Book Title: Upmiti Bhav Prapancha Katha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 57
________________ ૪૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ शक्यन्तेऽस्य सर्वे गुणाः कथयितुं, कथिता अपि न पार्यन्तेऽवधारयितुं, तथापि लेशोद्देशतः कथयामिभविष्यत्येष निदर्शनं रूपस्य, निलयो यौवनस्य, मन्दिरं लावण्यस्य, दृष्टान्तः प्रश्रयस्य, निकेतनमौदार्यस्य, निधिविनयस्य, सदनं गाम्भीर्यस्य, आलयो विज्ञानस्य, आकरो दाक्षिण्यस्य, उत्पत्तिभूमिर्दाक्ष्यस्य, इयत्तापरिच्छेदः स्थैर्यस्य, प्रत्यादेशो धैर्यस्य, गोचरो लज्जायाः, उदाहरणं विषयप्रागल्भ्यस्य, सद्भर्ता धृतिस्मृतिश्रद्धाविविदिषादिसुन्दरीणामिति। अन्यच्च-अनेकभवाभ्यस्तकुशलकर्मतया बालकालेऽपि प्रवर्त्तमानोऽयं न भविष्यति केलिप्रियः, दर्शयिष्यति जने वत्सलतां, समाचरिष्यति गुरुविनयं, प्रकटयिष्यति धर्मानुरागं, न करिष्यति लोलतां विषयेषु, विजेष्यते कामक्रोधादिकमान्तरमरिषड्वर्ग, नन्दयिष्यति भवतां चित्तानीति। ततस्तदाकर्ण्य सभयं सहर्षं च दिशो निरीक्षमाणैस्तैरभिहितम्-अहो विषमशीलतया समस्तजनविडम्बनाहेतुभूतयापि कालपरिणत्या कर्मपरिणामेन चेदमेकं सुन्दरमाचरितं यदाभ्यामस्यां सकलदेशविख्यातायां मनुजगतौ नगर्यामेष भव्यपुरुषः सुमतिर्जनितः, क्षालितान्येतज्जननेनाभ्यामात्मनः समस्तदुश्चरितान्यपुत्रत्वायशश्चेति। સદાગમ વડે કહેવાયેલ ભવ્યપુરુષના ગુણો અગૃહીતસંકેતા વડે કહેવાયું છે વયસ્ય પ્રજ્ઞાવિશાલા ! તારા વડે સુંદર સુંદર કહેવાયું, મારો સંદેહ દૂર કરાયો અને તે પ્રમાણે તારી સમીપે આવતાં મારા વડે આજે બજારમાર્ગમાં લોકપ્રવાદ સંભળાયો અને દેવી અને રાજાનો અયશ કલંક ધોવાયેલો જાણું છું. પ્રજ્ઞાવિશાલા વડે કહેવાયું, હે પ્રિય સખી ! શું સંભળાયું? તેણી વડે કહેવાયું અગૃહીતસંકેતા વડે કહેવાયું, ત્યાં ઘણા લોકોમાં સુંદર આકારવાળો પુરુષ મારા વડે જોવાયો ત=સુંદર આકારવાળો પુરુષ, પીરમહત્તમ વડે સવિનય પુછાયા. હે ભગવન્! જે આ રાજપુત્ર થશે તે કેવા ગુણવાળો થશે ? તેના વડે કહેવાયું તે સુંદર પુરુષ વડે કહેવાયું. ભદ્ર જીવો ! સાંભળો, કાલક્રમથી વધતો એવો આ રાજપુત્ર, સમસ્ત ગુણોના સમૂહનું ભાજન થશે. આથી આના સર્વગુણો કહેવા શક્ય નથી. અને કહેવાયેલા પણ અવધારણ કરવા શક્ય નથી. તોપણ લેશના ઉદ્દેશથી કહું છું “આ પ્રસ્તુત ભવ્યપુરુષ રૂપનું દાંત થશે. યૌવનનો વિલય થશે નિવાસસ્થાન થશે. લાવણ્યનું મંદિર થશે. પ્રશ્રયનું વિશ્ર્વાસનું, દષ્ટાંત થશે. ઔદાર્યનું નિકેતન થશે. વિનયનો વિધિ થશે. ગાંભીર્યનું સદન થશે. વિજ્ઞાનનું આલય નિવાસસ્થાન, થશે. દાક્ષિણ્યનો આકાર થશે. દક્ષપણાની ઉત્પત્તિભૂમિ થશે. ધૈર્યનો ઇયત્તાપરિચ્છેદ થશે ધૈર્યની પરાકાષ્ઠા ક્યાં સુધી છે તેની મર્યાદાને બતાવનાર થશે. ઘેર્યનો પ્રત્યાદેશ છે ઘેર્યનું સૂચન છે ઘેર્ય શું છે ? તેને બતાવવા માટે સૂચનરૂપ આ થશે. લજ્જાનો વિષય થશે. વિષયમાં પ્રાગલભ્યનું ઉદાહરણ થશે શ્રેષ્ઠ વિષયો કોણે પ્રાપ્ત કર્યા છે તેનું ઉદાહરણ થશે. ધૃતિ, સ્મૃતિ, શ્રદ્ધા, વિવિદિષાદિ સુંદરીઓનો સદ્ભર્તા થશે=બુદ્ધિના આઠગુણોનું નિધાન થશે. અને બીજું અનેક ભવોથી અભ્યસ્ત એવું કુશલકર્મપણું હોવાને કારણે બાલકાળમાં પણ પ્રવર્તતો આ ભવ્યપુરુષ કેલિપ્રિય થશે નહીં. લોકોમાં વત્સલતાને બતાવશે લોકોમાં

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146