Book Title: Upmiti Bhav Prapancha Katha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 49
________________ ૩૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ जन्माभ्युदयमुद्दिश्य घोषणापूर्वकं ददध्वमनपेक्षितसारासारविचाराणि महादानानि, पूजयत गुरुजनं, संमानयत परिजनं, पूरयत प्रणयिजनं, मोचयत बन्धनागारं, वादयताऽऽनन्दमर्दलसन्दोहं, नृत्यत यथेष्टमुद्दामतया, पिबत पानं, सेवध्वं दयिताजनं, मा गृणीत शुल्कं, मुञ्चत दण्डं, आश्वासयत भीतलोकं, वसन्तु सुस्वस्थचित्ताः समस्ता जनाः, नास्ति कस्यचिदपराधगन्धोऽपीति । ततो यदाज्ञापयति देव' इति विनयनतोत्तमाङ्गः प्रतिपद्य संपादितं तद्राजशासनं महत्तमैः, निर्वतितोऽशेषजनचमत्कारकारी जन्मदिनमहोत्सवः, प्रतिष्ठापितं समुचिते काले दारकस्य नरनाथेन स्वचित्तेनैवं पर्यालोच्य 'यतोऽस्य गर्भावतारकाले जननी सर्वाङ्गसुन्दरं नरं वदनेन प्रविशन्तं दृष्टवती' ततोऽस्य भवतु भव्यपुरुष इति नाम। ततस्तदाकर्ण्य देवी राजानमुवाच- 'देव! अहमपि पुत्रकस्य किंचिन्नाम कर्तुमभिलषामि, तदनुजानातु देव' इति, नृपतिराह-देवि ! कः कल्याणेषु विरोधः? अभिधीयतां समीहितमिति, ततस्तयोक्तं-यतोऽत्र गर्भस्थे मम कुशलकर्मकरणपक्षपातिनी मतिरभूत्ततोऽस्य भवतु सुमतिरित्यभिधानम्। ततोऽहो क्षीरे खण्डक्षेपकल्पमेतद्देवीकौशलेन संपन्नं यद्भव्यपुरुषस्य सतः सुमतिरित्यभिधानान्तरमिति ब्रुवाणः परितोषमुपागतो राजा विशिष्टतरं नामकरणमहोत्सवं कारयामास । પુત્ર જન્મનો મહોત્સવ તથા નામકરણવિધિ ત્યારપછી પ્રિયનિવેદિકા નામની દાસી પુત્રી વડે સંભ્રમપૂર્વક આવીને પુત્રનો જન્મ રાજાને નિવેદિત કરાયો. આલાદના અતિરેકનું સંપાદન કરે એવી અનાખેય અવસ્થાંતરને અનુભવતા એવા તેના વડે= પુત્ર જન્મના સમાચાર સાંભળીને તે રાજાને અત્યંત આનંદ થયેલ છે તેનાથી સંપાદ્ય એવી કોઈને ન કહી શકાય એવી પ્રીતિની અવસ્થાને તે રાજા અનુભવે છે એવા તે રાજા વડે, તેણીને જ=દાસીને જ, મનોરથથી અધિક પારિતોષિકદાન અપાયું. અને આનંદથી પુલકીભેદથી સુંદર એવા દેહને ધારણ કરતા રાજા વડે મંત્રીઓને આદેશ અપાયો. તે આદેશ યદુથી બતાવે છે. તે મહારમો ! દેવીપુત્રના જન્મના અભ્યદયને ઉદ્દેશીને ઘોષણાપૂર્વક=આ દેવીને પુત્ર થયો છે માટે દાન અપાય છે એ પ્રકારની ઘોષણાપૂર્વક, અનપેક્ષિત સાર-અસાર વિચારવાળાં મહાદાનો આપો=આ જીવને આદાન આપવું ઉચિત છે કે ન આપવું ઉચિત છે ઈત્યાદિ સાર-અસારનો વિચાર કર્યા વગર બધા જીવોને સંતોષ થાય તેવું દાન આપો. ગુરુજનનું પૂજન કરો. પરિજનનું સન્માન કરો. પ્રણયી વર્ગને એકઠા કરો. બંધન આગારમાં રહેલાને મુક્ત કરો, આનંદમઈલના સમૂહને-વાજિત્રોને, વગાડો, જે પ્રમાણે ઈષ્ટ હોય તે પ્રમાણે ઉદ્દામપણાથી નૃત્ય કરો. પાનને પીવો, દયિતાજનને સેવન કરો, શુલ્કને ગ્રહણ ન કરો, દંડને મુક્ત કરો, ભય પામેલા લોકને આશ્વાસન આપો, સુસ્વાસ્થચિત્તવાળા સમસ્ત લોકો વસો, કોઈને અપરાધની ગંધ પણ નથી. એ પ્રકારે કરો. એમ રાજાએ મંત્રીઓને આજ્ઞા કરી. ત્યારપછી દેવ જે આજ્ઞા કરે છે એ પ્રમાણે વિનયથી તમેલા મસ્તકવાળા મહત્તમપુરુષો વડે સ્વીકારીને=

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146