતાનું કથન એ બંને પણ, પ્રિય સખીને હું પૂછીશ=પ્રજ્ઞાવિશાલાને હું પૂછીશ, જે કારણથી સર્વવૃત્તાંતોમાં તે કુશલ છે. તત્ર તે બંને પ્રશ્નોમાં, તારા વડે=પ્રજ્ઞાવિશાલા વડે, પ્રથમ સંદેહ દૂર કરાયો. હવે મારો બીજો પ્રશ્ન તમે અપનય કરો. પ્રજ્ઞાવિશાલા વડે કહેવાયું, તે સખી ! કાર્ય દ્વારા હું જાણું છું જે પ્રકારનો તેણે ઉપદેશ આપ્યો છે તે કાર્યો દ્વારા હું જાણું છું, તે જ મારો પરિચિત પરમપુરુષ સદાગમ નામનો તેને કહેનારો=રાજપુત્રના ભવિષ્યના કથનને કહેનારો, તારા વડે અવલોકન કરાયો છે, જે કારણથી તે જ તે સદાગમ જ, અતીત અનાગત, વર્તમાન કાલ ભાવિભાવોને હાથમાં રહેલા આમલકની જેમ પ્રતિપાદન કરવા માટે પટુબુદ્ધિવાળા છે, અન્ય નથી.