________________
૩૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
પુત્રો અન્યના પુત્રોપણાથી ગવાય છે=કર્મપરિણામરાજા અને કાલપરિણતિરાણીએ જે અનંતા પુત્રોને જન્મ આપ્યો છે, તે વ્યવહારથી તે તે માતાના પુત્રો તરીકે ગવાય છે. અને કાલપરિણતિરાણી વંધ્યા છે એ પ્રમાણે ગવાય છે. તે આમારા પુત્રો અન્યના પુત્રો કહેવાય છે તે આ, પરસેવાથી જનિત જૂના નિમિત્તને કારણે વસ્ત્રના ત્યાગનો ન્યાય છે.
વસ્ત્ર ૫હે૨વાથી વસ્ત્રમાં જૂ થશે તેમ માનીને કોઈક વસ્ત્રનો ત્યાગ કરે તે અત્યંત અનુચિત છે તેમ મારા ઘણા પુત્રોને જોઈને દુર્જનોની દૃષ્ટિ પડશે તેવા ભયથી મારા પુત્રોને બીજાના પુત્રો કહેવા અત્યંત અનુચિત છે.
તે કારણથી=મારા પુત્રો અન્યના પુત્રો કહેવાય છે તે ઉચિત નથી તે કારણથી, વંધ્યાભાવ લક્ષણ મારા આ અયશકલંકને દેવે દૂર કરવો જોઈએ. તેથી=કાલપરિણતિએ કર્મપરિણામરાજાને કહ્યું તેથી, રાજા વડે કહેવાયું, હે દેવી ! નિર્બીજપણાથી મને પણ આ કલંક સમાન છે. કેવલ ઘીર થા, મારા વડે અયશના કાદવના ક્ષાલનનો ઉપાય પ્રાપ્ત થયો છે. દેવી કહે છે=કાલપરિણતિ કહે છે, કયો આ છે ?=આપણા અયશના નિવારણનો ઉપાય કયો આ છે ? પ્રભુ કહે છે=કર્મપરિણામરાજા કહે છે, હે દેવી ! આ જ મનુષ્યગતિ રૂપ મહારાજધાનીમાં વર્તમાન એવી તારા વડે મંત્રીમંડલના વચનની અપેક્ષા રાખ્યા વગર પ્રધાનપુત્રનો જન્મ પ્રકાશિત કરાય છે. અને મહાનંદ કલકલ કરાય છે. તેથી ચિરકાલરૂઢ પણ આપણા બેનું નિર્બીજત્વ અને વંધ્યાભાવ લક્ષણ અયશ કલંક ધોવાયેલું થશે. ત્યારપછી સંતોષપણાથી દેવી વડે મહારાજાનું વચન સ્વીકારાયું અને તે બંને દ્વારા=કર્મપરિણારાજા અને કાલપરિણતિરાણી દ્વારા, યથા આલોચિત કરાયું=મંત્રી મંડલના વચનની અપેક્ષા રાખ્યા વગર પ્રધાન પુત્રનો જન્મ પ્રકાશિત કરાયો, તેથી=કાલપરિણતિ અને કર્મપરિણામરાજાએ ભવ્યપુરુષ અને સુમતિ નામના પુરુષનું પ્રકાશન કર્યું તેથી, હે પ્રજ્ઞાવિશાલા ! જે આ ભવ્યપુરુષ થયો તે મને અત્યંત વત્સલ છે. અને આના જન્મથી હું પોતાને સફલ જાણું છું આથી હર્ષને પામેલો હું છું, તેથી મારા વડે=પ્રજ્ઞાવિશાલા વડે, કહેવાયું=સદાગમને કહેવાયું, તમારું હર્ષનું કારણ સુંદર છે. તેથી=સદા આગમને અત્યંત હર્ષ થયો તેથી, આ કારણથી=સદાગમને ભવ્યપુરુષ અત્યંત વલ્લભ છે એ કારણથી, આ ભવ્યપુરુષ દેવી અને રાજાના પુત્રપણાથી પ્રકાશન કરાયું છે.
અગૃહીતસંકેતાને પ્રક્ષાવિશાલાએ કહ્યું કે સંસારવર્તી જીવોના પરમાર્થથી માતા-પિતા કર્મપરિણામરાજા અને કાલપરિણતિ છે. તેથી શબ્દમાત્રથી અર્થનો બોધ કરવા માટે સમર્થ એવી અગૃહીતસંકેતાને પ્રશ્ન થાય છે. કે જો રાજા અને રાણીના અનંતા પુત્રો હોય છતાં, અવિવેકી મંત્રીઓએ દુર્જન ચક્ષુના દોષના ભયને કારણે તેઓને વંધ્યા અને નિર્બીજ કહ્યા અને હવે આ ભવ્યપુરુષ તેઓનો પુત્ર છે તેમ કેમ પ્રકાશન કરાયું ? તેની સ્પષ્ટતા કરતાં પ્રજ્ઞાવિશાલા કહે છે કે આ મનુષ્યનગરીમાં એક મહાપુરુષ છે જેમનું નામ સદાગમ છે. અર્થાત્ જે મહાપુરુષ ભગવાનના શાસ્ત્રના પરમાર્થને જાણનારા છે અને શુદ્ધ સત્યને કહેનારા છે=સર્વજ્ઞના વચનથી નિર્ણીત જે પદાર્થ છે તેવા જ પદાર્થને કહેનારા છે. સ્વમતિથી કંઈ કહેનારા નથી. તેથી તેઓ જે કંઈ કહે છે તે પરિપૂર્ણ સત્ય છે. વળી, બધા જીવો પ્રત્યે અત્યંત દયાળુ છે. આથી જ છકાયના પાલન