________________
33
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ રાજાની આજ્ઞાને સ્વીકારીને, તે રાજાનું શાસન સંપાદન કરાયું, બધા જીવોના ચિત્તને ચમત્કાર કરનાર જન્મદિવસનો મહોત્સવ કરાયો. સમુચિત કાલમાં પુત્રનું રાજા વડે સ્વચિતથી જ આ પ્રમાણે પર્યાલોચન કરીને ભવ્યપુરુષ એ પ્રમાણે નામ પ્રતિસ્થાપન કરાયું. એમ અવય છે. જે કારણથી, આવા ગર્ભાવતારકાલમાં માતાએ સર્વાંગસુંદર નરને મુખથી પ્રવેશ કરતાં જોયેલો. તેથી આનું=આ પુત્રનું, ભવ્યપુરુષ એ પ્રમાણે નામ થાઓ. ત્યારપછી તેને સાંભળીને=રાજાએ તે પુત્રનું નામ આપ્યું તેને સાંભળીને, દેવીએ રાજાને કહ્યું હે દેવ ! હું પણ કંઈક પુત્રનું નામ કરવાની અભિલાષા કરું છું તે કારણથી દેવ, અનુજ્ઞા આપો. નૃપતિ કહે છે – હે દેવી ! કલ્યાણમાં વિરોધ શું હોય ? પુત્રનું તને નામ આપવાની જે ઈચ્છા થઈ છે તે સુંદર કાર્યમાં વિરોધ શું? સમીહિત કહો=જે તને તેનું નામ ઉચિત જણાય તે કહો. તેથી, તેણી વડે–તે કાલપરિણતિરાણી વડે કહેવાયું, જે કારણથી અહીં ગર્ભસ્થ અવસ્થામાં મને કુશલકર્મ કરવાના પક્ષપાતવાળી મતિ થઈ તેથી આનું આ પુત્રનું, સુમતિ એ પ્રમાણે કામ થાઓ. તેથી અહો=હર્ષમાં રાજા કહે છે અહો ! દૂધમાં સાકરના ક્ષેપ જેવું દેવીના કૌશલ્યથી આ પ્રાપ્ત થયું જે ભવ્યપુરુષ છતાં સુમતિ એ પ્રકારનું અભિધાનાંતર=નામાંતર છે, એ પ્રમાણે બોલતા, પરિતોષ પામેલા રાજાએ વિશિષ્ટતર નામકરણનો મહોત્સવ કરાવ્યો.
प्रज्ञाविशालोक्तराजनिर्बीजख्यातिहेतुता इतश्चास्ति तस्यामेव मनुजगतौ नगर्यामगृहीतसङ्केता नाम ब्राह्मणी, सा जनवादेन नरपतिपुत्रजन्मनामकरणवृत्तान्तमवगम्य सखीं प्रत्याह-प्रियसखि प्रज्ञाविशाले! पश्य यत् श्रूयते महाश्चर्यं लोके यथा कालपरिणतिर्महादेवी भव्यपुरुषनामानं दारकं प्रसूतेति, ततः प्रज्ञाविशालयोक्तं-प्रियसखि! किमत्राश्चर्यम् ? अगृहीतसङ्केताऽऽह-यतो मयाऽवधारितमासीत् किलैष कर्मपरिणाममहाराजो निर्बीजः स्वरूपेण, इयमपि कालपरिणतिर्महादेवी वन्ध्येति। इदानीं पुनरनयोरपि पुत्रोत्पत्तिः श्रुयत इति महदाश्चर्यम्। प्रज्ञाविशालाऽऽह-अयि मुग्धे! सत्यमगृहीतसङ्केताऽसि, यतो न विज्ञातस्त्वया परमार्थः, अयं हि राजा अविवेकादिभिर्मन्त्रिभिरतिबहुबीज इति मा भूदुर्जनचक्षुर्दोष इति कृत्वा निर्बीज इति प्रख्यापितो लोके। इयमपि महादेव्यनन्तापत्यजनयित्री तथापि दुर्जनचक्षुर्दोषभयादेव तैरेव मन्त्रिभिर्वन्ध्येति लोके प्रख्याप्यते, तथाहि-यावन्तः क्वचित्केचिज्जन्तवो जायन्ते तेषां सर्वेषामेतावेव देवीनृपो परमवीर्ययुक्ततया परमार्थतो जननीजनको, अन्यच्च-किं न दृष्टं श्रुतं वा क्वचिदपि प्रियसख्या अनयोर्नाटकं पश्यतोर्यन्माहात्म्यम् ? यदुत-राजा समस्तपात्राणि यथेच्छया नारकतिर्यङ्नरामरगतिलक्षणसंसारान्तर्गतानेकयोनिलक्षप्रभवजन्तुरूपेण नाटयति, महादेवी पुनस्तेषामेव महाराजजनितनानारूपाणां समस्तपात्राणां गर्भावस्थितिबालकुमारतरुणमध्यमजराजीर्णमृत्युगर्भप्रविष्टनिष्क्रान्तादिरूपाण्यनन्तवाराः कारयतीति।